Home /News /business /શું તમે પણ Child Insurance Plan લેવા જઈ રહ્યા છે? જાણો કઈ કઈ વાતોનું રાખશો ધ્યાન

શું તમે પણ Child Insurance Plan લેવા જઈ રહ્યા છે? જાણો કઈ કઈ વાતોનું રાખશો ધ્યાન

ચાઇલ્ડ ઇન્શ્યોરન્સ પ્લાન

Child insurance plan: પોલિસી ધારકે એ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તે પોતે કેટલું જોખમ ઉઠાવી શકે છે. જેટલું વધારે રિસ્ક એટલું વધારે રિટર્ન એ બાબત તદ્દન સાચી છે.

મુંબઈ: બદલાતા સમયમાં Child Insurance Planનું ચલણ વધ્યું છે. બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે લોકો ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પ્લાન લેવાનો આગ્રહ રાખે છે. જો કે તે ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવામાં કેટલીક ભૂલો (Mistakes while buying child insurance plan) કરતા હોય છે, જેને કારણે આગળ જતાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલાક પેરેન્ટ્સ પોતાના બાળકોને સારું અને હાયર એજ્યુકેશન (Higher education) આપવાનાં ઈરાદે ચાઈલ્ડ ઇન્શ્યોરન્સ અથવા તો ચાઈલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરતા હોય છે. આવા સમયે કેટલીક ભૂલોને કારણે તેમને ઓછું રિટર્ન મળતું હોય છે.

આજનાં સમયમાં સ્કૂલના ભણતરથી લઈને પ્રોફેશનલ ડિગ્રી સુધીનાં અભ્યાસ માટે મોટી રકમની જરૂર પડતી હોય છે. એવામાં 10-15 વર્ષ પહેલા યોગ્ય પ્લાનિંગ કરવાથી અભ્યાસ માટે સારી રકમ ભેગી કરી શકાય છે.

વધારાનું રિસ્ક લેવાથી બચવું

પોલિસી ધારકે એ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તે પોતે કેટલું જોખમ ઉઠાવી શકે છે. જેટલું વધારે રિસ્ક એટલું વધારે રિટર્ન એ બાબત તદ્દન સાચી છે, પરંતુ કોઈ પણ પ્લાનને સમજ્યાં વગર પોતાની મહેનતની બધી કમાણી તે પ્લાન પર લગાવતા પહેલા પોતાની રિસ્ક ઉઠાવવાની ક્ષમતા સમજવી ખુબ જરૂરી છે. નિષ્ણાંતોના અનુસાર લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ માટે અને મધ્યમ સ્તરનાં જોખમ ધરાવતા હોય તેવાં પ્લાનની પસંદગી સાથે આગળ વધવું જોઈએ.

આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

મોંઘવારીના દરને ગણતરીમાં કરો સામેલ

તમારા સંતાનોના ભણતરનો ખર્ચ 5થી 10 વર્ષ પછી થશે, આવા કિસ્સામાં મોંધવારીનો દર શામેલ કરવો એ સલાહનીય છે. માની લઈએ કે આજના સમયમાં કોઈ કોર્સની વાર્ષિક ફી 10 લાખ રુપિયા છે, પરંતુ આવનારા 5 કે 10 વર્ષમાં 10 લાખની કિંમતમાં વાર્ષિક 5 ટકાના દરથી વૃદ્ધિ થાય તો તમારા સંતાનના અભ્યાસના સમયે તે કિંમત 21.07 લાખ રુપિયા સુધી પહોંચી જશે. તેથી જ પેરેન્ટ્સે રોકાણ કરતી વખતે ઈન્ફ્લેશન રેટને ધ્યાનમાં રાખવો જરૂરી છે.

પહેલા પોતાનું ઈન્શ્યોરન્સ કરાવો

ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પ્લાન લેતા પહેલા માતા પિતાએ પોતાનું ઈન્શ્યોરન્સ કરાવવું જરૂરી છે. જો તમારું કોઈ કારણસર મૃત્યું થાય, તો ઈન્શ્યોરન્સનાં ડેથ બેનિફિટથી આખા પરિવારને નાણાકીય સહાય મળે છે. પોતાનું ઈન્શ્યોરન્સ લેવાથી મુશ્કેલીનાં સમયમાં તમારા પરિવારને મદદ મળશે. તમારા ઈન્શ્યોરન્સથી આખો પરિવાર સચવાઈ શકે છે માટે ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ કરાવતા પહેલા પર્સનલ ઈન્શ્યોરન્સ જરૂરથી કરાવવું જોઈએ.

આ પણ વાંચો: Health Insurance લેતા સમયે આ પાંચ ભૂલ બિલકુલ ન કરશો, નહીં તો થશે મોટું નુકસાન

પોલિસી ટર્મ ધ્યાનમાં રાખો

તમારા બાળકની ભવિષ્યની જરૂરિયાત અને પોલિસી ટર્મમાં તાલમેલ હોવો ખૂબ જરૂરી છે. જો હાયર એજ્યુકેશન માટે 15 વર્ષ પછી નાણાંની જરૂર પડવાની છે તો 15 વર્ષથી ઓછી કે વધું પોલિસીની પસંદગી કરવાથી કોઈ લાભ થશે નહી.

રોકાણ કરવામાં મોડું ન કરો

મોડું રોકાણ કરવું એ સૌથી સામાન્ય ભૂલ છે. તમે જેટલું મોડું રોકાણ કરશો તેટલું જ તમારું રિટર્ન ઓછું હશે. બાળકના જન્મ સાથે જ રોકાણો કરવાની શરૂઆત કરવી જોઈએ. જો તમારા બાળકના જન્મથી જ તમે દર મહિને 10,000 રુપિયાનું રોકાણ કરો અને તમને તેમાં પર 15 ટકા રિટર્ન મળે, તો જ્યાં સુધી તમારું બાળક 20 વર્ષનું થશે, ત્યાં સુધીમાં તેને 1.33 કરોડ રુપિયાનું ફંડ સરળતાથી મળી રહેશે.
First published:

Tags: Child, Insurance, LIC, Life Insurance

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો