Titan Companyના શેરમાં જોરદાર તેજી, માર્કેટ કેપ 2 લાખ કરોડને પાર, શું તમારે રોકાણ કરવું જોઇએ?

ટાઇટન કંપનીના શેરમાં જોરદાર ઉછાળો.

Titan Company share: બુધવારે Titan કંપનીએ જણાવ્યું કે મોટાભાગના વિભાગનું સેલ્સ (Titan sales) કોરોના વાયરસની પહેલાની સ્થિતિ અથવા તેનાથી આગળ નીકળી ગયું છે.

  • Share this:
    મુંબઈ: ગુરુવારે ટાઇટન કંપની ટાટા ગ્રુપની બીજી એવી કંપની બની ગઈ છે જેની માર્કેટ કેપ 2 લાક કરોડ રૂપિયાથી વધારે છે. ગુરુવારે એટલે કે 7 ઓક્ટોબરના રોજ Titan Companyના શેર રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા હતા. Titan Companyના શેરમાં BSE પર 9% તેજી જોવા મળી હતી. આ સાથે શેર 2343 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ રીતે કંપનીની માર્કેટ કેપ 2.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ પહેલા ટાટા ગ્રુપની TCS કંપનીએ આવી સિદ્ધિ મેળવી હતી.

    બુધવારે Titan Company તરફથી કહેવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન માંગી રહી હતી. કંપનીએ જણાવ્યું કે મોટાભાગના વિભાગનું સેલ્સ કોરોના વાયરસની પહેલાની સ્થિતિ અથવા તેનાથી આગળ નીકળી ગયું છે.

    જ્વેલરી સેગમેન્ટમાં કંપનીનો ગ્રોથ વર્ષથી વર્ષના આધારે 78% રહ્યો છે. જેમાં બુલિયન સેલ્સ સામેલ છે. નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં Titan Company તરફથી 13 નવા સ્ટોર ખોલવામાં આવ્યા છે. ઘડિયાળ તેમજ બીજી પહેરવાની વસ્તુઓના વેચાણમાં ખૂબ વધારો થયો છે. આ સેગમેન્ટમાં ગ્રોથ 73% વધ્યો છે.

    મિન્ટના જણાવ્યા પ્રમાણે Emkay Research તરફથી ગ્રોથને જોતા શેરનો ટાર્ગેટ વધારીને 2530 રૂપિયા કર્યો છે. પહેલા આ ટાર્ગેટ 2000 રૂપિયા હતો. Emkay Research તરફથી કહેવામાં આવ્યું છે કે ટાઇટન કંપનીના વર્તમાન ગ્રોથને જોતા કંપનીની આવક 64% વધીને 7100 કરોડ રૂપિયા રહી શકે છે.

    CREDIT SUISSE તરફથી TITAN અંગે Neutral રેટિંગ આપવામાં આવ્યું છે. શેરનો ટાર્ગેટ વધારીને 2150 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે બીજા ક્વાર્ટર દરમિયાન જ્વેલરીમાં ગ્રોથ અંદાજથી વધારે રહ્યો છે. CREDIT SUISSE તરફથી FY22/23/24 નફાનો અંદાજ 8%/5%/5% વધારવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Sharekhanના શૉપિંગ લિસ્ટમાં સામેલ આ પાંચ શેર આપી શકે છે 29% સુધી વળતર, શું તમારી પાસે છે?

    CIMB તરફથી TITAN અંગે Add રેટિંગ આપવામાં આવ્યું છે. શેરનો ટાર્ગેટ વધારીને 2,362 રૂપિયા કરવામાં આવ્યો છે. CIMCનું કહેવું છે કે કંપનીના બિઝનેસમાં જોરદાર રિકવરી જોવા મળી રહી છે.

    રાકેશ ઝુનઝુનવાલાની ટાઇટન કંપનીમાં કમાણી

    સપ્ટેમ્બર મહિનામાં ટાટા ગ્રુપ (TATA group)ની કંપની ટાઇટન કંપનીનો શેર (Titan Company shares) 11.40% ભાગ્યો હતો. આ દરમિયાન બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં મોટી કમાણી કરી હતી. ટાઇટન કંપનીની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન 'બિગ બુલ' પાસે 3,30,10,395 શેર હતા. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે 96,40,575 શેર હતા. આથી રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના કુલ 4,26,50,970 શેર છે એમ કહી શકાય.

    આ પણ વાંચો: આ છ સ્મૉલકેપ શેરમાં નાણાકીય વર્ષ 2022માં અત્યારસુધી આવી 300%થી વધારે તેજી, શું તમારી પાસે છે?

    આ દરમિયાન ટાઇટન કંપનીનો શેર 1921.60 રૂપિયાથી વધીને 2092.50ના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે સપ્ટેમ્બર 2021માં ટાઇટન કંપનીનો શેર 170.90 રૂપિયા વધ્યો છે. આથી રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર મહિના દરમિયાન ટાઇટન કંપનીમાં ₹7,289,050,773 અથવા ₹728.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: