Home /News /business /

Gold Price: સોનું ખરીદવું છે તો ઝડપ કરો, 2000 રૂપિયા સુધી વધી શકે છે ભાવ, કેમ આવશે ઉછાળો? જાણો

Gold Price: સોનું ખરીદવું છે તો ઝડપ કરો, 2000 રૂપિયા સુધી વધી શકે છે ભાવ, કેમ આવશે ઉછાળો? જાણો

Today Gold Price, Gold Price, સોનાનો ભાવ

Today Gold Price - દેશમાં સોનાની આયાત મે મહિનામાં દોઢ ગણાથી વધુ વધી છે. સરકારના આંકડા મુજબ મે મહિનામાં સોનાની આયાત ગત વર્ષ કરતા 56 ટકા વધી

નવી દિલ્હી : લગભગ બે મહિના સુધી સ્થિર રહ્યા બાદ હવે સોનાના ભાવ (Gold Price) ઝડપથી વધી રહ્યા છે. જો તમારે પણ સસ્તું (Gold Price Today) સોનું ખરીદવું હોય તો તમારે જલદી કરવી જોઇએ, કારણ કે, સોનાની (Gold)આયાત પર ડ્યૂટી વધ્યા બાદ (import duty hike on gold) હવે તેની અસર બુલિયન માર્કેટમાં પણ જોવા મળશે. સરકારે 1 જુલાઈથી સોના પર આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી છે. આ પગલું રૂપિયામાં આવી રહેલા ઘટાડા અને વધતી જતી ચાલુ ખાતાના વધતા નુકસાન (CAD)ને રોકવા માટે ભરવામાં આવ્યું છે. મે મહિનામાં સોનાની આયાત 23 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે રૂપિયા પર દબાણ વધ્યું હતું અને 1 જુલાઈએ રૂપિયો ડોલર સામે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. નવી આયાત ડ્યુટી 30 જૂનથી અમલમાં આવી છે.

જાણકારોનું કહેવું છે કે, ભારત પોતાની જરૂરિયાતો માટે સોનાની આયાત પર સંપૂર્ણપણે નિર્ભર હોવાથી આયાત ડ્યૂટીમાં વધારાની અસર સ્થાનિક બુલિયન માર્કેટ પર પણ પડશે અને ટૂંક સમયમાં જ તેના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ.2,000નો ઉછાળો આવી શકે છે. પહેલેથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહેલી જનતા માટે હવે સોનું ખરીદવું વધુ મોંઘુ થઈ જશે. જેની અસર માંગ પર પણ પડશે.

આ પણ વાંચો - મેડિકલ સ્ટ્રીપમાં બે દવાઓ વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે?

ટેક્સમાં ધરખમ વધારો

સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધવાની સાથે જ તેના પર લાગતો કુલ ટેક્સ 18.45 ટકા પર પહોંચી ગયો છે. અત્યાર સુધી સોના પર બેઝિક ઈમ્પોર્ટ ડ્યૂટી 7.5 ટકા હતી. જે 5 ટકા વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 2.5 ટકા જેટલો કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ પણ લગાવવામાં આવે છે. જે અસરકારક કસ્ટમ્સ ડ્યુટીને 15 ટકા બનાવે છે. તેમાં 0.45 ટકા નેટ ડ્યૂટી ચાર્જ લાગે છે, આ ઉપરાંત સોના પર 3 ટકા જીએસટી પણ લાગે છે. જે તેના કુલ ટેક્સને વધારીને 18.45 ટકા કરી દે છે.

મે મહિનામાં વધી આયાત

દેશમાં સોનાની આયાત મે મહિનામાં દોઢ ગણાથી વધુ વધી છે. સરકારના આંકડા મુજબ મે મહિનામાં સોનાની આયાત ગત વર્ષ કરતા 56 ટકા વધી છે. જ્યારે તેના પર ખર્ચ 677 ટકા વધીને 5.83 અબજ ડોલર થયો છે. આ જ કારણ છે કે એમસીએક્સ પર સોનામાં 2.50 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે વૈશ્વિક બજારમાં તે ઘટીને 1,800 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર મે મહિનામાં કુલ 107 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. જે જૂનમાં પણ ઝડપથી વધી રહી છે. વધુ આયાત ચાલુ ખાતાની ખાધ પર દબાણ લાવી રહી છે. જે અગાઉના નાણાકીય વર્ષમાં જીડીપીના 1.2 ટકા હતો. જે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીના 2.9 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: 10 Gram gold Latest Price, 10 Gram Gold Price, Gold price, Gold rate, બિઝનેસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन