પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ભારે ઘટાડો! જાણો આપના શહેરમાં કેટલું થયું સસ્તું

News18 Gujarati
Updated: September 18, 2020, 8:06 AM IST
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ભારે ઘટાડો! જાણો આપના શહેરમાં કેટલું થયું સસ્તું
સરકારી ઓઇલ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર કર્યો, જનતાને મળી રાહત

સરકારી ઓઇલ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર કર્યો, જનતાને મળી રાહત

  • Share this:
નવી દિલ્હીઃ દેશભરમાં આ મહિને સતત અનેકવાર પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં ઘટાડો થયો છે. પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાથી સામાન્ય જનતાને ઘણી રાહત મળી છે. સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ આજે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં ભારે ઘટાડો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે પેટ્રોલ 26 પૈસા પ્રતિ લીટર ઘટીને 81.14 રૂપિયા અને ડીઝલ 35 પૈસા ઘટીને 72.02 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે. બીજી તરફ, ગઈકાલે પેટ્રોલનો ભાવ 15 પૈસા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 19 પૈસા પ્રતિ લીટર ઓછો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાલે પણ કાચા તેલ (Crude oil)ના ભાવમાં ઘણી તેજી જોવા મળી હતી.

જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 18 September)

દિલ્હી- પેટ્રોલ 81.14 રૂપિયા અને ડીઝલો 72.02 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ 87.82 રૂપિયા અને ડીઝલો 78.48 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 82.67 રૂપિયા અને ડીઝલો 75.52 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.21 રૂપિયા અને ડીઝલો 77.40 રૂપિયા પ્રતિ લીટર છે.રોજ સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

આ પણ વાંચો, Agri Bill: કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીની સાથે વિવાદ થતાં કોર્ટ નહીં જઈ શકે ખેડૂત

આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, Fact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી? જાણો હકીકત

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Published by: Mrunal Bhojak
First published: September 18, 2020, 8:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading