જનતાને મળી રાહત, આજે ફરી સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આજના ભાવ

જનતાને મળી રાહત, આજે ફરી સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આજના ભાવ
ગત સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો નોંધાતા પેટ્રોલ પ્રતિ લીટર 53 પૈસા જેટલું સસ્તું થયું

ગત સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો નોંધાતા પેટ્રોલ પ્રતિ લીટર 53 પૈસા જેટલું સસ્તું થયું

  • Share this:
    નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓએ (OMCs) આજે ફરી પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં (Petrol Deisel Prices) ઘટાડો કર્યો છે. પેટ્રોલના ભાવમાં 13-14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ડીઝલનો ભાવ 14-16 પૈસા પ્રતિ લીટર ઓછો થયો. ગત સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે પેટ્રોલના ભાવમાં 53 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ ઘટીને 81.55 રૂપિયા અને ડીઝલનો ભાવ 72.56 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

    નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીનશન અને અન્ય બાબતો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણો થઈ જાય છે.



    જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 15 September)

    દિલ્હી- પેટ્રોલ 81.55 રૂપિયા અને ડીઝલો 72.56 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 88.21 રૂપિયા અને ડીઝલો 79.05 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 83.06 રૂપિયા અને ડીઝલો 76.06 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.57 રૂપિયા અને ડીઝલો 77.91 રૂપિયા પ્રતિ લીટર છે.

    2 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે પેટ્રોલ

    આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ (Crude Oil Price Down) ગબડી રહ્યા છે અને રૂપિયામાં મજબૂતી પરત ફરી છે. એવામાં એક્સપર્ટ્સ ઘરેલુ સ્તર પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે. જો ક્રૂડમાં 20 ટકાનો ઘટાડો આવે છે તો પેટ્રોલ અને ડીઝલમાં 5 ટકા ભાવનો ઘટાડો આવી શકે છે. જેથી પેટ્રોલ અને ડીઝલ 2.5થી 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ શકે છે.

    આ પણ વાંચો, મોટો આંચકો! ટૂંક સમયમાં TV થઈ જશે મોંઘા, આટલા ટકા થશે વધી જશે ભાવ

    આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, ગરીબોને રાંધવા માટે ગેસથી સસ્તો વિકલ્પ ઉપલબ્ધ કરાવશે સરકાર, જાણો શું છે પ્લાન?

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:September 15, 2020, 07:55 am

    ટૉપ ન્યૂઝ