નવી દિલ્હી. દુનિયાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon)ની ફાઇનાન્શિયલ સર્વિસ કંપની એમેઝોન પે (Amazon Pay)એ ગત વર્ષે 'ગોલ્ડ વોલ્ટ' (Gold Vault) ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચરથી એમેઝોનના ગ્રાહકો ગમે ત્યારે ગોલ્ડને ડીજીટલી ખરીદી કે વેચી શકે છે. ગોલ્ડ વોલ્ટ ફીચર માટે એમેઝોને સેફગોલ્ડ (SafeGold) સાથે પાર્ટનરશીપ કરી છે. યુઝર્સ ગોલ્ડ વોલ્ટ દ્વારા ઓછામાં ઓછા 5 રૂપિયાનું ડિજિટલ ગોલ્ડ ખરીદી શકે છે.
કેવી રીતે એમેઝોન પરથી ગોલ્ડ ખરીદવું?
- એમેઝોન એપ પર Amazon Pay પેજ પર ગોલ્ડ વોલ્ટ આઇકન પર ક્લિક કરો. - હવે તમારી સામે ગોલ્ડની વર્તમાન કિંમત સાથે ગોલ્ડ ખરીદવા અને વેચવાનો ઓપ્શન હશે. - જેટલું ગોલ્ડ ખરીદવાનું હોય, તેટલું અમાઉન્ટ નાંખો. - હવે 'પ્રોસીડ ટુ બાય' પર ક્લિક કરીને પેમેન્ટ કરો. પેમેન્ટ તરીકે એમેઝોન પે બેલેન્સ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને UPI સિલેક્ટ કરીને પેમેન્ટ પૂરું કરો. - હવે તમારા વોલેટમાં ગોલ્ડ આવી જશે.
- તમે ખરીદેલા ડિજિટલ ગોલ્ડના વેચાણ માટે Amazon Pay પેજમાં ગોલ્ડ વોલ્ટ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. - હવે અહીં 'સેલ ગોલ્ડ'નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. - ગોલ્ડ વેચવા પર તેનું પેમેન્ટ પોતાની ચોઈસની UPI ID પર લઇ શકે છે. 2017માં પેટીએમએ શરુ કર્યું હતું ડિજિટલ ગોલ્ડનું ખરીદ-વેચાણ
ઉલ્લેખનીય છે કે, પેટીએમ અને ફોનપે બંનેએ 2017માં પોતાના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડ શરુ કર્યું હતું. જ્યારે ગુરુગ્રામ સ્થિત મોબીક્વિકે 2018માં આ સુવિધા લોન્ચ કરી હતી. જ્યારે ગૂગલ પેએ એપ્રિલ 2019માં યુઝર્સને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાની અનુમતિ આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર