Home /News /business /તમારા ફાયદાની વાત: Credit Cardનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી મેળવી શકો છો આટલા લાભ
તમારા ફાયદાની વાત: Credit Cardનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી મેળવી શકો છો આટલા લાભ
ક્રેડિટ કાર્ડનો સમજદારીપૂર્વક ઉપયોગ
How to use Credit Card: ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો લોન મેળવવા સમાન છે. ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારાઓ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનની જાણ ક્રેડિટ બ્યુરોને કરે છે. જેના બદલામાં તમારા ક્રેડિટ સ્કોરની ગણતરી કરવા માટે આ માહિતીનો ઉપયોગ કરે છે.
મુંબઈ: ક્રેડિટ કાર્ડ (Credit card)નો ઉપયોગ વધુને વધુ લોકો કરી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ આવશ્યક નાણાકીય સાધન (Financial instrument) છે. તેનો ઉપયોગ લોકો ખરીદી (Shopping) કરવા માટે કરે છે. ખરીદી કે કોઈ સેવા (Service) લીધી હોય તેવા કિસ્સામાં રકમ બાદમાં ચૂકવવામાં આવે છે. અલબત્ત, કેટલીક વખત ક્રેડિટ કાર્ડ વ્યાજના વિષચક્રમાં ફસાવવાનું સાધન ગણવામાં આવે છે. પરંતુ આ વાત સંપૂર્ણ સત્ય નથી. ક્રેડિટ કાર્ડના ઉપયોગ (Use of credit card)માં વ્યક્તિ પોતાના પર નિયંત્રણ કે અનુશાસન રાખે તો તેનો ઉપયોગ ખૂબ ફાયદાકારક નીવડી શકે છે. આવું કરવાથી વ્યક્તિ વ્યાજના વિષચક્ર દંડની રકમનો ભોગ બનતો નથી. ક્રેડિટ કાર્ડનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ ક્રેડિટ પ્રોફાઈલ ઊભી કરવા મદદરૂપ થાય છે. જેથી આજે અહીંયા ક્રેડિટ કાર્ડનો સમજદારીપૂર્વક ઉપયોગ (How to use credit card wisly) કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડ્સ તમને શું ફાયદો કરાવી શકે તે અંગે જાણકારી આપવામાં આવી છે.
ક્રેડિટ સ્કોરમાં વધારો
ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો લોન મેળવવા સમાન છે. ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારાઓ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનની જાણ ક્રેડિટ બ્યુરોને કરે છે. જેના બદલામાં તમારા ક્રેડિટ સ્કોરની ગણતરી કરવા માટે આ માહિતીનો ઉપયોગ કરે છે. જોકે, ક્રેડિટ કાર્ડમાં લોન કરતા અલગ રીતે ગણતરી થાય છે. ક્રેડિટ કાર્ડમાં યૂઝર્સ ચૂકવણીની તારીખ પહેલાં બાકી રકમ ચૂકવે તો તેટલા સમય સુધી ટ્રાન્ઝેક્શન પર વ્યાજ લાગતું નથી. જેથી તમે તમારો ક્રેડિટ સ્કોર બનાવવા માટે ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરી શકો છો
મિન્ટના અહેવાલ પ્રમાણે આ બાબતે Paisabazaar.com એસોસિએટ ડાયરેક્ટર અને હેડ ક્રેડિટ કાર્ડ સચિન વાસુદેવે કહે છે કે, ધીરાણકર્તાઓ સામાન્ય રીતે 750 અને તેનાથી વધુના ક્રેડિટ સ્કોરને સારા માને છે. તેથી સારો ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને લોન અને ક્રેડિટ કાર્ડ મળે તેવી સંભાવના વધારે છે. ઘણા ધીરાણકર્તાઓ ઊંચો ક્રેડિટ સ્કોરવાળા લોકોને પ્રેફરેન્શિયલ વ્યાજ દરો પણ ઓફર કરે છે.
ખર્ચમાં EMIનો ઉપયોગ
ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારા સંસ્થાઓ થ્રેશોલ્ડ મર્યાદાથી વધુ ટ્રાન્ઝેક્શન માટે અથવા આખા બિલની રકમ કે તેના ભાગની માસિક હપ્તે ચૂકવણીની સુવિધા પણ આપવામાં આવે છે. આ વિકલ્પના કારણે ક્રેડિટ કાર્ડ બિલને ચોક્કસ તારીખ સુધીમાં ચૂકવી ન શકનાર લોકોને અનુકૂળતા રહે છે. ક્રેડિટ કાર્ડમાં માસિક હપ્તાનો વિકલ્પ સામાન્ય રીતે 60 મહિનાના લોન મુદત સાથે આવે છે અને યૂઝર્સ પોતાની અનુકૂળતા મુજબ મુદત પસંદ કરી શકે છે.
આ બાબતે સચિન વાસુદેવ કહે છે કે, ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનાર સંસ્થાઓ ઓછા અથવા વ્યાજ વિનાના ખર્ચે માસિક હપ્તાની સુવિધાઓ પુરી પાડવા વિવિધ મેન્યુફેક્ચરર્સ અને વેપારીઓ સાથે કોલાબોરેટ કરે છે. કાર્ડ યૂઝર્સને માસિક હપ્તે જે ખરીદી કરે છે તેની રકમ અને જીએસટીની ચુકવણી કરવાની રહે છે.
કાર્ડના ઉપયોગથી થતી બચત
ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી સંસ્થાઓ કાર્ડ યૂઝર્સને ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઇન્ટ્સ, ડિસ્કાઉન્ટ, વાઉચર્સ, કેશબેક વગેરે આપીને વધુ ટ્રાન્ઝેક્શન કરવા માટે આકર્ષવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં તમારી લાઇફસ્ટાઇલ અને ખર્ચની પેટર્ન સાથે મેળ ખાતા રિવોર્ડ પોઇન્ટ્સ અને ડિસ્કાઉન્ટ આપતા કાર્ડની પસંદગી કરી તે લાભનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે.
BankBazaar.com સીઈઓ અધીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ક્રેડિટ કાર્ડ્સ રિવોર્ડ્સ, કેશબેક અને પોઇન્ટ આપે છે. આ રીતે તે યૂઝર્સ તેમના ખર્ચ વિશે યોગ્ય રીતે વિચારવાની અને ખર્ચ ઘટાડવા તેમજ વધુમાં વધુ રિવોર્ડને લેવાનું મેનેજમેન્ટ કરી શકે છે. તમે તમારા ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ ચુકવણી પર 5% કેશબેક મેળવી શકો છો.
આ રીતે બિલ ચૂકવણી પર તમે નાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આમ તમે રિવોર્ડ પોઇન્ટ્સ એકત્રિત કરી શકો છો. જેનો ઉપયોગ તમે તમારા બિલ ચૂકવવા પાછળથી કરી શકો છો. તમને કેટલાક ક્રેડિટ કાર્ડ્સના કારણે વિના મૂલ્યે લાઉન્જ એક્સેસ અને કોમ્પ્લિમેન્ટરી ક્લબ મેમ્બરશીપ જેવા ફાયદા પણ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર