Home /News /business /Post Officeની આ સ્કીમ ઓછા રિસ્કમાં તમને બનાવી શકે કરોડપતિ, બસ દરરોજ ફક્ત 416 રુપિયા બચાવો

Post Officeની આ સ્કીમ ઓછા રિસ્કમાં તમને બનાવી શકે કરોડપતિ, બસ દરરોજ ફક્ત 416 રુપિયા બચાવો

પોસ્ટ ઓફિસની આ યોજનામાં દરરોજના 416 રુપિયા જમા કરો અને તમે કરોડપતિ બની શકો છો.

Post Office Small Saving Scheme: પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં રુપિયા જમા કરાવવા એક ઉત્તમ વિકલ્પ છે. જેનાથી તમને ઓછા રિસ્કમાં પણ સારી એવી બચત સાથે કમાણી કરી શકો છો. જો તમારી પાસે લાંબા સમય માટે રોકાણનો વિકલ્પ છે તો તમે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડમાં રોકાણ કરી શકો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ જો તમને એ કારણે રોકાણ કરવાથી ડરો છો કે તમારા રુપિયા ક્યાંક ડૂબી જશે તો પછી તમારા માટે પોસ્ટ ઓફિસની આ યોજનાઓ એક ઉત્તમ ઓપ્શન છે. અહીં શેરબજાર અને તેને સંલગ્ન અન્ય યોજનાઓ કરતા રિસ્ક ફેક્ટર ખૂબ જ નહીવત જેવું હોય છે અને તમારા રુપિયા સુરક્ષિત માનવામાં આવે છે. અહીં તમે પોતાની સુવિધા અનુસાર અનેક યોજનાઓમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં કેટલીક એવી સ્કીમ છે જે તમને કેટલાક વર્ષોમાં જ સારો એવો નફો આપી શકે છે. ખાસ કરીને પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ જેને સ્મોલ સેવિંગ્સ સ્કીમ પણ કહેવાય છે તે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમારી પાસે રોકાણ કરવા માટે એક લાંબો સમય હોય તો તમારે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડમાં રોકાણ કરવું જોઈએ.

Stock Market Expert આશીષ કચોલિયાના આ શેરે પાંચ વર્ષમાં 1 લાખના 7 લાખ કર્યા

આટલું મળે છે પોસ્ટ ઓફિસ પીપીએફ પર વ્યાજ

આ પોસ્ટ ઓફિસ બચત યોજનામાં 7.1 ટકા જેટલું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. આ યોજનાની પાકતી મુદ્દત 15 વર્ષ છે, પરંતુ તેના પછી પણ તેને 5 વર્ષ માટે વધારી શકાય છે એટલે કે તેમાં તમે 20 વર્ષ માટે રોકાણ કરી શકો છો. જો તમને 15 વર્ષના અંતે આ ફંડની આવશ્યક્તા નથી તો તમને આ ફંડને આગળ વધારી શકો છો. જેનાથી તમને ચક્રવૃદ્ધિ વ્યાજ દરનો લાભ મળશે.

RBI Monetary Policy: કેન્દ્રીય બેંકે રેપો રેટમાં 50bpsનો વધારો કર્યો, તમારી હોમ-કાર લોન પર પડશે અસર

કેટલું રોકાણ કરી શકો?

આ યોજનામાં તમને દર વર્ષે વધુમાં વધુ 1.50 લાખ રુપિયાનું રોકાણ કરી શકો છો. તમને વાર્ષિક 1.50 લાખ જમા કરાવવાની જગ્યાએ માસિક 12500 રુપિયા માસિક પણ જમા કરી શકો છો. તેના ઉપરાંત આવકવેરા કાયદાની કલમ 80સી અંતર્ગત પીપીએફ પર ટેક્સ છૂટ પણ મેળવી શકો છો. તેમજ તેના વ્યાજ પર મળતા રુપિયા પર પણ ટેક્સ નથી લાગતો. આ બચત યોજનામાં 22.5 લાખ રુપિયાના રોકાણ પર તમને 18 લાખ રુપિયા વ્યાજ મળે છે. જેની મેચ્યોરિટી 15 વર્ષની હોય છે.

Stock Tips: હાલની માર્કેટની સ્થિતિમાં મહિન્દ્ર લોજિસ્ટિક અને BOB સહિત 4 સ્ટોક ફાયદાનો સાદો બની શકે

15 વર્ષમાં 40 લાખથી વધુ ફંડ

જો તમને પ્રત્યેક મહિને 12500 રુપિયા પોસ્ટની આ યોજનામાં રોકાણ કરો છો તો વાર્ષિક ધોરણે તમારા એકાઉન્ટમાં રુ.1.50 લાખ જમા થાય છે. એટલે કે તમારે રોજના 416 રુપિયા બચાવવા પડશે. આ રીતે 15 વર્ષમાં તમારું કુલ રોકાણ 22.50 લાખ રુપિયા થઈ જાય છે. જેના પર તમને વાર્ષિક વ્યાજ 7.1 ટકા મળે છે. જેથી તમારી મેચ્યોરિટી રકમ કુલ 40.70 લાખ થઈ જાય છે. જેમાં 18.20 લાખ રુપિયા વ્યાજનો ફાયદો હોય છે.

Business Idea: નોકરીથી વધુ આ સુપરહિટ ખેતીમાં થશે કમાણી, જાણો કેવી રીતે કરશો

25 વર્ષ પર તમને મળશે આટલા રુપિયા

25 વર્ષ માટે 12500 રુપિયા દર મહિને જમા કરાવવા પર કુલ 40.70 લાખ રુપિયાની રકમ બેગણાથી વધુ થઈ જાય છે. આના પર વાર્ષિક વ્યાજ દર 7.1 ટકા લાગુ પડતું રહે તો 25 વર્ષોમાં કુલ રોકાણની રકમ 37.50 લાખ થઈ જાય છે અને વ્યાજની રકમ 62.50 લાખ રુપિયા મળે છે એટલે કે મેચ્યોરિટી પર કુલ 1.03 કરોડ રુપિયા મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Investment in Post Office, Post office small savings scheme