Home /News /business /

Mutual Funds: નવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકે છે જોરદાર કમાણી, યાદ રાખો આ 5 ટિપ્સ

Mutual Funds: નવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકે છે જોરદાર કમાણી, યાદ રાખો આ 5 ટિપ્સ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

Mutual Funds Tips: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા જોખમ લેવાની પોતાની ક્ષમતા અને રોકાણમાં મળનાર વળતરની અપેક્ષાનું મૂલ્યાંકન કરવું જોઈએ. ત્યારબાદ તમારી અપેક્ષા મુજબ યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવાની રહે છે.

નવી દિલ્હી. Mutual Funds: રોકાણકારો (Investors) માટે મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund) પસંદગીનો વિકલ્પ રહ્યો છે. ઘણા રોકાણકારો તેમના નાણાકીય લક્ષ્યો (Financial goals)ને પ્રાપ્ત કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ (Mutual fund scheme)માં રોકાણ કરે છે. અલબત્ત નવાસવા રોકાણકારોને ક્યાં રોકાણ કરવું તે સમજાતું નથી, પરિણામે તેઓ ભૂલો કરી બેસે છે. આવી સ્થિતિમાં નવાસવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. અલબત્ત તમને વધુમાં વધુ રિટર્ન મળી શકે તે માટે યોગ્ય સ્કીમની પસંદગી કરવી જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે તમારે યોગ્ય નિર્ણય લેવામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં તમને મદદ કરવા માટે કેટલીક ટીપ્સ આપી છે.

જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવું જરૂરી


મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા જોખમ લેવાની પોતાની ક્ષમતા અને રોકાણમાં મળનાર વળતરની અપેક્ષાનું મૂલ્યાંકન કરવું જોઈએ. ત્યારબાદ તમારી અપેક્ષા મુજબ યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવાની રહે છે. ધારો કે, તમે આગામી દસ વર્ષમાં અમુક રકમ કમાવા માંગતા હોવ અને તમારી જોખમ લેવાની ક્ષમતા ઊંચી હોય તો તમે તમને તમારી જોખમ લેવાની ક્ષમતા અનુસાર ઊંચું વળતર આપી શકે તેવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરી શકો છો. તમારી જોખમ લેવાની ક્ષમતાના આધારે તમારે ફાઇનાન્સિયલ ગોલ પ્રાપ્ત કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં કેટલું રોકાણ કરવાની જરૂર છે તે સમજવાની જરૂર છે.

રોકાણમાં ડાયવર્સીફિકેશન જરૂરી


એક કે બે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં તમામ ફંડનું રોકાણ તમને વધુ જોખમમાં મૂકી શકે છે. જેથી પોર્ટફોલિયોમાં વિવિધ મ્યુચ્યુઅલ ફંડ પ્લાન અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં ડાયવર્સીફિકેશન કરવું જોઈએ. એક રોકાણકાર તરીકે તમારા પોર્ટફોલિયોમાં એસેટ એલોકેશન કેવી રીતે કરવું? તે જાણવું પણ તમારા માટે ખૂબ આવશ્યક છે.

રોકાણકારે પોતાના પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ ગોલ્સ અને જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એસેટની ફાળવણી કરવી જોઈએ. એસેટ એલોકેશન ઇન્વેસ્ટમેન્ટની વ્યૂહરચના બનાવવામાં મદદ કરે છે. એસેટ એલોકેશનનો ફાયદો એ છે કે, જો એક એસેટ ક્લાસમાં વધઘટ થાય તો તે બીજામાં પણ થાય તે જરૂરી નથી. જેના કારણે એકંદરે ફાયદો રહે છે.

સ્કીમ પસંદ કરતી વખતે કાળજી રાખો


બજારમાં ઘણી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે. તેઓ અનેક પ્રકારની સ્કીમ ઓફર કરે છે. આમાંથી તમારી જરૂરિયાતો અનુસાર યોગ્ય સ્કીમ પસંદ કરવી પડશે. હવે સવાલ એ છે કે રોકાણ માટે શ્રેષ્ઠ સ્કીમ કેવી રીતે પસંદ કરવી? કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરતા પહેલા તમારે તેના પાછલા પ્રદર્શન, મેનેજમેન્ટ એફિશિયન્સી અને એક્સપેન્સ રેશિયો પર નજર નાખવી જોઈએ. તમે ઓનલાઇન મોડનો ઉપયોગ પણ કરી શકો છો. બીજી તરફ રેગ્યુલર પ્લાનની જગ્યાએ ડાયરેક્ટ પ્લાનને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમાં એકસ્પેન્સ રેશિયો ઓછો હોય છે.

લમ્પ સમ રોકાણ કે SIP રોકાણ


તમે લમ્પ સમ રકમનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમે વધુ જોખમ લેવાનું વિચારશો નહીં. આવી સ્થિતિમાં ડેટ ફંડ સારો વિકલ્પ બની શકે છે. જો તમે સારા વળતર માટે મધ્યમ જોખમ લેવા તૈયાર હોવ તો તમે બેલેન્સ ફંડમાં રોકાણ કરી શકો છો. વધુ વળતર માટે તમારે વધુ જોખમ લેવું પડશે. તે માટે લાર્જ-કેપ ઇક્વિટી ફંડમાં રોકાણ માટે જઇ શકો છો. તમારા ફંડને વિવિધ યોજના અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં ડાયવર્સીફાઈ કરવું જરૂરી છે. પણ જો તમે જોખમને વધુ ઘટાડવા માંગતા હોવ તો તમે લિક્વિડ ફંડમાં લમ્પસમ ફંડ મૂકી શકો છો અને એસટીપી વિકલ્પનો ઉપયોગ કરીને યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ પ્લાનમાં રોકાણ કરી શકો છો.

આ પણ વાંચો: આ સ્ટોક તેની ઇશ્યૂ કિંમત કરતાં 54% વધ્યો, જૂન 2022માં જ થયું છે લિસ્ટિંગ

હવે જો તમે હપ્તે હપ્તે લાંબા ગાળાનું રોકાણ કરીને ફંડ બનાવવા માંગતા હોવ તો તમે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા ઇક્વિટી ફંડમાં રોકાણ કરી શકો છો. SIP તમને આકર્ષક વળતર મેળવવામાં મદદ કરી શકે છે અને ખાસ કરીને અસ્થિર બજારમાં અનુકૂળ રહે છે.

પોર્ટફોલિયો સમીક્ષા અને રી-બેલેન્સ જરૂરી


મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરતી વખતે તમારા પોર્ટફોલિયોની સમયાંતરે સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે. તમારું રોકાણ કેવું પ્રદર્શન કરી રહ્યું છે તે તપાસતા રહેવું જોઈએ. ક્યારેક તમારું રોકાણ તમારી અપેક્ષાઓ મુજબ પ્રદર્શન ન કરે અને ક્યારેક ક્યારેક તે તમારી અપેક્ષા કરતા વધુ સારો દેખાવ કરી શકે છે. જો તે તમારી અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરે તો નબળું પ્રદર્શન કરનારા રોકાણને વધુ સારા ફંડમાં બદલવું પડી શકે છે.

આ પણ વાંચો: SIPમાં પૈસા ડૂબાડવા છે કે મેળવવું છે બમ્પર વળતર? સરળતાથી સમજો

બીજી તરફ તમારા પોર્ટફોલિયોએ તમારી અપેક્ષા કરતા વધુ સારો દેખાવ કર્યો હોય તો તમે ઉચ્ચ જોખમવાળી સ્કીમમાંથી લો-રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સ્વિચ કરી શકો છો અને કમાયેલા રિટર્નને સિક્યોર કરતી વખતે તમારા પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરી શકો છો. અહીં ઉલ્લેખનીય છે કે, નાની ઉંમરથી જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી દો. લાંબા ગાળા માટે રોકાણ કરવાથી તમને મહત્તમ વળતર મળી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment tips, Mutual funds, Share market, Stock tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन