Valentine Day : આ રીતે શરૂ કરો જીવનસાથી સાથે ભવિષ્યનું નાણાંકીય આયોજન, આર્થિક મુશ્કેલી દુર જ રહેશે

Valentine Day : આ રીતે શરૂ કરો જીવનસાથી સાથે ભવિષ્યનું નાણાંકીય આયોજન, આર્થિક મુશ્કેલી દુર જ રહેશે
પ્રતિકાત્મક તસવીર

મહિલાઓમાં શિક્ષણની સાથે હવે દુનિયાદારીની સમજ વધતા ઘર ચાલવવામાં પણ મહિલાઓની ભાગીદારી વધી છે.

  • Share this:
    ભારતમાં અત્યારસુધી ઘરનો એક ઘણી કમાય અને અન્ય કુટુંબીજનો બેસીને ખાય તેવું હતું. પરંતુ, આજના મોર્ડન અને મોંઘવારીના જમાનામાં હવે ઘરનો ખર્ચો એકલા હાથે ચલાવવો સંભવ નથી. મહિલાઓમાં શિક્ષણની સાથે હવે દુનિયાદારીની સમજ વધતા ઘર ચાલવવામાં પણ મહિલાઓની ભાગીદારી વધી છે. નોકરી અને સ્વરોજગાર થકી નારીશક્તિ પણ તેમને આર્થિક શક્તિ આજકાલ રજૂ કરી રહી છે.

    ઘરમાં પતિ-પત્નીની ડબલ આવકને પગલે હવે ભારતીય કૌટુંબિક જીવનસ્તરમાં સતત સુધારો થઈ રહ્યો છે. માત્ર આવક જ નથી વધી રહી, જીવનશૈલી, જરૂરી ખર્ચ, સ્વાસ્થ્ય જવાબદારીઓનું સ્તર ઉંચું જઈ રહ્યું છે, આગામી પેઢી પર ખર્ચ એટલે કે હાલનું ઉચ્ચ નવતર શિક્ષણ પણ એક રોકાણ સમાન જ છે, જે યુગલની આવકથી આજકાલ સંભવ બની રહ્યું છે.



    બંનેની આવકથી માત્ર આવતીકાલ સારી નથી બનતી, તેઓ વર્તમાનને પણ સારૂં બનાવી રહ્યા છે. પારિવારીક જરૂરિયાતો જ નહીં, એકબીજા પ્રત્યેની જરૂરિયાત અને શોખ ઉંચા જઈ રહ્યાં છે, એકબીજાની પસંદ પાછળ પણ નોકરીની આવકને પગલે ખર્ચ વધી રહ્યો છે.

    અહીં કેટલાક ઉદાહરણો છે કે જ્યાં નાણાંકીય સહયોગ પરિવારના લાભ માટે કાર્ય કરે છે.

    આ પણ વાંચોQ3 રિઝલ્ટ્સ બાદ શેરખાને ડબલ ડિજિટના વળતર માટે સૂચવ્યા 10 લાંબા ગાળાના શેર

    જીવન ધોરણ 

    બે વ્યક્તિઓની આવકથી તમારી જ નહીં સમગ્ર કુટુંબની જીવનશૈલીને સરળતાથી અપગ્રેડ કરી શકશો. બાળકો વધુ સારી શાળામાં જઈ શકે છે, વડીલો અથવા જરૂરી લોકો વધુ સારી તબીબી સહાય મેળવી શકે છે. પરિવાર સાથે ફરવાના પ્લાનિંગ અને મોટી કાર સહિતના અનેક ફાયદા થાય છે.

    ઝડપથી હાંસલ કરો ટૂંકા ગાળાના લક્ષ્યાંકો 

    તમારા ઘરના બજેટમાં થોડા જ ફેરફારથી યુગલની આવકથી તમે કુટુંબના વેકેશન, ઘરેણાંની ખરીદી માટે અથવા નવા સ્માર્ટફોન માટે પૈસા અલગ રાખવાનું સરળ થઈ શકે છે. જોકે એ પણ મહત્વપૂર્ણ છે કે દંપતીમાં એકસરખી સમજદારી હોય અને વ્યક્તિગત ખર્ચની વાત આવે ત્યારે કોઈ આશ્ચર્ય અથવા કડવાશ ન આવે કે આ ખર્ચો હું કેમ કરૂં?

    દેવામાં ઘટાડો 

    અતિશય અને ખર્ચાળ દેવું કુટુંબના નાણાકીય લક્ષ્યોને ધ્વસ્ત કરી શકે છે. એક કુટુંબ તરીકે તમારે ઉંચા વ્યાજવાળા ઋણની ઝડપી ચુકવણીને પ્રાધાન્ય આપવું જરૂરી બને છે અથવા અંગત-અંગત લીધેલ તમામ લોન એક જ લોન હેઠળ આવરી લેવી. આમ કરતા દંપતી અને પરિવાર દેવાના ડુંગર હેઠળથી બહાર આવશે અને એક સારું જીવન જીવી શકશે.

    આ પણ વાંચોબેન્કોમાં 35,000 કરોડ રૂપિયા જમા! જે લેવાવાળુ કોઈ નથી, જોઈલો તમારા પૈસા તો નથી ફસાયાને

    હેલ્થ કવરને ખાસ પ્રધાન્ય આપવું 

    નાના બાળક (Toddlers) થી લઈને સિનિયર સિટીઝન્સ સુધીના આખા કુટુંબની વીમાની જરૂરિયાત એક જ ફેમિલી ફ્લોટર પ્લાનમાં સંભાળી લેવી. આવી નીતિઓ માતાપિતા/સાસરાવાળાઓને વીમો આપવા માટે પણ ઉપયોગી હોય છે. કારણકે તેમની વૃદ્ધાવસ્થાને લીધે તેઓને વ્યક્તિગત રૂપે હેલ્થ કવરેજ મેળવવામાં મુશ્કેલી પડે છે.

    ટેક્સ જવાબદારી ઘટાડવી 

    એક સાથે નાણાકીય યોજનાઓ કરવાથી યુગલો છૂટ/કપાતનો લાભ ઉઠાવી શકે, તે પ્રમાણે શ્રેષ્ઠ આયોજનબદ્ધ રોકાણોની વ્યૂહરચના ઘડવી. ઉદાહરણ તરીકે, જો તમારા બે બાળકો છે, તો દરેક માતાપિતા તેમના ખાતામાંથી શાળા ફી અલગથી ચૂકવી શકે છે અને કલમ 80સી હેઠળ કપાત તરીકે તેના ભાગનો દાવો કરી શકે છે.

    આ પણ વાંચો - એરટેલે જાહેર કર્યું Q3 રિઝલ્ટ : રોકાણકારોએ હવે શું કરવું?

    Retirementને સુરક્ષિત કરવું

    તમારા જીવનસાથી સાથે લાંબાગાળાની નાણાંકીય યોજનાનો અર્થ એ પણ છે કે તમે તમારા નિવૃત્તિના પ્લાનને પણ ઝડપથી પાર પાડી શકો છો. અમુક સમયે પાર્ટનરની નોકરી જવા, આવક ઘટવાના સહિતના અનેક કારણોસર કુલ ઈન્કમ ઘટે છે અને તેવામાં યુવાનીના સમયમાં આ બફર રકમ કામ આવી શકે છે.

    Valentine Dayની Sweet સલાહ 

    એકબીજાની આવક જોઇને સમજદારીપૂર્વક સ્પર્ધા કરીને પોતાના સ્તરને ઉપર લાવવા માટે પણ આજકાલના યુગલ પ્રત્યન કરી રહ્યા છે, જે આજકાલની યુવાપેઢી માટે પણ એક મિસાલ બની રહી છે.

    હાલના જીવનમાં બે વ્યકતિની આવકમાંથી એકની આવકથી ઘર ચાલે છે અને બીજાની આવક્થી ભવિષ્ય માટે રોકાણ થઈ રહ્યું છે. આ એક સારી પદ્ધતિ છે. પરંતુ, હજુ પણ પ્રેમ અને એકબીજા પ્રત્યેનો આદર ઉંચો લાવવો હોય, તો ઘરનો ખર્ચ પુરૂષ કરે અને નોકરીને લગતા જેમ કે ટ્રાન્સપોર્ટેશન, કપડાં ખર્ચ મહિલા કરે અને બંનેની આવકમાંથી અમુક નિશ્ચિત હિસ્સો રોકાણ માટે ફાળવવામાં આવશે, તો તમે એકબીજાને આ વર્ષે ઉત્તમ વેલેન્ટાઈન કપલ ગિફ્ટ આપી શકશો.
    Published by:kiran mehta
    First published:February 10, 2021, 17:40 pm

    ટૉપ ન્યૂઝ