Aadharમાં એડ્રેસ અથવા મો. નંબર બદલવા આ રીતે બૂક કરો ઑનલાઇન અપોઇન્ટમેન્ટ

News18 Gujarati
Updated: September 8, 2019, 2:09 PM IST
Aadharમાં એડ્રેસ અથવા મો. નંબર બદલવા આ રીતે બૂક કરો ઑનલાઇન અપોઇન્ટમેન્ટ
આધાર માટે આ રીતે કરો ઓનલાઇન નિમણૂંક

યુઆઇડીએઆઇ (UIDAI) એ હવે તેનું ઓનલાઇન એપોઇન્ટમેન્ટ બૂકિંગ સુવિધા કેન્દ્ર શરૂ કર્યું છે.

  • Share this:
તમે આ માટે યુઆઈડીએઆઈ દ્વારા સંચાલિત કોઈપણ આધાર કેન્દ્ર પર સરળતાથી નિમણૂંક બૂક કરાવી શકો છો. યુઆઈડીએઆઇ સંચાલિત કેન્દ્ર દિલ્હી, ભોપાલ, આગ્રા, ચેન્નાઈ વિજયવાડા, હિસાર અને ચંદીગઢમાં છે. નવી દિલ્હીમાં તેના બે કેન્દ્રો છે - અક્ષરધામ મેટ્રો સ્ટેશન અને ઈન્દરલોક મેટ્રો સ્ટેશન.

આ સુવિધાઓ નવા આધાર સેન્ટર પર ઉપલબ્ધ થશે-
આધાર નોંધણી

નામ અપડેટ
મોબાઇલ નંબર અપડેટ
ઇમેઇલ આઈડીજન્મ તારીખ
જેન્ડર અપડેટ
બાયોમેટ્રિક (ફોટો + ફિંગર પ્રિન્ટ્સ + આઇરિસ) અપડેટ

આધાર માટે આ રીતે કરો ઓનલાઇન નિમણૂંક

યુઆઈડીએઆઇ વેબસાઇટ પર જાઓ, એ શહેર પસંદ કરો જેના માટે તમે એપોઇન્ટમેન્ટ બૂક કરવા માંગો છો. હાલ તો આ સુવિધા કેટલાક શહેરોના 114 કેન્દ્રોમાં ઉપલબ્ધ છે, જેમાંથી ટૂંક સમયમાં 53 શહેરોમાં કામગીરી શરૂ થશે.

- તમારે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે કે જેના પર OTP મોકલવામાં આવશે.
- તમારે તમારો આધાર નંબર અને નામ ભરવું પડશે અને તમારી ભાષા પસંદ કરવી પડશે.
- તારીખ અને સમય પસંદ કર્યા પછી તમને એપોઇન્ટમેન્ટ બૂકિંગ નંબર મળશે.

આધાર સેવા કેન્દ્ર પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ બરાબર કાર્ય કરશે. યુઆઈડીએઆઈએ કહ્યું કે અપોઇન્ટમેન્ટ માટે ટોકન આપવામાં આવશે, ત્યારબાદ તેની ચકાસણી કરવામાં આવશે. ચકાસણી પૂર્ણ થયા પછી તમારે ચાર્જની ચુકવણી માટે કેશ કાઉન્ટર પર જવું પડશે. આધાર નોંધણી મફત છે, પરંતુ કોઈપણ ફેરફાર માટે 50 રૂપિયા ફી લેવામાં આવશે.
First published: September 8, 2019, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading