Hot Stocks: આ ત્રણ શેર પર લગાવો દાવ, 2-3 અઠવાડિયામાં 14% સુધી રિટર્ન સંભવ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Hot Stocks: અહીં તમને એવા ત્રણ શેર વિશે જણાવી રહ્યા છીએ જે આગામી બે-ત્રણ અઠવાડિયામાં 14% સુધી વળતર આપી શકે છે.

  • Share this:
    મુંબઈ: ક્ષિતિજ ગાંધી, SMC Global Securities: ગઇકાલે ભારતીય શેર બજારોમાં ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ (Profit booking) જોવા મળ્યું હતું. જે બાદમાં સેન્સેક્સ (Sensex) પોતાના રેકોર્ડ હાઇથી ગબડીને બંધ થયો હતો. ગઈકાલે એટલે કે 28મી સપ્ટેમ્બરના રોજ નિફ્ટી 17,800ના સ્તરથી નીચે ગયો હતો. જ્યારે બેંક નિફ્ટી 38,000ના સ્તર પર બંધ રહ્યો હતો. ગઇકાલે આઇટી, રિયલ્ટી અને બેન્કિંગ શેર (Banking share) દબાણમાં રહ્યા હતા. જ્યારે બજારને નેચરલ ગેસ શેરોનો સપોર્ટ મળ્યો હતો.

    ક્ષિતિજ (SHITIJ GANDHI) ગાંધીનું માનવું છે કે આ અઠવાડિયે બજારમાં વોલેટિલિટી જોવા મળશે. 18,000નું મનોવૈજ્ઞાનિક સ્તર તોડતા પહેલા આગામી અમુક ટ્રેડિંગ સેશન દરમિયાન Niftyમાં આપણને ઉપરના સ્તર પર કન્સોલિડેટ થતું જોઈ શકાય છે.

    અહીં તમને એવા ત્રણ શેર વિશે જણાવી રહ્યા છીએ જે આગામી બે-ત્રણ અઠવાડિયામાં 14% સુધી વળતર આપી શકે છે. જાણી લો આ શેર પર ક્ષિતિજ ગાંધીનો અભિપ્રાય.

    આજના ત્રણ હોટ સ્ટૉક (Hot stocks)

    Jay Bharat Maruti | LTP: Rs 210.10 | આ શેરમાં સ્પષ્ટ રીતે અપટ્રેન્ડ જોઈ શકાય છે. આ શેરમાં 240 રૂપિયાના ટાર્ગેટ માટે 185 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરવી જોઈએ. 2-3 અઠવાડિયામાં આ શેર 14% સુધી રિટર્ન આપી શકે છે.

    LIC Housing Finance | LTP: Rs 438.25 | આ સ્ટૉકમાં પણ અપટ્રેન્ડ નજરે પડી રહ્યો છે. આ શેરમાં 474 રૂપિયાના ટાર્ગેટ માટે 405 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરી શકાય છે. આગામી બેથી ત્રણ અઠવાડિયા દરમિયાન આ શેરમાં 8% જેટલી તેજી જોવા મળી શકે છે.

    Bajaj Auto | LTP: Rs 3,908.70 | આ સ્ટૉકમાં સ્પષ્ટ રીતે અપટ્રેન્ડ નજરે પડી રહ્યો છે. આ શેર 4,186 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે. આ માટે તમારે 3,700 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવો. આ શેર આગામી બે-ત્રણ અઠવાડિયામાં 7% જેટલો વધી શકે છે.

    આ પણ વાંચો:  આદિત્ય બિરલા સન લાઇફ અસેટ મેનેજમેન્ટ કંપનીનો IPO ખુલ્યો

    આદિત્ય બિરલા સન લાઇફ અસેટ મેનેજમેન્ટ કંપની (ABSL AMC IPO)નો આઇપીઓ આજે એટલે કે 29મી સપ્ટેમ્બરના રોજ ખુલી રહ્યો છે. આ પહેલા એન્કર રોકાણકારો (Anchor Investors)એ અપર પ્રાઇસ બેન્ડ (712 રૂપિયા) પ્રમાણે પોતાના હિસ્સાનો ઇશ્યૂ સબ્સક્રાઇબ કરી લીધો હતો. મનીકંટ્રોલના સૂત્રોના હવાલેથી આ જાણકારી મળી હતી. આદિત્ય બિરલા સન લાઇફ અસેટ મેનેજમેન્ટ કંપનીનો આઇપીઓ (Aditya Birla Sun Life Asset Management Company IPO) 1 ઓક્ટોબર સુધી ભરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે આ આઇપીઓ એક દિવસ પહેલા એટલે કે મંગળવારે ખુલ્યો હતો. જેમાં રોકાણકારોએ 800 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ABSL AMCના આઇપીઓની સાઇઝ 2,770 કરોડ રૂપિયા છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: