Corona Effect : કોરોના વાયરસને પગલે વૈશ્વિક મંદીની આશંકા, શેર બજારમાં હાહાકાર

News18 Gujarati
Updated: March 13, 2020, 1:01 PM IST
Corona Effect : કોરોના વાયરસને પગલે વૈશ્વિક મંદીની આશંકા, શેર બજારમાં હાહાકાર
પ્રતિકાત્મક તસવીર

કોરોનાથી વધી રહેલા આર્થિક મંદીના ખતરાને ધ્યાનમાં રાખીને બે દિવસથી અમેરિકા બજારમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળ્યો.

  • Share this:
મુંબઈ : કોરોનાથી વધી રહેલા આર્થિક મંદીના (Threat of Economic Crisis due to Coronavirus) ખતરાને ધ્યાનમાં રાખીને બે દિવસથી અમેરિકા બજારમાં રેકોર્ડ બ્રેક (US Stock Market) ઘટાડો જોવા મળી રહ્યો છે. 1987 પછી Dowમાં 2350 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. S&P અને NASDAQમાં પણ આશરે 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આની અસર એશિયાના બજારો (Asian Stock Markets) પર પડી રહી છે. આ જ કારણે શુક્રવારે ભારતીય શેરબજારના (Indian Stock Market) નિફ્ટીમાં નીચલી સર્કિટ (Lower Circuit in Nifty) લાગી હતી. આ દરમિયાન માંગમાં ઘટાડો અને પુરવઠામાં વધારાની આશંકાએ ક્રૂડમાં પણ આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એમાં પણ યુરોપ પર અમેરિકાના પ્રતિબંધને કારણે હાલત વધારે ખરાબ થઈ છે. આ દરમિયાન લોકોને વૈશ્વિક મંદીના (Global Recession) ભણકારાની ચિંતા સતાવવા લાગી છે.

એશિયાના બજાર પર નજર કરીએ તો નિફ્ટીમાં શુક્રવારે નીચલી સર્કિટ લાગી હતી. જ્યારે નિક્કેઇમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ ઘટાડો જોવામાં આવી રહ્યો છે. તાઇવાનના બજારમાં પણ પાંચ ટકાથી વધારે ઘટાડો જોવાયો હતો. હેંગસેંગ પણ પાંચ ટકાની આસપાસ ઘટાડા સાથે નજરે પડી રહ્યો છે. કોપ્સીમાં પણ સાત ટકાથી વધારે ઘટાડો નોંધાયો છે. શાંઘાઈ કમ્પોઝિટ પણ બે ટકાથી વધારે ડાઉન છે.

આ પણ વાંચો : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સરકારની મોટી જાહેરાત, આટલા ટકા વધ્યું DA

નિફ્ટીમાં સર્કિટ લાગી

શુક્રવારે ભારતીય શેરબજારના નિફ્ટીમાં 966 પોઇન્ટના ઘટાડા બાદ નીચલી સર્કિટ લાગી ગઈ હતી. જે બાદમાં 45 મિનિટ સુધી બજાર બંધ કરી દેવામાં આવ્યું હતું. શરૂઆતના કારોબારમાં નિફ્ટીમાં ત્રણ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2017 પછી નિફ્ટી 8800થી નીચે આવ્યો છે.

શૅર બજારમાં લૉઅર સર્કિટ કેમ લાગી? 

એસકોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઈકબાલનું કહેવું છે કે ગુરુવારની રાત્રે અમેરિકા સહિત દુનિયાભરના તમામ શૅર બજારોમાં 1987 બાદનો સૌથી મોટી ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર ભારતીય શૅર બજારોમાં પણ જોવા મળી છે. આસિફનું માનવું છે કે સરકાર ટૂંક સમયમાં બજારને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો : દુનિયાના 5 દેશ, જ્યાં સૌથી મોંઘા ભાવે વેચાય છે પેટ્રોલ

શૅર બજારમાં સર્કિટનો ઈતિહાસ

શૅર બજારમાં સર્કિટના ઈતિહાસ પર નજર કરીએ તો બજારમાં 12 વર્ષમાં પહેલીવાર LOWER CIRCUIT લાગી છે. આ પહેલા 17 મે 2004માં P-NOTEના કારણે બજાર ગબડ્યું હતું. બીજી તરફ, 22 જાન્યુઆરી 2008માં ગ્લોબલ બજારમાં મંદીને કારણે પણ બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

કોરના વાયરસનો કહેર

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ચાલુ જ છે. આ કારણે ભારતમાં પ્રથમ મોત કર્ણાટક રાજ્યમાં થયું છે. કર્ણાટકના 76 વર્ષીય વૃદ્ધે કોરોના વાયરસને કારણે દમ તોડી દીધો છે. બીજી તરફ દેશમાં કોરોના વાયરસના 74 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અંદાજ પ્રમાણે દુનિયામાં સવા લાખ જેટલા લોકો કોરોનાથી ચેપગ્રસ્ત લાગ્યા છે. ફ્રાંસમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ અને પ્રેસ સેક્રેટરીનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દુનિયામાં અત્યાર સુધી કોરોનાને કારણે 4,963 લોકોનાં મોત થઈ ચુક્યા છે.
First published: March 13, 2020, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading