Home /News /business /Post Office Scheme: ત્રણ બચત યોજનાઓ જેમાં સુરક્ષાની સાથે સાથે મળશે દમદાર વળતર

Post Office Scheme: ત્રણ બચત યોજનાઓ જેમાં સુરક્ષાની સાથે સાથે મળશે દમદાર વળતર

પોસ્ટ ઓફિસની આ ત્રણ બચત યોજનામાં રોકામ કરો, મળશે વધુ વળતર.(ફાઈલ તસવીર)

Post Office scheme: મોંઘવારી અને અસ્થિર બજારમાં દરેક ઈચ્છે છે કે, કોઈક રીતે તેના રૂપિયા સુરક્ષિત રહે અને સાથે સાથે સારુ વળતર પણ મળે. જો કો, આવી યોજના બહુ જ ઓછી હોય છે. જ્યાં તમને એક નિયમિત વળતર મળશે અને રૂપિયા પણ ગુમાવવાનું જોખમ નહિ રહે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ મોંઘવારી અને અસ્થિર બજારમાં દરેક ઈચ્છે છે કે તેના રૂપિયા સુરક્ષિત રહે અને સાથે સાથે સારું વળતર પણ મળે. જો કે, આવી યોજના બહુ જ ઓછી હોય છે. જ્યાં તમને એક નિયમિત વળતર મળશે અને રૂપિયા પણ ગુમાવવાનું જોખમ નહિ રહે. અમે તમને આવી 3 યોજનાઓ વિશે જણાવીશું.

    સુરક્ષાની સાથે આ યોજનામાં વળતર પણ સારું મળશે


    આ ત્રણેય યોજનાઓ પોસ્ટ વિભાગની છે. પોસ્ટ ઓફિસને દરેક ભારતીય દ્વારા વિશ્વાસની દ્રષ્ટિએ જોવામાં આવે છે. કારણ કે અહીં સરકારનો સંપર્ક હોય છે. એટલા માટે તે રૂપિયા સુરક્ષિત રાખવા માટે સૌથી સુરક્ષિત અને સારી જગ્યાઓમાંની એક છે. આટલું જ નહિ જમાનો બદલવાની સાથે પોસ્ટ ઓફિસ દ્વારા હવે નાની યોજનાઓ પર પણ સારું વળતર આપવામાં આવી રહ્યુ છે. આવો તેના વિશે વિસ્તૃતમાં જાણકારી મેળવીએ.

    આ પણ વાંચોઃ શેર બજારમાં રોકાણ માટે આ મહિનો ઘણો જ નસીબદાર, મળી શકે છે ગેરેન્ટેડ વળતર

    પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ


    જો તમે સુરક્ષિત રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવા માંગો છો તો, પોસ્ટ ઓફિસની આ યોજના તમારા માટે એકદમ સારી હોઈ શકે છે. અહીં તમને 5 વર્ષની પરિપક્વતા વાળા રોકાણના વિકલ્પ પર 5.8 ટકા વ્યાજ મળી રહ્યુ છે. તમે આ યોજનામાં માત્ર 100 રૂપિયા પ્રતિ મહિના સાથે રોકાણ શરૂ કરી શકો છો. આમાં રોકાણ કરવા માટે કોઈ લિમિટ નથી.

    પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ


    આ એક એફડી સ્કીમ છે. તમે પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટમાં 1, 2, 3 અને 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. અહીં તમને 1થી 3 વર્ષની મુદ્દતવાળી ટાઈમ ડિપોઝિટમાં 5.5 ટકા સુધી વળતર મળે છે. જો તમે હજુ પણ વધારે વળતર મેળવવા માંગો છો તો, તમે 5 વર્ષની વન ટાઈમ ડિપોઝિટ યોજનામાં રોકાણ કરી શકો છો. અહીં તમને 6.7 ટકા વ્યાજ મળશે. આ યોજનામાં રોકાણ કરવા પર તમને આવકવેરામાં પણ છૂટ મળી શકે છે. તમે અહીં 1,000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો.

    આ પણ વાંચોઃ સરકારી તેમજ ખાનગી બેંકોએ FD પર વ્યાજ દર વધાર્યા, જાણો ક્યાં મળશે વધુ ફાયદો


    રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર


    આમાં 5 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે. અહીં તમને 6.8 ટકાનું દમદાર વળતર મળશે. તમે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રમાં 1000 રૂપિયાની સાથે રોકાણ શરૂ કરી શકો છો. જો કે, થોડાં કેટલાક અપવાદને દૂર કરી દઈએ તો, તમે આ યોજનામાંથી 5 વર્ષ પૂરાં થયા બાદ જ રૂપિયા નીકાળી શકો છો. આ યોજનામાં કરવામાં આવેલું રોકાણ આવકવેરા કાયદા હેઠળ કર મુક્તિ માટે પાત્ર થાય છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment tips, Post Office Scheme

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन