નવી દિલ્હી: ભારતના વોરન બફેટ તરીકે ઓળખાતા અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં (Rakesh Jhunjhunwala Portfolio) સામેલ ટાઇટન કંપનીનો નફો માર્ચ 2022ના ક્વાર્ટરમાં 7.21 ટકા ઘટ્યો (titan profit reduced) છે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા પરિણામો અનુસાર, ટાટા જૂથની (Tata Group) આ કંપનીએ ગયા નાણાંકીય વર્ષ 2021-22ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં રૂ. 527 કરોડનો ચોખ્ખો નફો (Profit) કર્યો હતો, જ્યારે આ જ સમયગાળામાં એક વર્ષ પહેલા કંપનીને રૂ. 568 કરોડનો નફો થયો હતો. કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે કે બોર્ડે ઈક્વિટી શેર દીઠ રૂ. 7.50ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
ટાટા જૂથની કંપનીએ માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 7%નો ઘટાડો નોંધાવ્યા પછી બુધવારના પ્રારંભિક વેપારમાં ટાઇટનનો શેર BSE પર 3%થી વધુ ઘટીને રૂ. 2,317 થયો હતો. બુધવારે ટાઇટન કંપનીનો શેર 4.46 ટકા અથવા 106.55 રૂપિયા તૂટીને 2,280 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.
બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય
બ્રોકરેજ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે (ICICI securities) જણાવ્યું હતું કે, "મધ્યમથી લાંબાગાળાના ઇનિશિએટીવ પર ટાઇટન બેકગ્રાઉન્ડમાં ઘણું સારું કામ કરી રહ્યું હોય તેવું લાગે છે. ટાઇટનનો ઇન્ટરનેશનલ ઓપરેશનમાં પ્રવેશ કરવાનો બીજો પ્રયાસ મોટો વેલ્યૂ ડ્રાઇવર બની શકે છે. અમારી આશા કાયમ છે. આ એક એવી કંપની છે, જ્યાં અમારી દ્રષ્ટિએ તકને કમાણીમાં ફેરવવાની ક્ષમતા વધારે છે.
મોતીલાલ ઓસવાલના જણાવ્યા અનુસાર, “ટાઇટન મજબૂત ગ્રોથ રનવે ધરાવે છે, જે તેનો બજાર હિસ્સો 10 ટકાથી ઓછો છે અને તેના અસંગઠિત અને સંગઠિત સાથીદારો દ્વારા સતત સંઘર્ષનો સામનો કરવો પડે છે. તેની મધ્યમથી લાંબાગાળાની કમાણીની વૃદ્ધિ નોનપેરિયલ છે. સોનાના ભાવમાં અસ્થિરતા અને કોવિડના કારણે આવેલા વિક્ષેપો છતાં નાણાંકીય વર્ષ 2202ના અંતે છેલ્લા પાંચ વર્ષથી તેની આવક સીએજીઆર શાનદાર (24%) રહી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આગામી કેટલાક વર્ષોમાં 20%થી વધુ કમાણી સીએજીઆર સાથે આ વલણ યથાવત રહેશે.”
બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું કે, શેરના નજીકના ગાળાના ગુણાંક મોંઘા દેખાય છે, પરંતુ નફાકારક વૃદ્ધિ માટેનો તેનો લાંબો રનવે પ્રીમિયમ ગુણાંકની ખાતરી આપે છે. બ્રોકરેજ હાઉસે ટાટા જૂથના શેર પર તેનું બાય રેટિંગ જાળવી રાખ્યું છે, જેમાં શેર દીઠ રૂ. 2,900ની ટાર્ગેટ પ્રાઇસ છે.
બીએસઈ શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ટાઈટનમાં 3.98 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા 31 માર્ચ, 2021ના રોજ કંપનીમાં 1.07 ટકા ઇક્વિટી ધરાવે છે.
(ખાસ નોંધ: અહીં રજૂ કરેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લો.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર