Home /News /business /

Multibagger Stock : અદાણી ગ્રૃપના આ શેરે 1 લાખના બનાવ્યા 61 લાખ, શું તમારી પાસે છે આ સ્ટોક?

Multibagger Stock : અદાણી ગ્રૃપના આ શેરે 1 લાખના બનાવ્યા 61 લાખ, શું તમારી પાસે છે આ સ્ટોક?

Multibagger Stock

અદાણી ગ્રૂપની આ કંપનીએ છેલ્લા 1 મહિનામાં રોકાણકારોને ભલે નિરાશ કર્યા હોય પરંતુ તે પહેલા તેણે ડૂબતા બજારમાં પણ રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. છેલ્લા 3 વર્ષમાં સ્ટોક રૂ.37 થી વધીને રૂ.2270 થયો છે.

    અદાણી ગ્રુપના (Adani Group) શેર રોકાણકારોને આ દિવસોમાં ખૂબ કમાણી થઇ રહી છે. કંપનીના લગભગ તમામ શેર રોકાણકારોને મજબૂત વળતર આપી રહ્યા છે. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે આખું બજાર ડાઉન જઇ રહ્યુ છે. આજે આપણે અદાણી ગ્રુપના શેર અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) વિશે વાત કરી રહ્યા છીએ.

    આ શેરે છેલ્લા 3 વર્ષમાં તેના રોકાણકારોને 6,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. 3 વર્ષ પહેલા આ સ્ટોક 37.40 રૂપિયા પર હતો જે આજે 2279 રૂપિયા પર પહોંચી ગયો છે. જો કે, આ શેર પણ છેલ્લા કેટલાક દિવસોથી વેચવાલીના દબાણ હેઠળ છે.

    આ પણ વાંચો -Public Provident Fund : દર મહિને 1000 રૂપિયાની બચત કરવા બદલ મળશે 18 લાખ, અહીં જાણો આખું ગણિત

    મનીકંટ્રોલના જણાવ્યા અનુસાર અદાણી ગ્રીન એનર્જી છેલ્લા એક મહિનાથી કોન્સોલિડેશનના તબક્કામાં છે. આ દરમિયાન સ્ટોકમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. 1 મહિનામાં આ સ્ટોક રૂ. 2800 થી રૂ. 2279 પર લગભગ 20 ટકા તૂટીને પહોંચી ગયો છે. બીજી તરફ જો આ વર્ષની શરૂઆતની વાત કરીએ તો અત્યાર સુધી આ શેરમાં 70 ટકાનો વધારો નોંધાયો છે. આ શેરે છેલ્લા એક વર્ષમાં 75 ટકાનું વળતર આપ્યું છે. 3 વર્ષમાં આ શેરે તેના રોકાણકારોને 61 ગણું વળતર આપ્યું છે. આ સ્ટોક 17 મે, 2019 ના રોજ રૂ. 37.40 પર બંધ થયો હતો અને હાલમાં રૂ. 2279 પર છે.

    આ પણ વાંચો -NTPC Q4 Result : શેરધારકોને શેર દીઠ 3 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ મળશે, કંપનીનો નફો 12 ટકા વધ્યો

    જો કોઈ રોકાણકારે વર્ષની શરૂઆતમાં આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને 70 હજાર રૂપિયાનું વળતર મળતુ. જ્યારે 3 વર્ષ પહેલા આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે 61 લાખ રૂપિયા થઈ ગયું હોત. અદાણી ગ્રીન શુક્રવારે રૂ. 3,60,153 કરોડના માર્કેટ કેપ સાથે બંધ થયું હતું. જો કે, જો કોઈએ 1 મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને 20 હજાર રૂપિયાનું નુકસાન થયું હોત અને તેના રોકાણની કિંમત ઘટીને 80 હજાર રૂપિયા થઈ ગઈ હોત. અદાણી ગ્રીન, જે લાંબા સમયથી ટોચની 10 માર્કેટ કેપ કંપનીઓમાં સામેલ છે, તે થોડા દિવસો પહેલા આ સૂચિમાંથી બહાર થઈ ગઈ છે. કોટક મહિન્દ્રા તેને ટોપ 10માં લઈ ગઈ છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Adani Group, Indian Stock Market, Share market

    આગામી સમાચાર