Petrol Diesel Rate: ડીઝલના ભાવમાં ફરી ઘટાડો, જાણો શું છે પેટ્રોલનો ભાવ

News18 Gujarati
Updated: September 7, 2020, 8:03 AM IST
Petrol Diesel Rate: ડીઝલના ભાવમાં ફરી ઘટાડો, જાણો શું છે પેટ્રોલનો ભાવ
ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં 11થી 12 પૈસાનો ઘટાડો કર્યો છે, આવી રીતે જાણો તમારા શહેરનો આજનો ભાવ

ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં 11થી 12 પૈસાનો ઘટાડો કર્યો છે, આવી રીતે જાણો તમારા શહેરનો આજનો ભાવ

  • Share this:
નવી દિલ્હીઃ સપ્તાહના પહેલા દિવસે પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Rate) ખરીદનારાઓને મોટી રાહત મળી છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ સોમવારે ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. આજે માત્ર ડીઝલ સસ્તું થયું છે. ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં 11થી 12 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ 73.16 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. બીજી તરફ, એક લીટર પેટ્રોલ માટે 82.08 રૂપિયા ચૂકવવા પડશે.

સઉદી અરબે ઓઇલનો ભાવ ઘટાડ્યો

સઉદી અરબે ઓક્ટોબરમાં વેચાણ માટે પોતાના ઓઇલના ભાવ ઘટાડી દીધા છે. કોરોના વાયરસનું સંક્રમણ વધવાથી ઓઇલ બજારમાં હલામાં વધેલી માંગ ફરીથી નબળી પડી રહી છે. સઉદી અરબની સરકારી ઓઇલ કંપની સઉદી અરામકોએ જૂન બાદ પહેલીવાર એશિયા માટે પોતાના અરબ લાઇટનો ભાવ 1.4 ડૉલર પ્રતિ બેરલ ઘટાડી દીધો. ત્યારબાદ તેમના ઓઇલનો ભાવ સઉદી અરબ દ્વારા ઉપયોગમાં લેવાતા બેન્ચમાર્કથી 50 સેન્ટ ઓછો થઈ ગયો. અરામકો પશ્ચિમોત્તર યૂરોપ અને મેડિટરેનિયન ક્ષેત્ર માટે પણ પોતાની ઓઇલના ભાવમાં ઘટાડો કરવાનું છે.

જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol Price on 7 September)

દિલ્હી- પેટ્રોલ 82.08 રૂપિયા અને ડીઝલો 73.16 રૂપિયા પ્રતિ લીટર છે.મુંબઈ- પેટ્રોલ 88.73 રૂપિયા અને ડીઝલો 79.69 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 83.57 રૂપિયા અને ડીઝલો 76.66 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 85.04 રૂપિયા અને ડીઝલો 78.48 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો, 169 દિવસ બાદ Delhi Metroની સેવા આજથી શરૂ, યેલો લાઇન પર દોડી પહેલી ટ્રેન

આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, લાઇવ મેચમાં રાશિદ ખાને આંદ્રે રસેલને મારી લાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Published by: Mrunal Bhojak
First published: September 7, 2020, 8:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading