Petrol Diesel Price: જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, અહીં ચેક કરો આજના Rates

News18 Gujarati
Updated: September 16, 2020, 8:08 AM IST
Petrol Diesel Price: જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, અહીં ચેક કરો આજના Rates
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં નરમી જોવા મળી રહી છે

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં નરમી જોવા મળી રહી છે

  • Share this:
નવી દિલ્હીઃ સરકારી ઓઇલ માર્કેર્ટિંગ કંપનીઓ HPCL, BPCL અને Indian Oilએ બુધવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Prices)માં કોઈ ફેરફાર નથી કર્યો. પરંતુ નોંધનીય છે કે મહીનાની શરૂઆતથી અનેકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મૂળે પેટ્રોલ-ડીઝલના ભાવમાં નરમીનું મુખ્ય કારણ કાચા તેલની ભાવ (Crude Oil Prices)માં ઘટાડો છે. વૈશ્વિક ઓઇલ બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કાચું તેલ જૂન 2020 બાદ પહેલીવાર 40 ડૉલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગયો. બીજી તરફ, અમેરિકાના કાચા તેલ (US Crude)ના ભાવમાં પણ 8 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ (Petrol Prices)નો ભાવ 81.55 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે, જ્યારે ડીઝલનો ભાવ (Diesel Prices) 72.56 રૂપિયા પ્રતિ લીટર છે. રોજ સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 16 September)


દિલ્હી- પેટ્રોલ 81.55 રૂપિયા અને ડીઝલો 72.56 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 88.21 રૂપિયા અને ડીઝલો 79.05 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ 83.06 રૂપિયા અને ડીઝલો 76.06 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.57 રૂપિયા અને ડીઝલો 77.91 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો, Make In Indiaને મોટો આંચકો, Toyotaએ કહ્યું, વધુ ટેક્સના કારણે ભારતમાં નહીં કરે

આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, પૃથ્વીની નજીકના આ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Published by: Mrunal Bhojak
First published: September 16, 2020, 8:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading