નવી દિલ્હીઃ પેટ્રોલના ભાવ (Petrol Price)માં વધારાનો સિલસિલો સતત પાંચમા દિવસે પણ ચાલુ રહ્યો છે. સોમવારે પણ પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળી. સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL)એ સોમવારે સતત પાંચમા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 13 પૈસા મોંઘું થયું. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ વધીને 81.62 રૂપિયા થઈ ગયું. જોકે, ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. નોંધનીય છે કે, છેલ્લા 9 દિવસમાં પેટ્રોલ 1.19 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. 19 ઓગસ્ટે પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા હતા.
જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol Price on 24 August)
દિલ્હી- પેટ્રોલ 81.62 રૂપિયા અને ડીઝલો 73.56 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ 88.28 રૂપિયા અને ડીઝલો 80.11 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ 83.13 રૂપિયા અને ડીઝલો 77.06 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ 84.64 રૂપિયા અને ડીઝલો 78.86 રૂપિયા પ્રતિ લીટર છે.
આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર