Home /News /business /Bikaji Foodsના IPOનું શાનદાર લિસ્ટિંગ, રોકાણકારોને થયો ગજબનો ફાયદો; હવે આગળ શું કરવું?

Bikaji Foodsના IPOનું શાનદાર લિસ્ટિંગ, રોકાણકારોને થયો ગજબનો ફાયદો; હવે આગળ શું કરવું?

બીકાજી ફૂડ્સના આઈપીઓનું શાનદાર લિસ્ટિંગ

Bikaji Foods IPO: બીકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલના શેર બુધવારે NSE અને BSE પર લિસ્ટ થયા. કંપનીના શેરોનું લિસ્ટિંગ ઘણું સારું રહ્યુ છે. એનએસઈ પર કંપનીના શેર 322.80 રૂપિયાના સ્તર પર લિસ્ટ થયા છે. તે 300 રૂપિયાની ઈશ્યૂ કિંમતથી 8 ટકા વધારે પ્રીમિયમને દર્શાવે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ બીકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલના શેર બુધવારે NSE અને BSE પર લિસ્ટ થયા. કંપનીના શેરોનું લિસ્ટિંગ ઘણું સારું રહ્યુ છે. એનએસઈ પર કંપનીના શેર 322.80 રૂપિયાના સ્તર પર લિસ્ટ થયા છે. તે 300 રૂપિયાની ઈશ્યૂ કિંમતથી 8 ટકા વધારે પ્રીમિયમને દર્શાવે છે. પેકેજ્ડ નાસ્તો બનાવનારી કંપનીના શેર બીએસઈ પર સાત ટકા પ્રીમિયમની સાથે 321.15 રૂપિયાના સ્તર પર લિસ્ટ થયા છે.

    બીકાજી ફુડ્સ આઈપીઓને જીએમપી

    દલાલ સટ્રીટ પર લિસ્ટિંગ બીકાજી ફુડ્સ ઈન્ટરનેશનલના શેર ગ્રે માર્કેટમાં 25-30 રૂપિયાના પ્રીમિયમની સાથે ઉપલબ્ધ હતા, જેના સંકેત મળવા લાગ્યા હતા, કે આ IPOનું લિસ્ટિંગ અદ્ભુત થવાનું છે.

    આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 75 રૂ.ના આ શેરમાં કરો રોકાણ; 65 ટકા સુધી મળશે વળતર

    ત્રીજી સૌથી મોટી વંશીય નાસ્તાની કંપની

    બીકાજી ફુડ્સ ભારતની ત્રીજી સૌથી મોટી વંશીય નાસ્તાની કંપની છે. કંપની મુખ્ય રૂપથી આ છ કેટેગરીમાં પ્રોડક્ટસનું વેચાણ કરે છે- ભુજિયા, નમકીન, પેકેજ્ડ મીઠાઈઓ, પાપડ અને પશ્ચિમી નાસ્તા.

    આ પણ વાંચોઃ Whatsapp ઈન્ડિયાના હેડ અભિજીત બોસ અને Metaના પબ્લિક પોલિસી હેડ રાજીવ અગ્રવાલે આપ્યું રાજીનામું

    કંપનીના આઈપીઓને મળ્યો શાનદાર પ્રતિભાવ

    કંપનીએ આ આઈપીઓ દ્વારા 881 કરોડ રૂપિયા મેળવ્યા છે. કંપનીનો આઈપીઓ ત્રણથી સાત નવેમ્બર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ હતો. કંપનીએ આ આઈપીઓ માટે 285-300 રૂપિયા પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ નક્કી કરી હતી અને તેને રોકાણકારોએ સહજતાથી સ્વીકારી હતી. આ આઈપીએને કુલ 26.67 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સની કેટેગરીમાં આ આઈપીઓને 80.6 ટકા સબસક્રિપ્શન મળ્યુ છે. જ્યારે, બિન સંસ્થાકીય રોકાણકારો કેટેગરીમાં આ આઈપીઓને 7.1 ટકા, રિટેલર્સની કેટેગરીમાં 4.77 ટકા અને કર્મચારીઓની કેટેગરીમાં 4.38 ટકા સબસ્ક્રિપ્શન મળ્યુ છે.


    બીકાજી ફુડ્સના શેરોની કિંમત

    સવારે 10:57 વાગ્યે બીકાજી ફૂડ્સના શેર 28.15 રૂપિયા એટલે કે 9.38 ટકાના ઉછાળા સાથે 328.15 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યા હતા. દિવસના કારોબાર દરમિયાન એક સમયમાં તે 334.70 રૂપિયાના સ્તરને પણ સ્પર્શી ચૂક્યો છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, IPO News, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन