Home /News /business /Share Market: શેરબજારમાં આગઝરતી તેજીથી રોકાણકારો પર રુપિયાનો વરસાદ

Share Market: શેરબજારમાં આગઝરતી તેજીથી રોકાણકારો પર રુપિયાનો વરસાદ

શેરબજારમાં આજે પણ તેજીનું તોફાન, રોકાણકારોની તિજોરીઓ છલકાઈ ગઈ.

Today Share Market News: ભારતીય શેરબજાર હાલમાં સંપૂર્ણ તેજી પર છે અને તેના માર્ગમાં આવતા તમામ પડકારોને પાછળ છોડીને દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આ અઠવાડિયે સતત ત્રણ ટ્રેડિંગ સેશનમાં વધારો કરીને, બજારે તેના રોકાણકારોને લગભગ રૂ. 7.5 લાખ કરોડનો નફો કર્યો છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ ભારતીય શેરબજારમાં શરું થયેલો તેજીનો ટ્રેન્ડ ચાલુ સપ્તાહે સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં ચાલુ રહેવાની ધારણા છે. વૈશ્વિક બજારમાં જોવા મળેલી વૃદ્ધિની અસર આજે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળશે અને તેઓ શરૂઆતથી જ ખરીદી તરફ આગળ વધી શકે છે. મહત્વનું છે કે સેન્સેક્સ બુધવારે જ 63 હજારના ઐતિહાસિક સ્તરને પાર કરી ચૂક્યો છે.

  આ પણ વાંચોઃ આજથી બદલાઈ જશે રુપિયા સાથે જોડાયેલા 5 નિયમ, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

  સેન્સેક્સ પાછલા ટ્રેડિંગ સેશનમાં 418 પોઈન્ટ વધીને 63,100 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 140 પોઈન્ટના ઉછાળા સાથે 18,758 પર બંધ થયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આજના ટ્રેડિંગ સેશનમાં પણ બજાર તેજીના મૂડમાં છે. રોકાણકારોનું સેન્ટિમેન્ટ હજુ પણ સકારાત્મક છે. આ સાથે વૈશ્વિક બજારમાં પણ તેજી જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારોને વધુ પ્રોત્સાહન મળશે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે બજાર હાલમાં ઓવરવેલ્યુડ છે અને ગમે ત્યારે કરેક્શનની શક્યતા છે.

  આ પણ વાંચોઃ PMS મેનેજર્સના ફેવરિટ આ મલ્ટિબેગર શેર તમારા પોર્ટફોલિયોમાં હશે તો જરુર લાખોપતિ બનાવશે

  અમેરિકન બજારમાં તેજીની લહેર


  યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલના નિવેદનથી ત્યાંના શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. પોવેલે કહ્યું છે કે તે હજુ પણ વ્યાજદર વધારશે પરંતુ આ વધારો હવે ઓછો થશે. આ પછી, વોલ સ્ટ્રીટ પર ખરીદી જોવા મળી હતી અને S&P 500 એ પાછલા સત્રમાં 3.09% નો જબરદસ્ત ઉછાળો દર્શાવ્યો હતો. તેમજ નાસ્ડેક 4.41% વધવામાં સફળ રહ્યો જ્યારે ડાઉ જોન્સ 2.18% વધવામાં સફળ રહ્યો.

  યુરોપીયન બજારમાં પણ તેજી


  અમેરિકાના પગલે પર યુરોપના બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી જોવા મળી હતી અને યુરોપના તમામ મુખ્ય શેરબજારો તેજી સાથે બંધ થયા હતા. જર્મનીનું સ્ટોક એક્સચેન્જ અગાઉના સત્રમાં 0.29 ટકા વધવામાં સફળ રહ્યું હતું, જ્યારે ફ્રાન્સના શેરબજારમાં 1.04 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને લંડન સ્ટોક એક્સચેન્જ પણ 0.81 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.

  આ પણ વાંચોઃ ડિજિટલ રુપિયાને ક્યાં રાખી શકશો? શું તેના પર વ્યાજ મળશે? જાણો આવા સવાલોના જવાબ

  એશિયન બજારોમાં પણ તેજી


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ખુલતાવેંત તેજી સાથે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.30 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઇ 1.06 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગના શેરબજારમાં 2.48 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે તાઇવાનના બજારોમાં 1.64 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.71 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

  આ શેર્સ પર લગાવો દાવ


  નિષ્ણાતોનું માનવું છે કે આજના કારોબારમાં એવા ઘણા શેર હશે જેના પર દાવ લગાવવો સુરક્ષિત રહેશે. આવા શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ ધરાવતા સ્ટોક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આજે આ કેટેગરીના શેરોમાં ITC, HDFC બેંક, Alkem Laboratories, Ipca Laboratories અને Voltas જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Earn money, Share market, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन