બ્લેકમની જાહેર નહીં કરનારાઓને પસ્તાવું પડશે

Haresh Suthar | News18
Updated: October 3, 2015, 12:53 PM IST
બ્લેકમની જાહેર નહીં કરનારાઓને પસ્તાવું પડશે
બ્લેક મની મામલે લાલ આંખ કરવાનો ઇશારો કરતાં નાણા મંત્રાલયે કહ્યું કે, વિદેશોમાં જમા અજ્ઞાત સંપત્તિનો ખુલાસો નહીં કરનારાઓને અને બ્લેક મની યોજનાનો ફાયદો નહીં લેનારાઓને પસ્તાવાનો વારો આવશે.

બ્લેક મની મામલે લાલ આંખ કરવાનો ઇશારો કરતાં નાણા મંત્રાલયે કહ્યું કે, વિદેશોમાં જમા અજ્ઞાત સંપત્તિનો ખુલાસો નહીં કરનારાઓને અને બ્લેક મની યોજનાનો ફાયદો નહીં લેનારાઓને પસ્તાવાનો વારો આવશે.

  • News18
  • Last Updated: October 3, 2015, 12:53 PM IST
  • Share this:
નવી દિલ્હી # બ્લેક મની મામલે લાલ આંખ કરવાનો ઇશારો કરતાં નાણા મંત્રાલયે કહ્યું કે, વિદેશોમાં જમા અજ્ઞાત સંપત્તિનો ખુલાસો નહીં કરનારાઓને અને બ્લેક મની યોજનાનો ફાયદો નહીં લેનારાઓને પસ્તાવાનો વારો આવશે.

આર્થિક બાબતોના સચિવ શક્તિદાસે એક ટ્વિટ કરીને કહ્યું કે, બ્લેક મની વિરૂધ્ધની લડાઇએ આર્થિક સુધારાનો જ ભાગ છે. એક દેશની હેસિયતથી આપણે બ્લેક મનીના રૂપમાં અર્થ વ્યવસ્થાની વૃધ્ધિને કમજોર કરવાની મંજૂરી ના આપી શકાય. બ્લેક મની જાહેર કરવાની યોજનામાં 638 અરજીઓ સામે આવી છે. જેમાં 3770 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.

દાસે કહ્યું કે, બ્લેક મની યોજનામાં જેમણે પોતાની બ્લેક મની જાહેર નથી કરી એમને પસ્તાવાનો વારો આવશે. આ યોજનાની મુદત 30મી સપ્ટેમ્બરે પુરી થઇ ગઇ છે. આ અંતગર્ત આવા લોકો વિદેશોમાં રહેલી પોતાની અજ્ઞાત સંપત્તિ જાહેર કરી શકતા હતા. પરંતુ જેમણે નથી કરી એવા લોકોને હવે ભોગવવું પડશે.
First published: October 3, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading