Home /News /business /Multibagger Stocks: ટાટા ગ્રુપના આ ત્રણ શેર દર ચાર વર્ષે રોકાણકારોને આપી રહ્યા છે ડબલ રિટર્ન, શું તમારી પાસે છે?
Multibagger Stocks: ટાટા ગ્રુપના આ ત્રણ શેર દર ચાર વર્ષે રોકાણકારોને આપી રહ્યા છે ડબલ રિટર્ન, શું તમારી પાસે છે?
ટાટા ગ્રુપ
Tata Group Stocks: આ શેરોના 2009થી અત્યારસુધીના પ્રદર્શન પર નજર કરીએ તો 2009 પછી દર ચાર વર્ષમાં આ શેરધારકોને 100 ટકાથી વધારે વળતર મળ્યું છે. જો આ ત્રણેય શેરમાં ટાટા એલેક્સી અન્ય બે શેરની સરખામણીમાં વધારે રિટર્ન આપી રહ્યો છે.
મુંબઇ. Multibagger stocks: કોવિડ-19 (Covid-19)ને ગપલે આવેલી વેચવાલીમાં છેલ્લા બે વર્ષમાં અનેક સ્ટૉક મલ્ટીબેગર (Multibagger stock) લિસ્ટમાં સામેલ થયા છે. તેમાં ટાટા ગ્રુપ (Tata Group)ની કંપનીની ત્રણ શેર સામેલ છે. આ કંપનીઓમાં Tata Elxsi, Tata Consumer Products અને Titan Company સામેલ છે. મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ટાટા ગ્રુપના આ શેર 2009 પછી દર ચાર વર્ષમાં રોકાણકારોને ડબલ વળતર આપી રહ્યા છે. ટાટા ગ્રુપની આ ત્રણેય કંપનીઓ અને તેના શેર પર એક નજર કરીએ.
1) ટાટા ઇલેક્સી (Tata Elxsi)
આ સ્ટૉક 2009થી જ રોકાણકારોને સારું વળતર આપનારો સ્ટૉક રહ્યો છે. એપ્રિલ 2009ની શરૂઆતમાં ટાટા એલેક્સીના શેરની કિંમત 45 રૂપિયા પ્રતિ શેર હતી. એપ્રિલ 2013માં તેની કિંમત વધીને 95 રૂપિયા થઈ ગઈ હતી. એપ્રિલ 2019માં આ મલ્ટીબેગર આઈટી શેર ત્રણ આંકડામાં પહોંચી ગયો હતો. જ્યારે નાણાકીય વર્ષ 2018ની શરૂઆતમાં આ શેર 1050 રૂપિયાની આસપાસ નજરે પડ્યો હતો. એપ્રિલ 2021ની શરૂઆતમાં ટાટા એલેક્સી શેર ₹2775 પર નજરે પડ્યો હતો. આ રીતે ટાટા ગ્રુપની આ કંપનીનો શેર 2009 પછી દર ચાર વર્ષે મલ્ટીબેગર સાબિત થયો છે.
ટાટા ગ્રુપનો આ શેર પણ 2009ના વર્ષથી પોતાના શેર ધારકોને શાનદાર રિટર્ન આપતો આવ્યો છે. એપ્રિલ 2009માં આ શેર 40 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર હતો. એપ્રિલ 2013માં આ શેર વધીને 300 રૂપિયા આસપાસ પહોંચ્યો હતો. ઓક્ટોબર 2017માં આ શેર 600 રૂપિયા આસપાસ હતો. આ સાથે જ એપ્રિલ 2021માં આ શેર 1460 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. આ રીતે જોઈએ તો 2009 પછી દર ચાર વર્ષે આ શેરે પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.
ટાટા ગ્રુપનો આ શેર એપ્રિલ 2009માં 60 રૂપિયા આસપાસ હતો. એપ્રિલ 2013માં તે 130 રૂપિયા આસપાસ પહોંચી ગયો હતો. નવેમ્બર 2017માં આ મલ્ટીબેગર શેર એનએસઈ પર 275 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર હતો. એપ્રિલ 2021માં આ શેર 675 રૂપિયા આસપાસ હતો.
આ શેરોના 2009થી અત્યારસુધીના પ્રદર્શન પર નજર કરીએ તો 2009 પછી દર ચાર વર્ષમાં આ શેરધારકોને 100 ટકાથી વધારે વળતર મળ્યું છે. જો આ ત્રણેય શેરમાં ટાટા એલેક્સી અન્ય બે શેરની સરખામણીમાં વધારે રિટર્ન આપી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર