જનતા માટે રાહતના સમાચાર! પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, જાણો આપના શહેરનો ભાવ

News18 Gujarati
Updated: September 14, 2020, 8:04 AM IST
જનતા માટે રાહતના સમાચાર! પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, જાણો આપના શહેરનો ભાવ
પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ગબડશે તો ભારતમાં 2 રૂપિયા જેટલું સસ્તું થઈ શકે છે પેટ્રોલ

  • Share this:
નવી દિલ્હીઃ સપ્તાહના પહેલા દિવસ એટલે કે સોમવારે જનતાને મોટી રાહત મળી છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Deisel Prices)માં ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil)ના ભાવમાં નરમીને કારણે સરકારી ઓઇલ કંપનીઓએ સોમવારે પેટ્રોલનો ભાવ 14 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 81.72 રૂપિયા છે. બીજી તરફ, એક લીટર ડીઝલનો ભાવ 72.78 રૂપિયા છે.

2 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે પેટ્રોલ

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ (Crude Oil Price Down) ગબડી રહ્યા છે અને રૂપિયામાં મજબૂતી પરત ફરી છે. એવામાં એક્સપર્ટ્સ ઘરેલુ સ્તર પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે. જો ક્રૂડમાં 20 ટકાનો ઘટાડો આવે છે તો પેટ્રોલ અને ડીઝલમાં 5 ટકા ભાવનો ઘટાડો આવી શકે છે. જેથી પેટ્રોલ અને ડીઝલ 2.5થી 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ શકે છે.

જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol Price on 14 September)

દિલ્હી- પેટ્રોલ 81.72 રૂપિયા અને ડીઝલો 72.78 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 88.38 રૂપિયા અને ડીઝલો 79.29 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ 83.23 રૂપિયા અને ડીઝલો 76.28 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.72 રૂપિયા અને ડીઝલો 78.12 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો, SBI ગ્રાહકોને મોટો આંચકો! FD પર વ્યાજ ઘટ્યું, જાણો નવા Rates

આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, નવા પ્રકારનું હશે સંસદનું ચોમાસું સત્ર, કેન્ટીનમાં મળશે આ વ્યંજન

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Published by: Mrunal Bhojak
First published: September 14, 2020, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading