Home /News /business /Multibagger Stock: આ કંપનીના શેરે 1 લાખને બનાવ્યા 63 લાખ, હજુ પણ 40 ટકા તેજીના અણસાર

Multibagger Stock: આ કંપનીના શેરે 1 લાખને બનાવ્યા 63 લાખ, હજુ પણ 40 ટકા તેજીના અણસાર

આ શેરે 1 લાખને બનાવ્યા 63 લાખ

Multibagger Stock: ફર્શ અને દીવાલો માટે પ્રીમિયમ ટાઈલ બનાવનારી દિગ્ગજ કંપની સોમાની સેરામિક્સના શેર આ વર્ષે લગભગ 43 ટકા સુધી ઘટ્યા છે. જો કે, લાંબા ગાળામાં તેણે રોકાણકારોની મૂડીમાં વધારો કર્યો છે અને માર્કેટ નિષ્ણાતો પ્રમાણે આમાં આગળ પણ 40 ટકા તેજીના અણસાર દેખાઈ રહ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ફર્શ અને દીવાલો માટે પ્રીમિયમ ટાઈલ બનાવનારી દિગ્ગજ કંપની સોમાની સેરામિક્સના શેર આ વર્ષે લગભગ 43 ટકા સુધી ઘટ્યા છે. જો કે, લાંબા ગાળામાં તેણે રોકાણકારોની મૂડીમાં વધારો કર્યો છે અને માર્કેટ નિષ્ણાતો પ્રમાણે આમાં આગળ પણ 40 ટકા તેજીના અણસાર દેખાઈ રહ્યા છે. સ્થાનિક બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝે સોમાની સેરામિક્સમાં રોકાણ માટે 740 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે, જે વર્તમાન ભાવથી 40 ટકા વધારે છે. તેના શેર બીએસઈ પર 11 નવેમ્બરે 528.70 રૂપિયાના ભાવ પર બંધ થયા છે.

    વિશ્લેષકો શું કહે છે


    મજબૂત રિટેલ ડિસ્ટ્રીબ્યૂશન, પ્રોડક્ટ મિક્સમાં સુધાર અને ચુસ્ત કાર્યકારી મૂડી અવરોધોને કારણે સોમની સિરામિક્સ પર એચડીએફસી સિક્યોરિટિઝ પોઝિટિવ છે. વિશ્લેષકોનું માનવું છે કે, જૂન 2022 ત્રિમાસિકમાં 20 ટકા ક્ષમતા વિસ્તારના દમ પર કંપનીની હેલ્થી વોલ્યુમ ગ્રોથ આગળ પણ મજબૂત બની રહેવાની છે.

    આ પણ વાંચોઃ માત્ર બે જ દિવસમાં ઓવરસબસ્ક્રાઈબ થયો, જાણી લો એક્સપર્ટ પાસેથી; હજુ રોકાણ કરાય કે નહિ

    HDFC સિક્યોરિટીઝે ખરીદારીની રેટિંગ આપી

    આગામી ક્વાટર એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2022માં ગેસ મોંઘો હોવાથી વોલ્યૂમમાં સામાન્ય ઘટાડો આવ્યો અને માર્જિન સંકોચાઈ ગયુ છે, પરંતુ ઓક્ટોબર 2022 માર્ચ 2023 ના અર્ઘભાગમાં તે વધવાની અપેક્ષા છે. એવામાં એચડીએફસી સિક્યોરિટીઝે આમાં રોકાણ માટે 740 રૂપિયાનું લક્ષ્ય કિંમત પર ખરીદારીની રેટિંગ આપી છે.

    આ પણ વાંચોઃ  પશુપાલકો માટે સારા સમાચાર! હવે દેશમાં ઘાસચારાની અછત નહીં રહે, કેન્દ્રએ લીધો મોટો નિર્ણય

    મલ્ટીબેગર સાબિત થયા છે સોમની સિરામિક્સના શેર

    સોમની સિરામિક્સના શેર 23 જાન્યુઆરી 2009ના રોજ 8.40 રૂપિયાના ભાવ પર હતા. હવે તે વધીને 528.70 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા છે. તેનો અર્થ છે કે, જાન્યુ 2009માં લગાવવામાં આવેલા 1 લાખ રૂપિયા લગભગ 13 વર્ષમાં 63 ગણા વધીને 63 લાખ રૂપિયા બની ગયા છે.


    નિષ્ણાતો પ્રમાણે શેર 40 ટકા મજબૂત થઈ શકે છે

    ગત વર્ષે 17 નવેમ્બર 2021ના રોજ તેના શેર 952.45 રૂપિયાના ભાવ પર હતા, જે એક વર્ષના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર હતા. ત્યારબાદ શેરોમાં વેચાણના કારણે 23 જૂન 2022ના રોજ 46 ટકા ઘટાડાની સાથે 512.50 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા છે. જો કે, ત્યારબાદ વધારા-ઘટાડાની સાથે તે લગભગ 3 ટકા રિકવર થઈ ગયા છે અને નિષ્ણાતો પ્રમાણે તે 40 ટકા મજબૂત થઈ શકે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment રોકાણ, Multibagger Stock

    विज्ञापन
    विज्ञापन