Home /News /business /હજારો લોકો ગુમાવશે નોકરી! અમેરિકાની આ બે કંપનીઓ છટણીની તૈયારીમાં, ભારતમાં પણ કર્મચારીઓ પ્રભાવિત થશે

હજારો લોકો ગુમાવશે નોકરી! અમેરિકાની આ બે કંપનીઓ છટણીની તૈયારીમાં, ભારતમાં પણ કર્મચારીઓ પ્રભાવિત થશે

આ બે કંપનીઓ કરી શકે છે છંટણી

Layoffs: દિગ્ગજ બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલી અને ડિજિટલ પેમેન્ટ્સ ફર્મ સ્ટ્રાઈપે છટણીની યોજના બનાવવાની શરૂઆત કરી દીધી છે. બંને કંપનીઓને નબળી માંગને કારણે વેપાર પ્રભાવિત થવાની આશંકા છે, એટલા માટે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    વોશિંગ્ટનઃ અમેરિકામાં વધતી મોંઘવારી અને વ્યાજ દરોમાં વૃદ્ધને કારણે આર્થિક મંદીની આશંકા વધી રહી છે અને તેનો ડર યૂએસની કંપનીમાં સાફ રીતે જોવા મળી રહ્યો છે. દિગ્ગજ બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલી અને ડિજિટલ પેમેન્ટ્સ ફર્મ સ્ટ્રાઈપે છટણીની યોજના બનાવવાની શરૂઆત કરી દીધી છે. બંને કંપનીઓને નબળી માંગને કારણે વેપાર પ્રભાવિત થવાની આશંકા છે, એટલા માટે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    વૈશ્વિક સ્તરે છટણીની તૈયારી


    મોર્ગન સ્ટેનલીએ આવનારા દિવસોમાં વૈશ્વિક સ્તરે છટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર, આ મામલે જાણકારી રાખનારા ત્રણ લોકોએ કહ્યુ કે ,‘વધતી મોંઘવારી અને આર્થિક મંદીને કારણે ડીલમેકિંગ બિઝનેસ પર ખરાબ અસર થાય છે.’ જ્યારે, સ્ટ્રાઈપ ઈન્ક, ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલી દિગ્ગજ કંપની તેના કર્મચારીઓની સંખ્યામાં લગભગ 14 ટકાનો ઘટાડો કરી રહી છે.

    મોર્ગન સ્ટેનલીએ તૈયાર કરી યાદી


    સૂત્રોના જણાવ્યા અનુસાર, એશિયા પેસિફિકમાં, મોર્ગન સ્ટેનલીને બિન-જરૂરી સ્ટાફ સભ્યોની એક યાદી તૈયાર કરી છે. જે મુખ્યત્વે ચીનથી સંબંધિત વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરનારી ટીમોમાંથી આવશે. જાણકારી ગોપનિય હોવાના કારણે આ સૂત્રોએ બધા જ નામ જણાવવાથી ઈનકાર કર્યો છે.

    આ પણ વાંચોઃ રોકાણ માટે થઈ જાઓ તૈયાર, આ તારીખે ખુલશે NBFC કંપનીનો IPO

    જ્યારે અન્ય એક વ્યક્તિએ કહ્યુ કે, નોકરીમાં થોડો ઘટાડો હોંગ-કોંગ અને ચીનના કેપિટલ માર્કેટની ટીમોમાથી થશે અને બાકીના મોટાભાગના કર્મચારી ચીનથી સંબંધિત વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરનારી ટીમોમાંથી આવશે. એશિયા મોર્ગન સ્ટેનલીની 30થી વધારે જુદી-જુદી ટીમોના કર્મચારી છંટણીની આ પ્રક્રિયાથી પ્રભાવિત થશે.

    આ પણ વાંચોઃ બજાર આજે પણ વૈશ્વિક દબાણમાં ફ્લેટ ઓપન થયા, રોકાણકારોમાં નેગેટિવ સેન્ટિમેન્ટ

    સ્ટ્રાઈપે કર્મચારીઓને મોકલ્યો ઈ-મેઈલ


    સ્ટ્રાઈપના સ્થાપક પેટ્રિક અને જોન કોલિસને ગુરુવારે કર્મચારીઓને એક ઈ-મેઈલ મોકલ્યો અને જણાવ્યુ કે, કંપનીમાં છંટણી પછી કર્મચારીઓની સંખ્યા 7,000 હશે. એક રિપોર્ટના અનુસાર, આ છંટણી દ્વારા સ્ટ્રાઈપ ઈન્ટરનેશનલ વેલ્યુએશનમાં 28 ટકા ઘટાડો કરવા માંગે છે. વાસ્તવમાં અમેરિકા ફેડરલ રિઝર્વની કડક મોનિટરી પોલિસી અને મંદીની ચિંતાઓના કારણે આ વર્ષે અમેરિકી ટેકનોલોજીના શેરોમાં પણ જબરદસ્ત ઘટાડો આવ્યો છે. જેના કારણે રોકાણકારોમાં ડરનો માહોલ છે.


    એલોન મસ્ક પણ બનાવી રહ્યા છે છંટણીની યોજના


    આ પહેલ ઘણી અન્ય અમેરિકી કંપની પણ છંટણી દ્વારા તેના ઘણા કર્મચારીઓને નોકરીમાંથી નીકાળવાની જાહેરાત કરી ચૂકી છે. ટ્વિટરના અધિગ્રહણ પછી, એલોન મસ્ક પણ મોટા પાયે કર્મચારીઓની છંટણી કરવાની યોજના બનાવી રહ્યા છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Employees, Global

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन