Home /News /business /‘સ્વર્ગની યાત્રા’ કરાવે છે આ ટ્રેન, ગતિ તો સાયકલ કરતા પણ ધીમી; Photo'sમાં જુઓ ‘સફરની ઝલક’
‘સ્વર્ગની યાત્રા’ કરાવે છે આ ટ્રેન, ગતિ તો સાયકલ કરતા પણ ધીમી; Photo'sમાં જુઓ ‘સફરની ઝલક’
હવે જીવતા જાગતા કરો સ્વર્ગની યાત્રા
આ ટ્રેનનું નામ છે નીલગિરિ પેસેન્જર, આ મેટ્ટુપલયમ રેલવે સ્ટેશનથી નીકળે છે અને ઉટી સ્ટેશન પર સમાપ્ત થાય છે. મેટ્ટુપલયમ-ઉટી નીલગિરી પેસેન્જર ટ્રેન ભારતની સૌથી ધીમી ટ્રેન છે. જે 9 કિમી પ્રતિ કલાકની ગતિએ ચાલે છે.
આ ટ્રેનનું નામ છે નીલગિરિ પેસેન્જર, આ મેટ્ટુપલયમ રેલવે સ્ટેશનથી નીકળે છે અને ઉટી સ્ટેશન પર સમાપ્ત થાય છે. મેટ્ટુપલયમ-ઉટી નીલગિરી પેસેન્જર ટ્રેન ભારતની સૌથી ધીમી ટ્રેન છે. જે 9 કિમી પ્રતિ કલાકની ગતિએ ચાલે છે. જે ભારતની સૌથી ઝડપી ટ્રેનની સરખામણીએ લગભગ 16 ટકા ધીમી છે.
આ ભારતની સૌથી ધીમી ટ્રેન કેલર, કુન્નૂર, વેલિન્ગટન, લવડેલ અને ઉટાકામુન્ડ સ્ટેશનો પરથી પસાર થાય છે. મેટ્ટુપલાયમ ઉટી નીલગિરિ પેસેન્જર ટ્રેનના ડબ્બા બ્લૂ અને ક્રીમ રંગની લાકડીથી બનેલા હોય છે. જેમાં મોટા આકારની બારીઓ નીલગિરી પહાડિયોની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લેવા માટે હોય છે.
યુનેસ્કોની વેબસાઈટના અનુસાર, નીલગિરી માઉન્ટેન રેલવે નિર્માણ પહેલી વાર 1854માં પ્રસ્તાવિત કરવામાં આવ્યુ હતું, પરંતુ પહાડી સ્થાનની મુશ્કેલીઓના કારણે, કામ 1891માં શરૂ થયું અને 1908માં પૂરૂ થયું. યૂનેસ્કોએ આ પણ કહ્યુ કે, આ રેલવે સ્ટેશન 326 મીટરથી 2202 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે.
ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ અને જનરલ બંને પ્રકારના કોચ છે. આ ટ્રેન મેટ્ટુપાલયમ સ્ટેશનથી સવારે 7.10 વાગ્યે નીકળે છે અને બપોરે લગભગ 12 વાગ્યે ઉટી પહોંચે છે.
ટ્રેન બપોરના 2 વાગ્યાથી ઉટીથી નીકળી સાંજે 5.30 વાગ્યે મેટ્ટુપાલયમ સ્ટેશન પર પરત આવે છે. ટ્રેનની ટિકિટ રેલવે સ્ટેશનના કાઉન્ટર કે આઈઆઈસીટીસીની વેબસાઈટ પર બુક કરાવી શકાય છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર