Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અહીં કરો Check

News18 Gujarati
Updated: October 1, 2020, 8:13 AM IST
Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અહીં કરો Check
દેશના તમામ મોટા શહેરોની સાથે આપના શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ આવી રીતે ચેક કરો

દેશના તમામ મોટા શહેરોની સાથે આપના શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ આવી રીતે ચેક કરો

  • Share this:
નવી દિલ્હીઃ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં કોઈ ફેરફાર નથી થયો. ગુરુવારે આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 81.06 રૂપિયા અને ડીઝલનો ભાવ 70.63 રૂપિયા પ્રતિ લીટર રહ્યો. પરંતુ નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં અનેકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મૂળે પેટ્રોલ – ડીઝલના ભાવમાં નરમીનું મુખ્ય કારણ કાચા તેલના ભાવ (Crude Oil Prices)માં ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો (Price Fall) નોંધાયો છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ 1 ઓક્ટોબર 2020ના રોજ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઇ સહિત મુખ્ય શહેરોમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ આ પ્રકારે રહ્યા છે.

રોજ સવારે 6 વાગ્યે જ નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બે ગણો થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ ગબડ્યા (Crude Oil Price Down) છે અને રુપિયામાં મજબૂતી પરત ફરી છે. એવામાં એક્સપર્ટ્સ સ્થાનિક સ્તર પર પેટ્રોલ – ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે.

જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 1 October)

દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.63 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 77.04 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 74.15 રૂપિયા પ્રતિ લીટર છે.ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 76.10 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો, IPL 2020: કોલકાતાએ રાજસ્થાન રોયલ્સને આટલી સરળતાથી કેવી રીતે હરાવી દીધું? જાણો 5 કારણો

આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, રસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Published by: Mrunal Bhojak
First published: October 1, 2020, 8:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading