Home /News /business /આ શેરે રોકાણકારોને હિંચકે ઝુલાવ્યા, 5000%થી પણ વધારે વળતર આપ્યું; બ્રોકરેજે કહ્યું- હજુ પણ લગાવો રૂપિયા
આ શેરે રોકાણકારોને હિંચકે ઝુલાવ્યા, 5000%થી પણ વધારે વળતર આપ્યું; બ્રોકરેજે કહ્યું- હજુ પણ લગાવો રૂપિયા
આ શેરમાં કમાણીના ચાન્સ
સ્થાનિક બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે આ શેરમાં રોકાણ માટે 290 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરી છે. જે વર્તમાન ભાવ કરતા 41 ટકા વધારે છે. આ શેર 6 જાન્યુએ બીએસઈ પર 205.10 રૂપિયાના ભાવ પર બંધ થાય છે. તેની માર્કટ કેપ 1,153.07 કરોડ રૂપિયા છે.
નવી દિલ્હીઃ ટેક્સટાઈલ સેક્ટરની દિગ્ગજ કંપની નિતિન સ્પિનર્સે લાંબાગાળામાં તેના રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. એક વર્ષમાં આ શેરમાં 35 ટકાનો ઘટાડો થયો, પરંતુ માર્કેટ એક્સપર્ટ તેને શાનદાર નફો કમાવવાના ગોલ્ડન ચાન્સ તરીકે જોઈ રહ્યા છે. સ્થાનિક બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે આમાં રોકાણ માટે 290 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરી છે. જે વર્તમાન ભાવ કરતા 41 ટકા વધારે છે. આ શેર 6 જાન્યુએ બીએસઈ પર 205.10 રૂપિયાના ભાવ પર બંધ થાય છે. તેની માર્કટ કેપ 1,153.07 કરોડ રૂપિયા છે.
14 વર્ષમાં 5597 ટકા વળતર
નીતિન સ્પિનર્સના શેર 6 માર્ચ 2009ના રોજ માત્ર 3.60 રૂપિયાના ભાવ પર મળી રહ્યા હતા. હવે તે 205.10 રૂપિયાના ભાવ પર એટલે કે 14 વર્ષમાં તેણે રોકાણકારોને 5596 ટકાનું વળતર આપ્યુ છે.જો કે, ગત વર્ષે રોકાણકારો વધારે ફાયદામાં હતા કારણ કે ત્યારે શેર 8 ફેબ્રુ 2022ના રોજ 345.75 રૂપિયાની રેકોર્ડ ઊંચાઈ પર હતા. તે સમયે 6 માર્ચ 2009ના રોજ નિતિન સ્પિનર્સમાં રૂપિયા લગાવવાવાળા લોકો 9504 ટકા ફાયદામાં હતા. રેકોર્ડ હાઈ પરથી ગબડીને આ શેર માત્ર 4 મહિનામાં જ 20 જૂન 2022ના રોજ 47 ટકા તૂટીને 182.10 રૂપિયાના ભાવ પર આવી ગયા.જો કે ફરીથી આમા તેજીના અણસાર જણાઈ રહ્યા છે. અને હવે તે 13 ટકા રિકવર પણ થઈ ગયો છો. હાલ તે તેની રેકોર્ડ કિંમત કરતા 41 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે.
નિતિન સ્પિનર્સ દોરો બનાવે છે. તેનો બિઝનેસ માત્ર ભારતમાં જ નહિ પણ 50થી વધારે દેશોમાં નિકાસ પણ કરે છે. સ્થાનિક બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના પ્રમાણે, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં સામાન્ય રીતે ચક્રિય સ્થિતિ હોય છે, એટલે કે એક સમયે ધંધામાં મંદી હોય છે અને એક સમયમાં તેજી પરંતુ નિતિન સ્પિનર્સ સતત આગળ વધી રહ્યુ છે. જેનાથી તેની ક્ષમતાનો અંદાજ લગાવી શકાય છે.
બ્રોકરેજ ફર્મના પ્રમામે, યાર્નથી લઈને ફેબ્રિકમાં તેની દમદાર ઉપલબ્ધતાના કારણે તે વૈશ્વિક ટેક્સટાઈલ માર્કેટમાં નિકાસના અવસરોને પ્રાપ્ત કરવાની સ્થિતિમાં છે. સરકાર બીજા દેશોની સાથે મુક્ત વેપાર કરાર કરી રહી છે. જેનાથી તેને ફાયદો મળશે. આ બધા કારણોને લઈને બ્રોકરેજ ફર્મે આમાં રોકાણની સલાહ આપી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર