ચાલુ નાણાકીય વર્ષના પુરૂ થવાની તૈયારીમાં છે અને તેની સાથે જ આવી રહી છે ઈન્કમ ટેક્ષ ફાઈલ કરાવવાની તારીખ પણ. નાણાકીય 2018-19ના બજેટમાં ઈન્કમ ટેક્ષ સાથે જોડાયેલ કેટલાક બદલાવ થયા છે, જે તમારા માટે ઘણા મહત્વના છે. આજે અમે તમને બતાવી રહ્યા છે કે, બજેટમાં આવેલ આ ફેરફાર વિશે જેનાથી તમે ટેક્ષ બચાવી શકો છો.
સ્ટાન્ડર્ડ ડિડક્શન પર મળનારી છૂટ: સરકાર આવનાર નાણાકીય વર્ષમાં 40000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવા જઈ રહી છે. આનાથી દેશના 2.5 કરોડ લોકોને ફાયદો થશે. આ ડિડક્શન 19200 રૂપિયાના ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને 15000 રૂપિયાના મેડિકલ રિમ્બર્સમેન્ટની જગ્યાએ મળશે. આ લાગુ થતાં જ સેલરીમાંથી 40000 રૂપિયા ઘટાડીને બચતી રકમ પર ટેક્સ આપવો પડશે.
વધારે સેસ: એક એપ્રિલથી ઈન્ડિવ્યુઝલ ટેક્સપેયરને ઈન્કમ ટેક્ષ પર 4 ટકા સેસ આપવો પડશે, જે પહેલા 3 ટકા આપવો પડતો હતો. એટલે કે, કોઈ વ્યક્તિ પર જેટલો ટેક્ષ લાગશે તેના 4 ટકા તેને હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ રૂપે આપવા પડશે.
વરિષ્ઠ નાગરીકોને વ્યાજમાંથી થતી આવક પર વધારે ટેક્ષની છૂટ: સિનીયર સિટીઝનને બેંકો અને પોસ્ટ ઓફિસમાં જમા રકમમાંથી મળેલ 50 હજાર રૂપિયા સુધીના વ્યાજને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ઈન્કમ ટેક્ષ એક્ટ સેક્શન 80ટીટીએ હેઠળ કોઈ પણ વ્યક્તિને વ્યાજથી થયેલ 10000 રૂપિયાના ફાયદા પર ટેક્સ છૂટ મળતી હતી.
પ્રધાનમંત્રી વયવંદના યોજનાનો વિસ્તાર: સરકારે પ્રધાનમંત્રી વયવંદના યોજના હેટળ રોકાણની મર્યાદા 7.5 લાખથી વધારી 15 લાખ રૂપિયા કરી દીધી છે. સાથે જ યોજનાનો વિસ્તાર 2020 સુધી કરી દીધો છે. આ યોજના હેઠળ જમા રાશી પર 8 ટકાનું નિષ્ચિત વ્યાજ આપવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર