Home /News /business /

આ રક્ષાબંધન પર બહેનને આપો આ ફાઇનાન્શિયલ ગિફ્ટ્સ, આ રીતે સુરક્ષિત કરો તમારી બહેનનું ભવિષ્ય!

આ રક્ષાબંધન પર બહેનને આપો આ ફાઇનાન્શિયલ ગિફ્ટ્સ, આ રીતે સુરક્ષિત કરો તમારી બહેનનું ભવિષ્ય!

આ રક્ષાબંધન બહેનને એક અલગ ગિફ્ટ આપો જે તેેને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવશે.

રક્ષાબંધન તહેવારનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તેની સાથે અસંખ્ય પૌરાણિક કથાઓ જોડાયેલી છે. સંસ્કૃતમાં રક્ષા બંધન એટલે રક્ષાની દોરી બંધાવી જ્યાં ભાઈ તેની બહેનને રક્ષણનું વચન આપે છે. આ વખતે બહેનને રક્ષાબંધન પર એક અલગ પ્રકારની ગિફ્ટ આપો. તેને હેન્ડબેગ, ઘડિયાળ, ઘરેણાં, કપડાં અને મીઠાઈ-ચોકલેટની જગ્યાએ નાણાંકીય જોખમથી બચાવવા ફાઇનાન્શિયલ સિકયુરિટી આપતી ગિફ્ટ આપો.

વધુ જુઓ ...
રક્ષાબંધન તહેવારનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તેની સાથે અસંખ્ય પૌરાણિક કથાઓ જોડાયેલી છે. સંસ્કૃતમાં રક્ષા બંધન એટલે રક્ષાની દોરી બંધાવી જ્યાં ભાઈ તેની બહેનને રક્ષણનું વચન આપે છે. આ શુભ દિવસે બહેનો ધાર્મિક રીતે તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની સમૃદ્ધિ અને સુખી જીવનની કામના કરે છે. બદલામાં, ભાઈ દરેક સંજોગોમાં તેની બહેનનું રક્ષણ કરવા અને તેની સંભાળ રાખવાનું વચન આપે છે.

રાખડી બાંધવાની વિધિ એક અનન્ય અનુભવ છે, જેને તેના અન્ય મહત્વની સાથે જ ભાઈ-બહેનોમાં નાની ઉંમરથી જ જવાબદારીની ભાવના પેદા કરે છે. આ દિવસે એક ભાઈ તેની બહેનને માત્ર ભેટ જ નથી આપતો, પરંતુ તેની સફળતા અને પ્રગતિ માટે શક્ય તે કરવાનો સંકલ્પ પણ કરે છે. આ અનુભવ સંબંધોને ગાઢ બનાવવાની ભાવના ધરાવે છે અને પરસ્પર વિશ્વાસ અને નિર્ભરતાની ભાવના પણ પ્રદાન કરે છે. વધુમાં તે પારિવારિક સંબંધોમાં સુખની ક્ષણોની મીઠાશ લઇ આવે છે. પરિણામે રક્ષાબંધન જાતિ, સંપ્રદાય અને ધર્મને ધ્યાનમાં લીધા વિના પિતરાઈ ભાઈઓ, દૂરના સંબંધીઓ તેમજ બનવેલા ભાઈઓ અને બહેનો વચ્ચે પણ ઉજવવામાં આવે છે.

Parle-G Biscuitનું પેકેટ આજે પણ રૂ.5માં કઈ રીતે મળે છે? સમજો તેના પાછળની ટેક્નિક

બહેનને રક્ષાબંધન પર ગિફ્ટ આપવા માટે સામાન્ય રીતે જે વસ્તુઓનો વ્યક્તિ વિચાર કરે છે, તે છે હેન્ડબેગ, ઘડિયાળ, ઘરેણાં, કપડાં, મીઠાઈનું બોક્સ, ચોકલેટ અથવા ડ્રાય ફ્રૂટ્સ. જોકે, નાણાંકીય જોખમથી બહેનને બચાવવા અને ફાઇનાન્શિયલ સિકયુરિટી આપવાની ભાવના ધરાવો છો, તો અહીં કેટલીક બાબતો છે જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ:

વીમા યોજના (Term/Health plan)

લાંબો સમય કામ, તણાવ, શારીરિક વ્યાયામનો અભાવ, અવ્યવસ્થિત ભોજન, બિનઆરોગ્યપ્રદ આહાર વગેરે સહિતની વર્તમાન જીવનશૈલીને ધ્યાનમાં લેતા બીમારીઓ થવાનો ખતરો હંમેશા રહે છે. તમારી બહેનની સુખાકારી અને સુરક્ષાની બાંયધરી આપવા માટે તમે તેમના વતી આરોગ્ય વીમા પ્રિમીયમ ભરવાનું વિચારી શકો છો.

તેના માટે આરોગ્ય વીમો ખરીદીને તમે તેના હોસ્પિટલના ખર્ચની જવાબદારી ઉઠાવો છો અને જરૂર પડ્યે તે હોસ્પિટલના ખર્ચાળ બીલ અને તબીબી સારવાર બાબતે સુરક્ષિત છે તે સુનિશ્ચિત કરો છો. તમે તમારી બહેનને યોગ્ય પ્લાનને શોર્ટલિસ્ટ કરવામાં અને તેને ખરીદવામાં મદદ કરવા માટે રોકડ કેશ પણ ગિફ્ટમાં ઓફર કરી શકો છો.

શું મફતની વસ્તુઓ સાચે મફત છે? જાણો, દેશના ખજાના પર કેવી પડે છે તેની અસર

SIP શરૂ કરો - તેના સપના પુરા કરવા માટે મદદ કરો

જ્યારે બચતની વાત આવે છે ત્યારે SIP અથવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન(Systematic Investment Plan)એ એક ઉત્તમ પદ્ધતિ છે. જોકે કે બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું મહત્વનું છે. કારણ કે તે લાંબાગાળે ઇએક્ટિવ પોર્ટફોલિયો મલ્ટીપ્લાયર ની મદદથી ફાયદાકારક સાબિત કરી શકે છે. જેમ તમારા જીવનમાં પૈસાને લઈને કેટલાક ટાર્ગેટ છે તેમ તમારી બહેનના પણ હશે. અને એક કર્તવ્યનિષ્ઠ ભાઈ તરીકે તમે તેને નાણાંકીય સુરક્ષાની ભાવનામાં ફાળો આપીને તેમાંથી કેટલાક સપના પૂર્ણ કરવામાં મદદ કરી શકો છો.

તેના માટે સેવિંગ્સ બેંક એકાઉન્ટ ખોલો

તમારી બહેન પાસે બેંક ખાતું ન હોય તો તેના નામે સારી બેંકમાં એક ખાતું ખોલો. તમે જે રોકડ ભેટ આપવા માંગો છો તે આ સેવિંગ એકાઉન્ટમાં જમા કરી શકાય છે. આ રીતે તેણીને રોકડ પૈસા પણ મળશે અને તેનું વ્યાજ મેળવવામાં પણ મદદ થશે. કદાચ પોકેટ મની તરીકે પૈસા જમા કરી શકો છો, જેને તે ઈચ્છા મુજબ ખર્ચ કરી શકશે. તેવી જ રીતે તેણીને નેટ અને મોબાઈલ બેંકિંગથી પરિચિત કરો, જે તેને સરળ અને સુવિધાજનક બેંકિંગનો લાભ લેવામાં મદદ કરશે.

'હું રતન ટાટા બોલી રહ્યો છું, શું આપણે મળી શકીએ?', એક ફોન કોલે બદલી નાખી 'Repos Energy'ની કિસ્મત

તેના નામે ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરો

બેંક બચત ખાતું ખોલવા ઉપરાંત તમે તમારી બહેન માટે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરવાનું વિચારી શકો છો. બચત ખાતા(saving Account)ની સરખામણીએ FDમાં વ્યાજના વધુ સારા દર હોવાથી તમારી બહેનની ભવિષ્યની નાણાંકીય સુરક્ષામાં ઉમેરો થશે.

તેને ગિફ્ટ કાર્ડ આપો

ગિફ્ટ કાર્ડ એ એક પ્રીપેડ કાર્ડ છે જે બેંકો દ્વારા ઓફર કરવામાં આવે છે અને મર્ચેન્ડાઈઝ આઉટલેટ્સ અને ઓનલાઈન શોપિંગ પોર્ટલ પર મોટા પાયે સ્વીકારવામાં આવે છે. ગિફ્ટ કાર્ડ રૂ. 500થી રૂ. 50,000 સુધીના મૂલ્યના આવે છે અને તે થૉડા કલાકમાં જ એક્ટિવ થઇ જાય છે. ઈ-ગિફ્ટ કાર્ડ તરત જ એક્ટિવ થઇ જાય છે.

છોટા પેક બડા ધમાકા! માર્કેટ નિષ્ણાતોએ તગડી કમાણી માટે આ સ્મોલકેપ્સ પર નજર ટેકવી

તમારી બહેન માટે આ ફાઇનાન્શિયલ ગિફ્ટસ માત્ર તેમાં માટે તમારો પ્રેમ જ નહીં, પરંતુ તેણીને નાણાંકીય સુરક્ષા અને સ્વતંત્રતામાં પણ આપશે, જે એક જવાબદાર એન પ્રેમાળ ભાઈ તરીકે તમે હંમેશા ઈચ્છો છો.

આ નાણાંકીય પદ્ધતિઓ તમારી બહેનને પૈસાને બચાવવા, સુરક્ષિત રાખવા અને રોકાણ કરવામાં મદદ કરે છે. અત્યારે અને ભવિષ્યમાં આર્થિક રીતે સ્વતંત્ર બનવામાં તમારા પ્રયત્નોને કારણે તમારી બહેનને ઇમર્જન્સીની સ્થિતિમાં લોન પર આધાર રાખવાની જરૂર પડશે નહીં. આખરે ભાઈ બહેનનું આ બંધન જીવનભર એકબીજાની સુરક્ષા અને પ્રગતિમાં સહકાર આપવા વિશે તો છે!

(Disclaimer: અહેવાલના ઓથર આશિષ મિશ્રા Fincare SFBના રિટેલ બેન્કિંગના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Personal finance, Raksha Bandhan 2022, Raksha Bandhan Gifts

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन