જાણી લો, મહિને 3000 રૂપિયા પેન્શન લેવા ખેડૂતે આપવા પડશે આ ડોક્યુમેન્ટ

News18 Gujarati
Updated: August 6, 2019, 5:51 PM IST
જાણી લો, મહિને 3000 રૂપિયા પેન્શન લેવા ખેડૂતે આપવા પડશે આ ડોક્યુમેન્ટ
ખેડૂત પેન્શન યોજના માટે 18થી 40 વર્ષ સુધીના ખેડૂત અરજી કરી શકશે. આ સ્કીમમાં 60 વર્ષથી ઉપરના ખેડૂતને 3000 રૂપિયા પ્રતિ મહિના પેન્શન મળશે.

ખેડૂત પેન્શન યોજના માટે 18થી 40 વર્ષ સુધીના ખેડૂત અરજી કરી શકશે. આ સ્કીમમાં 60 વર્ષથી ઉપરના ખેડૂતને 3000 રૂપિયા પ્રતિ મહિના પેન્શન મળશે.

  • Share this:
મોદી સરકાર હવે ખેડૂતો માટે પેન્શન સ્કીમની શરૂઆત કરવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ ખેડૂત પેન્શન સ્કીમની શરૂઆત કરશે. આ પેન્શન સ્કીમ હેઠળ ખેડૂતોને 60 વર્ષ બાદ 3000 રૂપિયા પેન્શન મળવાની જોગવાઈ કરવામાં આવી છે. જો લાભ મેળવનાર ખેડૂતનું મોત થઈ જાય તો, તેની પત્નીને 50 ટકા રકમ મળતી રહેશે. LIC ખેડૂતના પેન્શન ફંડને મેનેજ કરશે. અગામી અઠવાડીએ તેના માટે રજિસ્ટ્રેશનની શરૂઆત થશે. તો જોઈએ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે અને તેના ફાયદા તથા તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા જોઈશે?

શું છે નિયમ?
ખેડૂત પેન્શન યોજના માટે 18થી 40 વર્ષ સુધીના ખેડૂત અરજી કરી શકશે. આ સ્કીમમાં 60 વર્ષથી ઉપરના ખેડૂતને 3000 રૂપિયા પ્રતિ મહિના પેન્શન મળશે. ખેડૂત માટે આ સ્કીમ પૂપી રીતે સ્વચ્છિક રહેશે. તેમાં અડધો ભાગ ખેડૂત અને અડધો ભાગ સરકાર ભરશે. અગામી અઠવાડીયા માટે રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ શકે છે.

જો ખેડૂત દર મહિને 100 રૂપિયા જમા કરાવશે તો સરકાર તેમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવશે. આ રીતે 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતને 3000 રૂપિયા સુધીનું પેન્શન મળશે. ખેડૂત પેન્શન યોજના પર લગભગ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે.

આ યોજનાનો લાભ ઉઠાવવા માટેના ડોક્યુમેન્ટ

- સાત બારનો ઉતારો - આના માટે સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ સાત બારનો ઉતારો છે. એટલે કે રાજસ્વ રેકોર્ડ, જેનાથી માલુમ થાય કે, તમે ખેડૂત છો. સાત બારનો ઉતારો પંચાયત પંચાયત કે મામલતદાર કચેરીથી મળી શકે છે. તેમાં ખેતીની જમીનની ડિટેલ હોય છે.- આધારકાર્ડ - અરજીકરનાર ખેડૂત પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

- બચત ખાતુ/જનધન ખાતુ - આ સિવાય બચત ખાતુ એટલે કે જનધન ખાતુ અથવા સેવિંગ ખાતુ હોવું જોઈએ.

- મોબાઈલ નંબર - ખેડૂતનો મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ અને આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.
First published: August 6, 2019
વધુ વાંચો
अगली ख़बर