Home /News /business /FD કરતાં પણ વધુ ખાતરીપૂર્વક વળતર મેળવવાની ટિપ્સ, જીવન વીમા સાથે Taxમાં પણ છૂટ મેળવો

FD કરતાં પણ વધુ ખાતરીપૂર્વક વળતર મેળવવાની ટિપ્સ, જીવન વીમા સાથે Taxમાં પણ છૂટ મેળવો

પ્રતિકાત્મક તસવીર

ગેરંટી રિટર્ન પ્લાન્સમાં રોકાણ કરનાર વ્યક્તિને વાર્ષિક પ્રીમિયમના 10 ગણા જોખમનું કવર પણ મળે છે, જાણો શું છે આ યોજના

બેંક ફિક્સ્ડ ડિપોઝિટ(FD) રોકાણ માટે અત્યાર સુધીનો સલામત, સૌથી સહેલો અને શ્રેષ્ઠ વળતર આપતું હોવાથી લોકોનો પસંદગીનો વિકલ્પ રહ્યો છે. જોકે, હવે ઘટતા વ્યાજ દરને કારણે તે આકર્ષક વળતર આપવા સક્ષમ નથી. ખાસ કરીને મોંઘવારી દરના હિસાબે તેનું વળતર શૂન્યની નજીક આવી રહ્યું છે. આવી સ્થિતિમાં રોકાણના આવા સાધનો પર સ્વિચ કરવાનો સમય આવી ગયો છે, જે ગેરંટીડ વળતરનું વચન આપે છે.

મ્યુચ્યુઅલ ફંડ્સ (MF), બોન્ડ્સ (Bonds), પીપીએફ (PPF) સહિતના ઘણા રોકાણ વિકલ્પો છે. પરંતુ રોકાણકારો એસેટ ક્લાસની શોધમાં છે, જે લાંબા ગાળાના એટલે કે ઓછામાં ઓછા 20-25 વર્ષમાં વધુ સારું વળતર આપી શકે. રોકાણ સલાહકાર અને CA હરિગોપાલ પાટીદાર કહે છે કે આ સંદર્ભમાં, ગેરંટીડ રિટર્ન પ્લાન રોકાણ માટે સારા હોઇ શકે છે. આમાં, એફડી કરતાં સારું વળતર મળે છે, તે સંપૂર્ણ રીતે કરમુક્ત છે. સાથે જ જીવન વીમો પણ ઉપલબ્ધ છે. અહીં અમે તમને ગેરંટીડ રિટર્ન પ્લાન્સના ફાયદાઓ વિશે જણાવીશું.

વીમા ધનના 10 ગણું જોખમ

ગેરંટીડ રિટર્ન પ્લાન્સમાં રોકાણ કરનાર વ્યક્તિને વાર્ષિક પ્રીમિયમના 10 ગણા જોખમનું કવર પણ મળે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ વાર્ષિક 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે અને કોઈ કારણોસર મૃત્યુ પામે છે, તો આશ્રિતોને 20 લાખ રૂપિયા મળશે.

ન પહેલાં ટેક્સ કે ન મેચ્યોરિટી પર

ગેરંટીડ રિટર્ન પ્લાન્સ સંપૂર્ણ કર મુક્તિના લાભો સાથે આવે છે, એટલે કે રોકાણ કરેલા નાણાં અને પાકતી રકમ પર કોઈ કર વસૂલાતો નથી. આ કારણ છે કે આ રોકાણ ઉત્પાદનો બેન્ક એફડીના કરવેરા પછીના વળતર કરતાં વધુ સારા સાબિત થાય છે.

આ પણ વાંચો : New Labor Code: અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાની મળશે તક, પરંતુ લાગુ થશે આ શરતો

આવકવેરા અનુસાર રોકાણ યોજના નક્કી કરો

મોટાભાગની જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા આપવામાં આવતી લાંબા ગાળાની થાપણો પરનો વ્યાજ દર 4.4 ટકા છે. આવી સ્થિતિમાં 30 ટકા ટેક્સ બ્રેકેટમાં આવતા રોકાણકારો માટે રોકાણ કરેલા નાણાં પર ટેક્સ રીટર્ન 4 ટકાથી ઓછું રહેશે.

રિટાયરમેન્ટ ફંડ પણ તૈયાર કરી શકાય છે

બજારમાં કેટલીક ગેરેંટીડ વળતર યોજનાઓ પણ છે, જેમાં કોઈ 30 વર્ષનો વ્યક્તિ 30 મહિનાની પોલિસી ટર્મ સાથે નિવૃત્તિ ભંડોળ માટે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરે છે, તો પરિપક્વતા સમયે આશરે 50 લાખ રૂપિયા પ્રાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો : Gold Price today : સોનાની ટોચની કિંમત કરતાં અત્યારસુધીમાં 8,800 રૂપિયાનો ઘટાડો, જાણો આજના ભાવ

પીપીએફ અને એફડીમાં આવી રીતે ઘટયા વ્યાજ દર

પીપીએફ 20 વર્ષ પહેલાં વાર્ષિક 11-12 ટકા વ્યાજ મળતું હતું. જે હવે ફક્ત 7.1 ટકા થઇ ગયું છે. તે જ રીતે 2014માં બેંક એફડી પરનો વ્યાજ દર 8.5 ટકા હતો. 2020 સુધીમાં તે ઘટીને 5.4 ટકા થયો છે. સમસ્યા અહીં સમાપ્ત થતી નથી. આ વ્યાજ દરમાં આગામી કેટલાક વર્ષોમાં 3-5 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, કારણ કે દેશ ઝડપથી વિકસિત અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
First published:

Tags: Business news in gujarati, FD, Investment, Investment tips, PPF