ખુશખબર! આપના શહેરમાં સસ્તું થયું ડીઝલ, જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

ખુશખબર! આપના શહેરમાં સસ્તું થયું ડીઝલ, જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
પેટ્રોલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં કોઈ ફેરફાર નથી થયો, જાણો કયા કારણે સસ્તું થઈ રહ્યું છે ડીઝલ

પેટ્રોલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં કોઈ ફેરફાર નથી થયો, જાણો કયા કારણે સસ્તું થઈ રહ્યું છે ડીઝલ

  • Share this:
    નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓએ આજે 2 ઓક્ટોબરે ગાંધી જયંતી (Gandhi Jayanti)ના દિવસે ડીઝલના ભાવ (Diesel Rates)માં ફરીથી ઘટાડો કર્યો છે. આજે ડીઝલનો ભાવ 6 પૈસા પ્રતિ લીટર સુધી ઘટ્યો છે, જ્યારે પેટ્રોલના ભાવ (Petrol Rates)માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. આ કિંમતોમાં છેલ્લા 10 દિવસમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા પર ટકેલું રહ્યું છે જ્યારે ડીઝલ 7 પૈસા સસ્તું થઈને 70.46 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટી ગયું. મૂળે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નરમીનું મુખ્ય કારણ કાચા તેલના ભાવમાં (Crude Oil Prices) ઘટાડો નોંધાયો છે.

    જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 2 October 2020)



    દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

    રોજ સવારે 6 વાગ્યે લાગુ થાય છે નવા દર

    રોજ સવારે 6 વાગ્યે જ નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બે ગણો થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ ગબડ્યા (Crude Oil Price Down) છે અને રુપિયામાં મજબૂતી પરત ફરી છે. એવામાં એક્સપર્ટ્સ સ્થાનિક સ્તર પર પેટ્રોલ – ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે.

    આ પણ વાંચો, IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબ હાર્યું ત્રીજી મેચ, જાણો કુંબલે અને રાહુલ શું ભૂલ કરી રહ્યા છે?

    આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, Amazon Wow Salary Days: અડધી કિંમતમાં TV, ફ્રિજ, AC ખરીદવાની ઉત્તમ તક ઝડપી લો

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:October 02, 2020, 08:15 am

    ટૉપ ન્યૂઝ