સાડા 6 વર્ષોમાં લેન્સર કન્ટેનરના શેરોની કિંમત 17,238.40 ટકા વધી છે.
Multibagger Share: આજથી લગભગ સાડા છ વર્ષ પહેલા13 એપ્રિલ 2016ના રોજ જ્યારે પહેલી વાર બીએસઈ પર તેના શેરોનું ટ્રેડિંગ શરૂ થયુ હતું, ત્યારે તેની કિંમત માત્ર 2.63 રૂપિયા હતી. આ રીતે ગત સાડા 6 વર્ષોમાં લેન્સર કન્ટેનરના શેરોની કિંમત 17,238.40 ટકા વધી છે.
નવી દિલ્હીઃ ટ્રાન્સપોર્ટ સર્વિસ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ કરવા વાળી કંપની લેન્સર કન્ટેનરના શેર એક વાર ફરી ચર્ચામાં છે. કંપનીએ તેના શેરોને 1:2ના ગુણોત્તરમાં વિભાજિત કે સ્ટોક સ્પલિટ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના માટે 16 ડિસેમ્બરે રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. જેથી કેટલાક દિવસો સુધી કારબોરીઓની નજર આ શેર પર રહેશે. લેન્સર કન્ટેનરના શેરો પર ધ્યાન રહેવા પાછળનું એક કારણ એ પણ છે કે, તેણે લગભગ સાડા 6 વર્ષોમાં તેના રોકાણકારોને તગડું વળતર આપીને લખપતિથી કરોડપતિ બનાવ્યા છે. આ ઉપરાંત તેણે આ વર્ષે પણ રોકાણકારોને લગભગ 150 ટકાનું વળતર આપ્યુ છે.
સાડા 6 વર્ષમાં આપ્યુ 17,238.40%નુ વળતર
લેન્સર કન્ટેનરના શેર આજે એટલે કે બુધવારે બીએસઈ પર લગભગ સપાટ ટ્રેડિંગ સાથે 456 રૂપિયાના ભાવ પર બંધ થયા. જો કે, આજથી લગભગ સાડા છ વર્ષ પહેલા13 એપ્રિલ 2016ના રોજ જ્યારે પહેલી વાર બીએસઈ પર તેના શેરોનું ટ્રેડિંગ શરૂ થયુ હતું, ત્યારે તેની કિંમત માત્ર 2.63 રૂપિયા હતી. આ રીતે ગત સાડા 6 વર્ષોમાં લેન્સર કન્ટેનરના શેરોની કિંમત 17,238.40 ટકા વધી છે.
તેનો અર્થ છે કે, જો કોઈ રોકાણકારે 13 એપ્રિલ 2016ના રોજ લેન્સર કન્ટેનરના શેરોમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજ સુધી કાયમ રાખ્યું હોત તો આજે તેના એક લાખ રૂપિયાનું મૂલ્ય વધીને 1.73 કરોડ રૂપિયા થઈ ગયું હોત અને લખપતિથી કરોડપતિ બની ગયો હોત.
આ વર્ષે આપ્યું 153.89 ટકાનું વળતર
લેન્સર કન્ટેનરના શેરોના હાલના પ્રદર્શનની વાત કરીએ તો, ગત એક મહિનામાં કંપનીના શેરોની કિંમતમાં 6.07 ટકાનો ઘટાડો આવ્યો છે. જો કે, ગત 6 મહિનામાં તેની કિંમત લગભગ 123.69 ટકા વધી છે. જ્યારે આ વર્ષની શરૂઆતથી લઈને હજુ સુધી તેના રોકાણકારોને લગભગ 153.89 ટકાનું વળતર આપ્યુ છે. તેનો અર્થ છે કે, જો કોઈ રોકાણકારે આ કંપનીના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત, તો આજે તે 1 લાખ રૂપિયાનું મૂલ્ય વધીને 2.5 લાખ રૂપિયા થઈ ગયું હોત.
લેન્સર કન્ટેનર 1380 કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યૂ ધરાવતી એક સ્મોલ કેપ કંપની છે. હાલમાં જ ખત્મ થયેલા સપ્ટેમ્બર ક્વાટરમાં કંપનીનો નફો વાર્ષિક આધાર પર 127 ટકા વધીને 12.22 કરોડ રૂપિયા રહ્યો છે. જે આ પહેલાના નાણકીય વર્ષના આ જ ક્વાટરમાં 5.37 કરોડ રૂપિયા હતો. સપ્ટેમ્બર ક્વાટરમાં કંપનીની કુલ આવક વધીને 121 રૂપિયા થઈ છે. જ્યારે તેના કુલ એસેટ વધીને 470.55 કરોડ રૂપિયા પર પહોંચી ગયા છે, જે ગત વર્ષના આ જ ક્વાટરમાં 192.33 કરોડ રૂપિયા હતા.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર