Home /News /business /1 વર્ષમાં આપ્યું 1000% વળતર, 1 લાખને બનાવી દીધા 11 લાખ; હવે કંપની આપશે 2 બોનસ શેર

1 વર્ષમાં આપ્યું 1000% વળતર, 1 લાખને બનાવી દીધા 11 લાખ; હવે કંપની આપશે 2 બોનસ શેર

1 શેર પર મળશે 2 બોનસ શેર

શુક્રવારે 27 જાન્યુ, 2023ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક થઈ હતી, જે બાદ મલ્ટીબેગર સ્મોલ-કેપ કંપનીએ બોનસ શેર આપવા માટે ભારતીય બજારોને સૂચના આપી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ઈક્વિટી શેરધારકોને પ્રત્યેક 1 ઈક્વિટી શેર માટે 2 બોનસ શેર ‘રેકોર્ડ ડેટ’પર આપવામાં આવશે.

વધુ જુઓ ...
  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ કેપ્ટન પાઈપ્સના શેર તે મલ્ટીબેગર શેરોમાંથી એક છે, જેમણે ગત વર્ષે એક વર્ષમાં મલ્ટીબેગર વળતર આપ્યું છે. આ સ્મોલ-કેપ શેર ગત એક વર્ષમાં 1,000 ગણો વધી ગયો છે. પરંતુ લાંબાગાળાના રોકાણકારો માટે તો ખુશખબરી બાકી છે. સ્મોલ-કેપ કંપની તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આગામી બેઠકમાં બોનસ શેર બહાર પાડવા અને શેર વિભાજન પર વિચાર કરવા જઈ રહી છે. કંપનીના ડિરેક્ટરોએ 27 જાન્યુ,2023ના રોજની બેઠકમાં આ નિર્ણય લીધો હતો.

શુક્રવારે 27 જાન્યુ, 2023ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક થઈ હતી, જે બાદ મલ્ટીબેગર સ્મોલ-કેપ કંપનીએ બોનસ શેર આપવા માટે ભારતીય બજારોને સૂચના આપી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ઈક્વિટી શેરધારકોને પ્રત્યેક 1 ઈક્વિટી શેર માટે 2 બોનસ શેર ‘રેકોર્ડ ડેટ’પર આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા કંપનીના ઈક્વિટી શેરોને વિભાજિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Budget 2023: બજેટના દિવસે ત્રણ ટ્રેડિંગ નિયમો અપનાવો તિજોરી છલકાશે, મનુ ભાટિયાએ ગણાવ્યા ફાયદા

કેપ્ટન પાઈપ્સ શેર પ્રાઈસ હિસ્ટ્રી


કેપ્ટન પાઈપ્સના શેર તેના શેરધારકો માટે રૂપિયા બનાવનારા શેરોમાંના એક છે. ગત એક મહિનામાં, તેણે તેના રોકાણકારોને લગભગ 35 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે ગત 6 મહિનામાં, આ મલ્ટીબેગર શેરે તેના લાંબાગાળાના સ્થાનીય રોકાણકારોને 400 ટકા રિટર્ન આપ્યું છે. જો કે, ગત એક વર્ષમાં તે 1,000 ટકાથી વધારે વધ્યો છે. આ હિસાબથી જો કોઈ રોકાણકારોએ આ શેરમાં એક વર્ષ પહેલા 1 લાખ લગાવ્યા હોત, તો તેના 1 લાખના આજે 11 લાખ બની ગયા હોત.

કંપની T+2 આધાર પર કરે છે સેટલમેન્ટ


વર્તમાનમાં કેપ્ટન પાઈપ્સ બીએસઈ પર “M” ગ્રુપના હેઠળ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ સેગમેન્ટામં ટ્રેડ કરે છે. એસએમઈ સેગમેન્ટમાં ટ્રેંડિંગ,ક્લિયરિંગ અય્ર સેટલમેન્ટ T+2 આધાર પર કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ એક પણ રુપિયાના ખર્ચ વગર નેચરલ ફાર્મિંગ, તમે પણ આ રીતે લાખો કમાઈ શકો

કેપ્ટન પાઈપ્સની માર્કેટ કેપ 290 કરોડ રૂપિયા


જાણકારી અનુસાર, કેપ્ટન પાઈપ્સ લિમિટેડ ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરે છે અને તેની માર્કેટ કેપ 290 કરોડ રૂપિયા છે. ગુજરાતમાં સ્થિત કેપ્ટન પાઈપ્સ લિમિટેડ દ્વારા યૂપીવીસી કોલમ પાઈપ, યૂપીવીસી પ્લમ્બિંગ પાઈપ અને ફિટિંગ, સીપીવીસી પ્લંબિગ પાઈપ અને ફિટિંદ, કેસિંગ પાઈપ અને પીવીસી પ્રેશર પાઈપ દ્વારા બનાવીને નિકાસ કરવામાં આવે છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Investment, Stock market

विज्ञापन