Home /News /business /ક્યારેક 11 રૂ.ના ભાવમાં મળતો આ શેર, આજે દુનિયામાં સૌથી મોંઘો; કિંમત જાણશો તો રાત્રે ઉંઘ પણ નહિ આવે

ક્યારેક 11 રૂ.ના ભાવમાં મળતો આ શેર, આજે દુનિયામાં સૌથી મોંઘો; કિંમત જાણશો તો રાત્રે ઉંઘ પણ નહિ આવે

આ છે દુનિયાનો સૌથી મોંઘો શેર

એમઆરએફ શેર પ્રાઈસ હિસ્ટ્રી પ્રમાણે, જો કોઈ રોકાણકારે આ કંપનીમાં 30 વર્ષ પહેલા માત્ર 2 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ હોત અને હોલ્ડ રાખ્યું હોત તો, આજે તે રકમ વધીને 1 કરોડ 63 લાખ રૂપિયા થઈ ગઈ હોત. જ્યારે તે જ સમયે જો કોઈ રોકાણકારે આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત, તો હાલ તેની રકમ વધીને લગભગ 82 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ શેરબજારથી તમે કરોડપતિ પણ બની શકો છો. તેના માટે ધીરજ હોવી જોઈએ, જો તમારામાં ધીરજ છે અને તમે લાંબાગાળા માટે રૂપિયા રોકવા માંગો છો, તો તમને તેનો ફાયદો જરૂર મળે છે. પૂરી દુનિયામાં રોકાણના ગુરુના નામથી જાણીતા વોરેન બફેટનું પણ કહેવું છે કે, બજારમાં જલ્દી અમીર બનવાની લાલચ તમને ખોટી દિશા તરફ લઈ જઈ શકે છે. સારો પોર્ટફોલિયો તૈયાર કરવો એક લાંબી પ્રક્રિયા છે. તેના માટે ધણી ધીરજ રાખવી પડશે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે તેના ધૈર્યવાન રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. ક્યારેક 11 રૂપિયામાં વેચાનારો આ શેર આજે દેશનો સૌથી મોંધો શેર બની ગયો છે અને તેની કિંમત 90,000 રૂપિયા પ્રતિ શેર સુધી પહોંચી ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ ટાયર કંપની MRFના શેર વિશે.

  એપ્રિલ 1993માં 11 રૂપિયા કિંમત હતી


  આ તે ઈક્વિટી રોકાણકારો માટે યોગ્ય છે જેણે એપ્રિલ 1991માં એમઆરએફના શેરોમાં રોકાણ કર્યુ હતું અને હોલ્ડ રાખ્યું છે. MRFએ 10 રૂપિયા પ્રતિ શેરની ફેસ વેલ્યૂની સાથે એક સાર્વજનિક કંપનીના રૂપમાં શરૂઆત કરી હતી. 27 એપ્રિલ 1993 ના રોજ કંપનીના શેર બીએસઈ પર 11 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. ગઈકાલે 20 જાન્યુઆરીએ આ શેરની કિંમત 90,076.15 રૂપિયા હતી. એટલે કે ગત 30 વર્ષોમાં તેણે રોકાણકારોને 8,18,772 ટકાથી પણ વધારે વળતર આપ્યું છે. 07 નવેમ્બર 2022ના રોજ આ શેર 95,954.35 રૂપિયાની તેની રેકોર્ડ ઊંચાઈ પર હતા. તેની માર્કેટ કેપ 38,212.70 કરોડ રૂપિયા છે.

  આ પણ વાંચોઃ 2 રૂપિયાથી ડાયરેક્ટ રૂ.57 પર પહોંચ્યો શેરનો ભાવ; આ દિગ્ગજે કર્યું મોટું રોકાણ; તમારી પાસે પણ ગોલ્ડન ચાન્સ

  રકમના હિસાબથી સમજીએ કેટલો નફો થયો


  એમઆરએફ શેર પ્રાઈસ હિસ્ટ્રી પ્રમાણે, જો કોઈ રોકાણકારે આ કંપનીમાં 30 વર્ષ પહેલા માત્ર 2 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ હોત અને હોલ્ડ રાખ્યું હોત તો, આજે તે રકમ વધીને 1 કરોડ 63 લાખ રૂપિયા થઈ ગઈ હોત. જ્યારે તે જ સમયે જો કોઈ રોકાણકારે આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત, તો હાલ તેની રકમ વધીને લગભગ 82 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. જાણકારી અનુસાર, એમઆરએફના શેર ભારતીય શેરબજારમાં સૌથી મોંધા છે. આ શેરે ગત વર્ષે 21.95 ટકાનું વળતર આપ્યું છે.

  આ પણ વાંચોઃ આ મલ્ટીબેગર કંપનીના શેરમાં 22 ટકા કમાણીના ચાન્સ; બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

  કંપની વિશે વિગત


  જાણકારી અનુસાર, એમઆરએફ ભારતીય મલ્ટીનેશનલ ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની છે. પહેલા આ મદ્રાસ રબર ફેક્ટ્રીના નામથી જાણીતી હતી. આ કંપની ટાયર, ટ્રેડર્સ, ટ્યૂબ, કન્વેયર બેલ્ટ્સ, પેન્ટ, રમકડાં બનાવવાની સાથે સાથે સપોર્ટના સાધનો અને મોટર સ્પોર્ટ્સના બિઝનેસમાં પણ છે. આ ચેન્નઈની કંપની છે. તેની શરૂઆત 1940ના દાયકામાં 14,000 રૂપિયાની ફંડિંગથી રબર બ્લૂન ફેક્ટ્રી તરીકે થઈ હતી.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Investment, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन