Home /News /business /OMG! આ શેરે એટલું વળતર આપ્યુ કે તમારી 7 પેઢીને પણ કમાવા ન જવુ પડે, આખું ગામ બની ગયું અબજોપતિ
OMG! આ શેરે એટલું વળતર આપ્યુ કે તમારી 7 પેઢીને પણ કમાવા ન જવુ પડે, આખું ગામ બની ગયું અબજોપતિ
આ શેરે આખા ગામને બનાવી દીધું કરોડપતિ
આઈટી કંપની વિપ્રોએ તેના રોકાણકારો પણ ખૂબ જ ધનવર્ષા કરી છે. તેના શેરોમાં જો કોઈ રોકાણકારે 43 વર્ષ પહેલા માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કરીને તેને કાયમ રાખ્યુ હોત તો આજે તે લગભગ 985 કરોડ રૂપિયાના માલિક હોત.
નવી દિલ્હીઃ આઈટી કંપની વિપ્રોએ તેના રોકાણકારો પણ ખૂબ જ ધનવર્ષા કરી છે. તેના શેરોમાં જો કોઈ રોકાણકારે 43 વર્ષ પહેલા માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કરીને તેને કાયમ રાખ્યુ હોત તો આજે તે લગભગ 985 કરોડ રૂપિયાના માલિક હોત. પરંતુ 2022માં આ શેર લગભગ 45 ટકા તૂટ્યો છે.
આ શેરની વર્તમાન કિંમત નિફ્ટી પર 382 રૂપિયા છે. શુક્રવારે તેમાં લગભગ 5 રૂપિયાનો ધટાડો જોવા મળ્યો. જો કે, માત્ર વિપ્રો જ નહિ, જેણે રોકાણકારોને નિરાશા અપાવી છે પણ આવું ઘણા આઈટી સ્ટોક પાસે પણ બન્યુ છે.
જો કે, આ પહેલા વિપ્રોએ તેના રોકાણકારોને દમદાર નફો કરાવ્યો છે. ગત 5 વર્ષમાં આ શેર 64 ટકા સુધી ચઢ્યા છે. તેનું 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર 726 રૂપિયા અને નીચુ સ્તર 372.40 રૂપિયા છે. હાલ તો તેના નીચા સ્તરથી ઘણું જ નજીક છે. તેમ છતાય વિશ્લેષકો તેનાથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. ખબરો અનુસાર, 40માંથી માત્ર 9 એક્સપર્ટ જ આ શેરમાં હોલ્ડની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત 19 એક્સપર્ટ તેને વેચવાની સલાહ આપી રહ્યા છે. તેમજ 12 તેને હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે.
કેવી રીતે આપ્યો નફો
1980માં જો કોઈ રોકાણકારે આ શેરમાં 10,000 રૂપિયા લગાવ્યા હોત અને ધીરજ સાથે રોકાણને કાયમ રાખ્યુ હોત તો તે લગભગ અબજોપતિ થઈ ગયા હોત. આજે તેના રોકાણનું મૂલ્ય 985 કરોડ રૂપિયાને પાર તઈ ગયું હોત. જાણકારી અનુસાર, ત્યારે આ શેરની કિંમત માત્ર 100 રૂપિયા હતી. હવે આ શેર 382 રૂપિયાના ભાવે મળી રહ્યા છે. કંપનીએ આ વચ્ચે શેર વિભાજન કર્યુ અને શેરધારકોને બોનસ શેર પણ આપ્યા. 1980માં જેણે 10,000 રૂપિયા લગાવીને 100 શેર લીધા તેમની પાસે આજે બીજા વધારાના રૂપિયા લગાવ્યા સિવાય 25,536,000 શેર થઈ ગયા છે. કંપનીએ 1989, 92, 95, 97, 04, 05, 2010, 17 અને 19માં બોનસ શેર આપ્યા હતા. 1999માં શેરનું વિભાજન કરવામાં આવ્યુ હતું. આ રીતે રોકાણકારોને પાસે શેરની સંખ્યા ઘણી વધી ગઈ છે.
આ કંપનીની શરૂઆત મહારાષ્ટ્રના એક ગામ આલમનેરથી થઈ હતા. આજે પણ અહીં જે બાળકો જન્મે છે તેમના માટે વિપ્રોના શેર ખરીદવામાં આવે છે. ખબરો અનુસાર, આ ગામમાં દરેક પરિવારની પીસે વિપ્રોના શેર છે અને તે કરોડપતિ શેરના રૂપમાં ફેમસ થઈ ગયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર