આ PSU Bankએ એક વર્ષમાં આપ્યું 44 ટકા રિટર્ન, હવે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ?
આ PSU Bankએ એક વર્ષમાં આપ્યું 44 ટકા રિટર્ન, હવે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ?
એક્સપર્ટ્સ કહે છે, આ સરકારી બેંકમાં રોકાણ કરો કમાણીની પ્રબળ સંભાવના છે.
Stock Market News: ICICI સિક્યોરિટિઝના એનાલિસ્ટનુ માનવું છે કે એપીએની સમસ્યામાં ઘટાડો થતા ક્રેડિટ કોસ્ટમાં પણ ઘટાડો થશે. તો વ્યાજ દરોમાં વધારાથી માર્જિનમાં સુધારો જોવા મળી રહ્યો છે. અમે રિટર્ન રેશિયોમાં સુધાર જોતા તેના વેલ્યુએશનમાં વધારાની આશા સેવી રહ્યા છીએ.
મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી શેરબજારના નિષ્ણાતો બેંકિંગ સેક્ટરના સ્ટોક પર ફોકસ કરવાનું કહેતા રહે છે. ત્યારે બેંક ઓફ બરોડાનો શેર પાછલા એક વર્ષમાં લગભગ 44 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે. 5 ઓગસ્ટ 2021ના રોજ આ શેર 82.45 રુપિયાના સ્તરે હતો અને 5 ઓગસ્ટ 2022ના શેર 119.55 રુપિયા (બપોરે 2.10 વાગ્યાના મુજબ)ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. એક્સપર્ટ્સ હજુ પણ આ શેર પર બુલિશ છે. તેમને આશા છે કે આ વર્ષમાં બેંક ઓફ બરોડાનો શેર 147 રુપિયાના સ્તર સુધી જઈ શકે છે. નાણાકીય વર્ષ 2023ના જૂન ક્વાર્ટરમાં બેંકનો નફો 80 ટકા વધીને 2168 કરોડ રુપિયા સુધી પહોંચી ચૂક્યો છે. જ્યારે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં આ નફાનો આંક 1208 કરોડ રુપિયા હતો. જોકે વાર્ષિક આધારે બેંકની આવક 12 ટકા ઘટીને 8839 રુપિયા રહી હતી. જ્યારે ત્રિમાસિક ગાળાના આધારે બેંકનો ગ્રોસ એનપીએ 6.61 ટકાથી ઘટીને 6.26 ટકાએ આવી ગયો છે. જ્યારે નેટ એનપીએ 1.72 ટકાથી ઘટીને 1.58 ટકા થઈ ગયો છે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના એક્સપર્ટ્સ એનાલિસ્ટોનું માનવું છે કે એનપીએની સમસ્યામાં ઘટાડાથી ક્રેડિટ કોસ્ટમાં પણ ઘટાડો આવશે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે કોર્પોરેટ બુકમાં ધીરે ધીરે સુધાર સાથે રિટેલ સેગમેન્ટમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. તો ઇન્ટરેસ્ટ રેટમાં વધારા સાથે માર્જિનમાં સુધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે અમે રિટર્ન રેશિયોમાં સુધારને જોતા વેલ્યુએશનમાં વધારાની આશા સેવી રહ્યા છીએ. એમ. કે. ગ્લોબલે 140 રુપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે બેંક ઓફ બરોડા ખરીદવાની સલાહ આપી છે. આ સાથે એનાલિસ્ટોએ આ ટારગેટ માટે એક વર્ષનો ટાઈમ પીરિયડ આપ્યો છે.
આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ Morgan Stanleyએ બેંક ઓફ બરોડા પર રોકાણ કરવાની સલાહ આપતા તેને ઓવર રેટિંગ આપ્યું છે. તેમણે આ માટે ટાર્ગેટ પ્રાઈસ 140 રુપિયાથી વધારીને 155 રુપિયા પ્રતિ શેર કરી દીધી છે. તેમનું કહેવું છે કે બેંકના પહેલા ક્વાર્ટરના પરિણામ અંદાજ કરતા 5 ટકા ઉપર રહ્યા છે. ક્રેડિટ કોસ્ટમાં ઘટાડાને કારણે બેંકનું પરિણામ સારું આવ્યું છે.
માર્કેટની જાણીતી બ્રોકરેજ ફર્મ CLSAની સલાહ કહે છે કે બેંક ઓફ બરોડાના શેરને રોકાણકારોએ ખરીદવા જોઈએ. એજન્સીએ આ પહેલા બેંકના શેર માટે 125નો ટાર્ગેટ આપ્યો હતો જે વધારીને હવે 145 કરી દીધો છે. ક્વાર્ટર 1માં બેંકના પરિણામ સ્થિર રહ્યા છે અને તેનો ગ્રોથ અનુમાન કરતા વધારે જોવા મળી રહ્યો છે. જ્યારે માર્જિનમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજા ત્રિમાસિક ગાળામાં બેંકના માર્જિનમાં ઝડપતી સુધારો જોવા મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર