Home /News /business /Heroની આ જબરદસ્ત બાઇક આપે છે 80 KMની માઇલેજ, કિંમત છે માત્ર 51,200 રૂપિયા

Heroની આ જબરદસ્ત બાઇક આપે છે 80 KMની માઇલેજ, કિંમત છે માત્ર 51,200 રૂપિયા

પેટ્રોલના સતત વધી રહેલા ભાવની વચ્ચે Heroની આ બાઇક વધુ માઇલેજ આપનો ખર્ચો કરશે ઓછો

પેટ્રોલના સતત વધી રહેલા ભાવની વચ્ચે Heroની આ બાઇક વધુ માઇલેજ આપનો ખર્ચો કરશે ઓછો

નવી દિલ્હી. હાલના સમયમાં સમગ્ર દેશમાં પેટ્રોલના ભાવ (Petrol Price Hike) 80 રૂપિયા પ્રતિ લીટરથી વધુ પર છે. એવામાં જો તમે પોતાનો ખર્ચો ઓછો કરવા માટે વધુ માઇલેજવાળી બાઇક (Bike) શોધી રહ્યા હશો તો આપના માટે Hero HF Deluxe એક શ્રેષ્ઠ ઓપ્શન હોઈ શકે છે. આ બાઇકની પ્રારંભિક કિંમત 51,200 રૂપિયા છે અને આ બાઇક 83 kmplની માઇલેજ (Mileage) આપે છે. આવો જાણીએ આ બાઇક વિશે બધું જ...

Hero HF Deluxeનું એન્જિન- હીરો મોટોકોર્પે આ બાઇકમાં 97.2cc એર કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર OHC એન્જિન આપ્યું છે. જે 8.2bhpના પાવર અને 8.05Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે જ આ બાઇકમાં આપને 4 સ્પીડ ગિયરબોક્સ પણ મળશે. બીજી તરફ હીરો મોટોકોર્પનો દાવો છે કે આ બાઇક 83kmplની માઇલેજ આપે છે.

આ પણ વાંચો, SBIએ ગ્રાહકોને આપી ચેતવણી! ગેરકાયદેસર ઇન્સ્ટન્ટ લોન મેસેજ લિંક્સ પર ન કરો ક્લિક, નહીં તો...

Hero HF Deluxeના ફીચર્સ- Hero HF Deluxeના ફ્રન્ટમાં ટેલિરસ્કોપિક હાઇડ્રોલિક શોક અબ્સોર્બર આપવામાં આવે છે. બીજી તરફ. તેના રિયરમાં સ્વિંગ આર્મની સાથે 2-સ્ટેજ એડજસ્ટેબલ રિયર સસ્પેનશન મળે છે. Hero HF Deluxeમાં 130 મિલીમીટરની ફ્રન્ટ ડ્રમ બ્રેક હોય છે. તેની સાથે જ તેના રિયરમાં 130 મીલીમીટરની રિયર ડ્રમ બ્રેક હોય છે. સુરક્ષા માટે તેમાં ગ્રાહકોને CBS ફીચર મળે છે.

આ પણ જુઓ, PHOTOS: બાળકોની જીદ પર છત પર બનાવ્યું 35 ફુટ લાંબું પ્લેન, અંદર છે આવી સુવિધાઓ

Hero HF Deluxe વેરિયન્ટ અને કિંમત

>> કિક સ્ટાર્ટ ડ્રમ બ્રેક અલોય વ્હીલ- FI: 51,200
>> કિક સ્ટાર્ટ ડ્રમ બ્રેક સ્પોક વ્હીલ- FI: 50,200
>> સેલ્ફ સ્ટાર્ટ ડ્રમ બ્રેક અલોય વ્હીલ- FI- i3s: 59,900
>> સેલ્ફ સ્ટાર્ટ ડ્રમ બ્રેક સ્પોક વ્હીલ- FI- ALL BLACK: 60,025
First published:

Tags: Auto news, Bike, Hero, Hero motocorp, Motorcycle

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો