નવી દિલ્હી: શેરબજારમાં (Stock Market)મોટી તેજીથી રોકાણકારોને ઘણો ફાયદો મળી રહ્યો છે. ઘણા નાના (Small stock) અને મોટા શેરો સારું પ્રદર્શન કરી રહ્યા છે. આજે અમે તમને મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) વિશે જણાવી રહ્યા છીએ, જેણે વર્ષ દરમિયાન 542 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ શેર છે - બાલાજી અમાન્સ (Balaji Amines).
ગયા વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં, આ શેરની કિંમત 618 રૂપિયા હતી અને ગઈકાલે એટલે કે, બુધવારે તેની કિંમત 3,977 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે કે, એક વર્ષમાં આ સ્ટોકમાં 542 ટકાનો વધારો થયો છે. તેની સરખામણીમાં બેન્ચમાર્ક સેન્સેક્સ એક વર્ષમાં લગભગ 45 ટકા વધ્યો છે. જોકે, આજે આ સ્ટોક 1.25%ઘટ્યો છે.
એક લાખ 32.19 લાખ બન્યા હોત
જો છેલ્લા એક વર્ષ દરમિયાન આ સ્ટોકનું પ્રદર્શન જોવામાં આવે તો, જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ સ્ટોકમાં પાંચ લાખ રૂપિયા (Balaji Amines Share price) રોક્યા હોત, તો તે આજના સમયમાં વધીને 32.19 લાખ રૂપિયા થઈ ગયા હોત. આ વર્ષની શરૂઆતથી શેરમાં 271 ટકાનો વધારો થયો છે. આપને જણાવીએ કે, જૂન ક્વાર્ટરમાં કંપનીના સારા પરિણામો પછી, તે 20 ટકા વધીને રૂ. 3,977 સાથે તેની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો.
બાલાજી એમાઇન્સનું માર્કેટ કેપ રૂ .11,000 કરોડને પાર કરી ગયું છે. તેનો સ્ટોક 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેની ઉપર વેપાર કરી રહ્યો છે. જો નિષ્ણાતોનું માનીએ તો, આ સાપ્તાહિક અને માસિક ઇન્ડિકેટર્સ વધારે ખરીદીના સંકેત આપી રહ્યા છે. તે વધુ વોલ્યુમ સાથે વધી રહ્યો છે.
બજારના જાણકારોના મતે, જો આ સ્ટોકમાં ઘટાડો આવે તો ઓછી માત્રામાં ખરીદ કરી શકાય છે. જોકે આ માટે સ્ટોપલોસ પણ રાખવો જોઈએ.
(ડિસ્ક્લેમર: બજારનું રોકાણ બજારની જોખમના રિસ્કનાં આધીન છે. રોકાણકારોએ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. News18ગુજરાતી દ્વારા કોઈ રોકાણની ભલામણ કરવામાં આવતી નથી.)
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર