Home /News /business /પોસ્ટની આ યોજનામાં દર મહિને 2850 રૂપિયાનું કરો રોકાણ, જોતજોતામાં બની જશો લખપતિ

પોસ્ટની આ યોજનામાં દર મહિને 2850 રૂપિયાનું કરો રોકાણ, જોતજોતામાં બની જશો લખપતિ

પોસ્ટ ઓફિસની આ યોજના તમને આપશે દમદાર વળતર

Post Office Scheme: આ એન્ડોમેન્ટ સ્કીમ છે. તેની શરૂઆત વર્ષ 1995માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ છ અલગ-અલગ વીમા યોજનાઓ ઓફર કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા વીમા રકમ હોય છે. એટલેકે, જો પોલિસી ધારકનું મોત થાય છે, તો તેના પરિવારને 10 લાખ રૂપિયા ઉપરાંત બોનસની રકમ મળશે. આ સ્કીમમાં 19 વર્ષથી 40 વર્ષની વચ્ચેના લોકો રોકાણ કરી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દેશનો મોટો વર્ગ પોસ્ટ ઓફિસ (post office scheme)ની સ્કીમ પર ભરોસો કરે છે. પોસ્ટ ઓફિસ પોતાના ગ્રાહકો માટે અનેક યોજનાઓ બહાર પાડે છે. ઘણી નાની બચત યોજનાઓમાં ગ્રાહકોને શાનદાર વળતર મળી શકે છે. આવી જ એક પોસ્ટ ઓફિસમાં સુમંગલ ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના છે. સમયાંતરે વળતર મેળવવા માંગતા લોકો માટે આ યોજના ફાયદાકારક છે.

    આ યોજના ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. યોજનાની સાથે વીમાધારકને જીવતા રહેતા મનીબેક યોજનાનો લાભ પણ મળે છે. મનીબેકનો(money back scheme) અર્થ છે કે જેણે રોકાણ કર્યું છે તેને તમામ પૈસા પાછા મળે છે અને તેમાં ઈન્સ્યોરેન્સ કવર પણ ઉપલબ્ધ છે.

    આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકમાં મળતી આ સેવા હવે પોસ્ટ ઓફિસમાં પણ મળશે

    બોનસ પણ મળે છે


    સુમંગલમ ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના (sumangal rural postal life insurance scheme) તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ એન્ડોમેન્ટ સ્કીમ છે. તેની શરૂઆત વર્ષ 1995માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ છ અલગ-અલગ વીમા યોજનાઓ ઓફર કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા વીમા રકમ હોય છે. એટલેકે, જો પોલિસી ધારકનું મોત થાય છે, તો તેના પરિવારને 10 લાખ રૂપિયા ઉપરાંત બોનસની રકમ મળશે. આ સ્કીમમાં 19 વર્ષથી 40 વર્ષની વચ્ચેના લોકો રોકાણ કરી શકે છે.

    આ પણ વાંચોઃ નવેમ્બરમાં મજબૂત કમાણી માટે આ 10 શેરો પર લગાવો દાવ

    જાણો ફાયદા


    આ પોલિસીનો કાર્યકાળ 15 અને 20 વર્ષનો છે. પોલિસી લેવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષની હોવી જોઈએ. 15 વર્ષની પોલિસી હેઠળ વીમાની રકમના 20-20 ટકા હિસ્સો છ, નવ અને 12 વર્ષ પૂરા થવા પર મનીબેક તરીકે મળશે. બોનસ સાથેની બાકીની 40 ટકા રકમ મેચ્યોરિટી પર ઉપલબ્ધ થશે. તેવી જ રીતે આઠ, 12 અને 16 વર્ષમાં 20 વર્ષની પોલિસી હેઠળ મનીબેક તરીકે 20-20 ટકા રકમ મળશે. બાકીની રકમના 40 ટકા મેચ્યોરિટી પર બોનસ સાથે પ્રાપ્ત થાય છે.


    હપ્તો ભરવાનો રહેશે


    જો કોઈ વ્યક્તિએ 25 વર્ષની ઉંમરે 7 લાખની વીમાની રકમ સાથે 20 વર્ષ માટે આ પોલિસી લીધી હોય. તો આવી સ્થિતિમાં 95 રૂપિયા પ્રતિ દિવસ એટલે કે 2850 પ્રતિમાસ હપ્તા તરીકે ચૂકવવાના રહેશે. ત્રણ મહિના માટે હપ્તા ભરવા પર તમારે 8,850 રૂપિયા ચૂકવવા પડશે અને 6 મહિના માટે તમારે 17,100 રૂપિયા ચૂકવવા પડશે. આ પછી મેચ્યોરિટી પર લગભગ 14 લાખ રૂપિયા મળે છે.
    First published:

    Tags: Business news, Investment રોકાણ, Post Office Scheme

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन