Home /News /business /

Ashish Kacholiaના પોર્ટફોલિયોના આ શેરમાં 43 ટકાની તોતિંગ તેજીના સંકેત, Angle Oneએ આપ્યું Buy રેટિંગ

Ashish Kacholiaના પોર્ટફોલિયોના આ શેરમાં 43 ટકાની તોતિંગ તેજીના સંકેત, Angle Oneએ આપ્યું Buy રેટિંગ

દિગ્ગજ રોકાણકાર આશિષ કચોરિયાના પોર્ટફોલિયોનો આ શેર તગડી કમાણી કરાવી શકે.

Stock Market News: દેશના દિગ્ગજ રોકાણકારો પૈકીના એક આશિષ કચોલીયાના પોર્ટફોલિયોમાં રહેલા શેર સ્ટવ ક્રાફટમાં 43 ટકા જેટલી તેજી આવવાના સંકેત મળી રહ્યા છે. બ્રોકરેજ હાઉસ એન્જલ વનના રિપોર્ટમાં શેરમાં તેજી અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
મુંબઈઃ આશિષ કચોલીયા (Ashish Kacholia)ને દેશના દિગ્ગજ રોકાણકારો પૈકીના એક માનવમાં આવે છે. તેઓના પોર્ટફોલિયો (Ashish Kacholia portfolio)માં સ્ટવ ક્રાફટ (Stove Kraft) સહિતની કંપનીઓના શેર છે. ત્યારે સ્ટવ ક્રાફટના શેરમાં 43 ટકા જેટલી તેજી આવવાના સંકેત મળી રહ્યા છે. એન્જલ વન (Angle One)ના રિપોર્ટમાં શેરમાં તેજી અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Rakesh Jhunjhunwala માટે આ પાંચ શેર 'રિયલ ડાયમન્ડ' બન્યા, તમને હજુ કેટલી કમાણી કરાવી શકે સમજો

નફા અને આવકમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી શકે

એન્જલ વને રિપોર્ટમાં જણાવ્યું છે કે, કંપનીનું મજબૂત બ્રાન્ડ નેમ અને મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે. આવી સ્થિતિમાં કંપની નવા ઉત્પાદનોના લોંચના આધારે નફા અને આવકમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી શકે છે. પ્રેશર કૂકર અને કૂકવેર સેગમેન્ટમાં કંપનીએ છેલ્લાં બે વર્ષમાં ઇન્ડસ્ટ્રીને પાછળ છોડી દીધી છે. કોરોના મહામારી બાદ સંગઠિત કંપનીઓનો માર્કેટ શેર વધ્યો છે, જેનો ફાયદો સ્ટવ ક્રાફ્ટને મળતો હોવાનું લાગી રહ્યું છે.

સ્ટોક વર્તમાન ભાવથી લગભગ 42.7 ટકા ઉછળશે

એન્જલ વન (Angle One)એ તેના ઓગસ્ટ સ્ટોક પિક્સમાં સ્ટોવ ક્રાફ્ટ (Stove Kraft)ના શેરમાં બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને શેરમાં રૂ. 805નો ટાર્ગેટ રાખ્યો છે. આ શેર શુક્રવારે NSE પર 0.36 ટકાના ઘટાડા સાથે રૂ. 564.40 પર બંધ રહ્યો હતો. ત્યારે એન્જલ વનને આશા છે કે સ્ટોક વર્તમાન ભાવથી લગભગ 42.7 ટકા ઉછળશે.

આશિષ કચોલિયાનો આ શેર બે વર્ષમાં રુ.15થી વધીને રુ. 795 પર પહોંચ્યો, રુ.1 લાખના રુ.53 લાખ થયા

કંપની પાસે છે પિજન અને ગિલમા જેવી જાણીતી બ્રાન્ડ

અહીં ઉલ્લેખનીય સ્ટવ ક્રાફ્ટ કંપની કિચન એપ્લાયન્સ સાથે સંકળાયેલી છે, આ કંપની પ્રેશર કૂકર, એલપીજી સ્ટવ, નોન-સ્ટિલ કૂકવેર સહિત અનેક કિચન અને હોમ એપ્લાયન્સીસનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની કિચન એપ્લાયન્સિસ સેગમેન્ટમાં પિજન (Pigeon) અને ગિલમા (Gilma) જેવા બે મજબૂત બ્રાન્ડ નામ ધરાવે છે. કંપની આ બ્રાન્ડ્સ હેઠળ પ્રોડક્ટનું વેચાણ કરે છે.

Reliance Industriesના શેર આ સપ્તાહમાં જ થઈ જશે એક્સ ડિવિડન્ડ, જાણો મહત્વનની બાબતો

આશિષ કચોલિયા પાસે સ્ટવ ક્રાફ્ટના કેટલા શેર છે?

આશિષ કચોલિયાએ માર્ચ ક્વાર્ટર દરમિયાન પહેલીવાર આ શેરમાં રોકાણ કર્યું હતું અને જૂન ક્વાર્ટરમાં તેમના હિસ્સામાં કોઈ ફેરફાર થયો નથી. જૂન ક્વાર્ટર સુધી શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, આશિષ કચોલિયા પાસે સ્ટવ ક્રાફ્ટમાં 5,76,916 શેર અથવા 1.76 ટકા હિસ્સો છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Ashish Kacholia, Indian Stock Market, Investment tips, Stock market Tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन