Home /News /business /બસ આ 6 બાબતોનું રાખો ધ્યાન, 45 વર્ષની ઉંમર સુધી થઈ જશો રિટાયર

બસ આ 6 બાબતોનું રાખો ધ્યાન, 45 વર્ષની ઉંમર સુધી થઈ જશો રિટાયર

તમારી આવકના 70 ટકા બચત કરો

Retirement Plan: તેના માટે તમારી આવકના 70 ટકા બચત કરવી પડશે. નિવૃતિ પછી તમે નાના-નાના ભાગોમાં આ ફંડમાંથી રૂપિયા નીકાળી શકો છો. તમે જલ્દીથી નિવૃત થવા માંગો છો તો, તમારે વધારે કમાણી કરવી પડશે અને વધારે બચત પણ કરવી પડશે

    નવી દિલ્હીઃ આજકાલ લોકો વચ્ચે નિવૃતિને લઈને ઘણો ક્રેઝ દેખાઈ રહ્યો છે. તેઓ 60 વર્ષની ઉંમર સુધી કામ કરવા માંગતા નથી. એટલા માટે 45-50ની ઉંમરને નવી નિવૃતિની વય તરીકે જોઈ રહ્યા છે. નિવૃતિ પછી સુખી જીવન વિતાવવા માટે સારી નાણાકીય સ્થિતિની જરૂર હોય છે. તમે આર્થિક રૂપથી એટલા મજબૂત હોવા જોઈએ કે, મૂળભૂત સુવિધાઓની ચિંતાથી તમને પરેશાની ન થાય. શું 10-15 વર્ષથી ઓછા સમયમાં આવું કરી શકવુ સંભવ છે?

    તમારી આવકના 70 ટકા બચત કરવી પડશે


    જાણકારોનું માનવું છે કે, એવું કરી શકાય છે. પરંતુ તમે તેની પ્લાનિંગ વહેલી તકે શરૂ કરી દો. તેના માટે તમારી આવકના 70 ટકા બચત કરવી પડશે. નિવૃતિ પછી તમે નાના-નાના ભાગોમાં આ ફંડમાંથી રૂપિયા નીકાળી શકો છો. તમે જલ્દીથી નિવૃત થવા માંગો છો તો, તમારે વધારે કમાણી કરવી પડશે અને વધારે બચત પણ કરવી પડશે. આમાં પણ તમને મોંઘવારીમે ધ્યાનમાં રાખીને બચત કરવી પડશે. તમે આજથી 10 વર્ષ પછી પણ તમારા ખર્ચાઓ આજના જેટલા છે તેટલા છે તેમ માની ન શકાય. સાથે તમારે એવી જગ્યાઓ રોકાણ કરવું પડશે, જ્યાં જોખમ ઓછું હોય અને વળતર વધારે. એટલા માટે નિવૃતિ તરફ વધતા વધતા તમારો પોર્ટફોલિયો ઈક્વિટીથી શિફ્ટ થઈને બોન્ડની તરફ વધારે જવો જોઈએ. આવો જાણીએ કે કઈ 6 બાબતો જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ.

     આ પણ વાંચોઃ  નાણાંની તંગી છે અને બિઝનેસ કરવો છે, તો આ બિઝનેસ કરો, ઓછું ઇન્વેસ્ટમેન્ટ અને લાખોમાં કમાણી

    બચત વધારો- જો તમે 30 વર્ષના છો, તો 15 વર્ષમાં એટલુ ફંડ ભેગું કરવુ પડશે, જે આગામી 30 વર્ષ સુધી ચાલી શકે. આ માટે તમારે વધારે બચત કરવી પડશે. એટલા માટે તમારી આવકના 70 સુધી બચત કરવી પડશે.

    મેડિકલ કવર- તમારી પાસે સ્વાસ્થ્ય વીમો હોવો અનિવાર્ય છે. તે એવા સમયમાં તમારી બચત ડૂબવાથી બચાવશે જ્યારે, કોઈ મેડિકલ ઈમરજન્સૂ તમારી સામે આવી ગઈ હોય.

    ખર્ચાને ધ્યાનમાં રાખો- જો તમે ઈચ્છો છો કે, રિટાયરમેન્ટ પછી તમારું જીવન આજની જેમ જ સુખી હોય તો આજના ખર્ચાને ધ્યાનમાં રાખીને બચત કરો. બચત એ રીતે કરો કે મોંઘવારીનો સામનો કરી શકે અને તમને રિટાયરમેન્ટ પછી ખર્ચ કરવામાં તકલીફ ન પડે.

    આ પણ વાંચોઃ Archean Chemical IPO ને ગ્રે માર્કેટમાથી મળી રહ્યા છે શાનદાર સંકેત, જાણો કેટલા પર થઈ શકે લિસ્ટ?

    રજાઓ માટે વધારાની રકમ- જો તમે નિવૃતિ પછી ઘણી મુસાફરી કરવા માંગો છો, તો તેના માટે તમે અલગથી રૂપિયા બચાવી શકો છો. આ માટે તમે થોટું વધારે કામ કરી શકો છો.

    શિસ્તબદ્ધ બનો- તમારી બચતને લઈને ક્યારેય ઉતાવળ ન કરો. શિસ્તબદ્ધ બનેલા રહો. જો તમે એક વાર લક્ષ્યથી ભટકી જશો, તો વારંવાર ભટકતા રહેશો.


    એક ચોક્ક્સ રકમ જ ઉપાડો- નિવૃતિ પછી ફંડમાથી તમારે એક ચોક્કસ રકમ જ નીકાળવી જોઈએ. તેને દર વર્ષે તમારા ફંડના 3 ટકા પર આ કરી શકો છો. બાકી રૂપિયાનું રોકાણ કરવું જોઈએ જેથી તેમાં વધારો થતો રહે. આ રીતે તમારું ફંડ એક બહુ જ લાંબા સમય સુધી ખત્મ નહિ થાય.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Retirement, Saving

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन