આ યોજનાઓમાં FD કરાવવા પર 9 ટકા જેટલું માતબર વ્યાજ મળશે

News18 Gujarati
Updated: November 11, 2019, 9:28 PM IST
આ યોજનાઓમાં FD કરાવવા પર 9 ટકા જેટલું માતબર વ્યાજ મળશે
જાણો એ ફાઇનાન્સ કંપનીઓને જે ફિક્ઝ ડિપોઝિટ પર 9 ટકા જેટલું વ્યાજ આપી રહી છે.

જાણો એ ફાઇનાન્સ કંપનીઓને જે ફિક્ઝ ડિપોઝિટ પર 9 ટકા જેટલું વ્યાજ આપી રહી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : પાછલા એક વર્ષમાં ભારતીય રિઝર્વ બૅન્ક (Reserve Bank of India) રેપો રેટમાં સતત કાપ મૂકી રહી છે. RBI દ્વારા રેપો રેટ (Repo Rate)માં કાપ મૂક્યા બહાદ એક તરફ બૅન્કો લોન માટે વ્યાજ દરોમાં ઘટાડો કરી રહી છે પરંતુ ફિક્સ ડિપોઝીટના (FD) વ્યાજદરોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. બૅન્કોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા FDનું 6.25 ટકા વ્યાજ આપી રહી છે તો અન્ય બૅન્કોએ પણ વ્યાજદરોના ઘટાડો કર્યો છે. જોકે, કેટલીક ફાઇનાન્સ કંપનીની યોજનાઓ છે જેમાં તમને 9 ટકા સુધીનું માતબર વ્યાજ મળશે.

આ યોજનામાં 9 ટકા વ્યાજ દર મળશે


બૅન્કોના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાતો વચ્ચે કેટલીક યોજનાઓમાં FD પર 9 ટકા વ્યાજ મળશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમીટેડ (Mahindra and Mahindra Finance Services Ltd.) પાંચ વર્ષની FD પર 8.25 ટકા વ્યાજ આપી રહ્યું છે. અહીંયા કંપની દ્વારા ચાર વર્ષ અને ત્રણ વર્ષ માટે પણ વ્યાજ આપવામાં આવી રહ્યું છે. કંપની 2 વર્ષ માટે 7.6 ટકાથી 7.9 ટકા વ્યાજ આપે છે. જો તમે એક વર્ષ માટે એફડી કરાવો તો 7.6 ટકા વ્યાજદર મળશે. તમારે મિનિમમ 10 હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.

આ પણ વાંચો : બચત કરવા માટે શાનદાર છે આ પાંચ સ્કીમ, મળશે ડબલ ફાયદો

પીએનબી હાઉસિંગ કૉર્પોરેટ ડિપૉઝિટ સ્કિમ 8.45 ટકા વ્યાજ આપશેપીએનબી હાઉસિંગ કૉર્પોરેટ ડિપૉઝિટ સ્કિમ અંતર્ગત 5 વર્ષમાં ફિકસ્ડ ડિપૉઝિટ સ્કિમ પર 8.45 ટકા વ્યાજ મળશે. આ યોજનામાં તમે 20,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો, જ્યારે 4 વર્ષ માટે 8.35 ટકા અને 3 વર્ષ માટે 8.20 ટકા તેમજ 2 વર્ષ માટે 8.10 ટકાના દરે વ્યાજ મેળવી શકો.

આ કંપની 9 ટકા વ્યાજ આપી રહી

શ્રીરામ ટ્રાન્સપૉર્ટ ફાઇનાન્સબચત કરવા માટે શાનદાર છે આ પાંચ સ્કીમ, મળશે ડબલ ફાયદો કંપની 5 વર્ષની એફ.ડી પર 9 ટકાના દરે વ્યાજ આપી રહી છે. એક વર્ષ માટે 8 ટકાના દરે વ્યાજ આપી રહી છે જ્યારે 8.25 વ્યાજ બે વર્ષ માટે આપી રહી છે. આમ આ સ્કીમોમાં પૈસા રોકીને તમે 9 ટકા સુધી વ્યાજ મેળવી શકો છો.

 
First published: November 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading