Petrol Diesel Price: ફટાફટ જાણી લો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

Petrol Diesel Price: ફટાફટ જાણી લો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
આજે સતત સાઠમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો

આજે સતત સાઠમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો

  • Share this:
    નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ આજે સતત સાઠમા દિવસે પેટ્રોલ (Petrol Price) અને ડીઝલ (Diesel Price)ના ભાવમાં કોઈ ફેરફાર (No Change) નથી કર્યો. નોંધનીય છે કે પેટ્રોલના ભાવમાં છેલ્લા 15 દિવસમાં કોઈ ફેરફાર નથી થયો. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 70.46 રૂપિયા પ્રતિ લીટર પર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ બદલાય અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. તમે તેની જાણકારી SMS કરીને લઈ શકો છો. આઇઓસીએલ (IOCL)થી મળતી જાણકારી મુજબ આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઇમાં એક લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવ આ પ્રકારે છે...

    જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 8 October 2020)



    દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

    સપ્ટેમ્બરમાં 1.19 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ

    ગત 10 સપ્ટેમ્બર બાદથી પેટ્રોલના ભાવમાં સમયાંતરે ઘટાડાનું વલણ રહ્યું હતું અને ગત મહિનામાં તેમાં 1.19 રૂપિયાનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યાથી નવા દરો લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડાયા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

    આ પણ વાંચો, IPL 2020: દિનેશ કાર્તિકની આ ચાલ સામે ધોની ટકી ન શક્યો, ચેન્નઈને મળી શરમજનક હાર

    આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, TikTok Video બનાવવાના ચક્કરમાં યુવતીનું ગોળી વાગવાથી થયું મોત

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:October 08, 2020, 08:17 am

    ટૉપ ન્યૂઝ