Home /News /business /

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના આ શેરને મળી બાય રેટિંગ, આવી શકે છે 15 ટકાનો ઉછાળો

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના આ શેરને મળી બાય રેટિંગ, આવી શકે છે 15 ટકાનો ઉછાળો

પ્રતિકાત્મક તસવીર

રાકેશ ઝુનઝુનવાલાના હોલ્ડિંગ્સ વાળા વધુ એક શેરમાં આવનારા દિવસોમાં ઉછાળો આવી શકે છે

નવી દિલ્હી : રાકેશ ઝુનઝુનવાલાના હોલ્ડિંગ્સ વાળા વધુ એક શેરમાં આવનારા દિવસોમાં ઉછાળો આવી શકે છે. બ્રોકરેજ હાઉસ અનુસાર ટાટા મોટર્સના શેરોમાં 15 ટકાનો ઉછાળો આવી શકે છે. ટાટા સમૂહમાં ટાઇટન બાદ રાકેશ ઝુનઝુનવાલાની સૌથી વધુ હોલ્ડિંગ્સ ટાટા મોટર્સમાં જ છે. હાલ ટાટા મોટર્સમાં ઝુનઝુનવાલાની હોલ્ડિંગ 1.3 ટકા છે, જેની આજની ગણતરીએ વેલ્યૂએશન લગભગ 1500 કરોડ રૂપિયા છે.

શા માટે વધશે ટાટા મોટર્સના શેર?

ઘરેલૂ અને વિદેશી માર્કેટમાં રિકવરી અને તેની લક્ઝરી યૂનિટ જગૂઆર લેન્ડ રોવર્સના ઇલેક્ટ્રિક વ્હિકલના વેચાણ પર ભાર મૂકવાની રણનિતીથી ટાટા મોટર્સને સારી ઝડપ મળી શકે છે. 2025 સુધી જગુઆર લેન્ડ રોવર્સે પોતાની સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનો લક્ષ્ય રાખ્યો છે.

મોતીલાલ ઓસ્વાલે ટાટા મોટર્સ માટે BUY રેટિંગ આપી છે. હાલ તેનો શેર 350 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે, પરંતુ મોતીલાલ ઓસ્વાલે તેની ટાર્ગેટ પ્રાઇઝ 405 રૂપિયા રાખી છે. એટલે તેમાં 15 ટકા સુધી વધારો થઇ શકે છે.

રેવન્યૂ ફ્લોનું ધ્યાન ઇલેક્ટ્રિક વ્હિકલ પર છે. વિશ્લેષકો અનુસાર કંપનીને પોતાના ઘરેલૂ અને વિદેશી બિઝનેસમાં સાઇક્લિક રિકવરીથી દેવું ઘટાડવામાં મદદ મળશે. તેનાથી કંપનીની કેશ પોઝીશન મજબૂત થશે. મોતીલાલ ઓસ્વાલ અનુસાર કોરોનાની બીજી લહેરના કારણે તેના પેસેન્જર વ્હિકલ બિઝનેસમાં ખૂબ ઘટાડો થયો છે. પરંતુ કોમર્શિયલ બિઝનેસમાં મજબૂતી કાયમ છે. પર્સનલ વ્હિકલ સેગમેન્ટમાં પણ કંપની પરત આવી ગઇ છે. તેણે ઝડપથી પોતાની ભાગીદારી વધારી છે.

જગુઆરને ઇલેક્ટ્રિક કાર બનાવવાની યોજના

કંપની પોતાની લક્ઝરી કાર બ્રાન્ડને સંપૂર્ણ ઇલેક્ટ્રિક બ્રાન્ડમાં બદલવા માંગે છે. કંપની આગામી 5 વર્ષમાં 6 નવા ઇલેક્ટ્રિક લેન્ડ રોવર મોડલ ઉતારશે. જગુઆરે કહ્યું કે, તે 2025-26 સુધી 30 અબજ પાઉન્ડનું રેવેન્યૂ મેળવી લેશે. બિગ બુલના માનવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલાએ ત્રીજા ક્વાર્ટરમાં ટાટા મોટર્સના શેર ખરીદ્યા હતા. ત્યાર બાદ તેના શેરમાં 256 ટકા સુધી વધી ચૂક્યા છે.

ઝુનઝુનવાલાની આ કંપનીમાં 1.3 ટકા ભાગીદારી છે. હાલના માર્કેટ પ્રાઇઝ પર ઝુનઝુનવાલાના શેરોની કિંમત 1500 કરોડ રૂપિયા છે. ટાટા મોટર્સના શેરોમાં ગત વર્ષે પણ મોટી ખોટ આવી હતી. જ્યારે કોવિડ-19 મહામારીની પહેલી લહેરમાં તે નીચે આવીને રૂ. 65 પ્રતિ શેર પર આવી ગયા હતો.
First published:

Tags: Business news, Share market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन