Home /News /business /LICની આ પોલિસીમાં એકસાથે મળે છે 3-3 લાભ, ચૂક્યા વગર આજે જ કરી દો રોકાણ
LICની આ પોલિસીમાં એકસાથે મળે છે 3-3 લાભ, ચૂક્યા વગર આજે જ કરી દો રોકાણ
LIC Policy
એલઆઈસી વીમા રત્ન પોલિસી હેઠળ પોલિસીધારકોને 3 પ્રકારના લાભ મળે છે. આમાં મનીબેક, ગેરન્ટીડ બોનસ અને ડેથ બેનિફિટ્સ જેવા ફાયદા મળે છે. આવામાં ત્રણ સુવિધાઓનો ફાયદો ઉઠાવવા માટે આ પોલિસીમાં રોકાણ કરી શકાય છે.
નવી દિલ્હી- દેશની સૌથી મોટી ઈન્શ્યોરન્સ પ્રોવાઈડર કંપની એલઆઈસી તેના પોલિસીધારકો માટે જુદી-જુદી પોલિસી લોન્ચ કરે છે. આ પોલિસીમાં જુદા-જુદા પ્રકારના લાભ આપવામાં આવે છે. LICની આ પોલિસીમાથી એક છે LIC Bima Ratna Policy. એલઆઈસીના વીમા રત્ન પોલિસી હેઠળ પોલિસી ધારકોને 3 પ્રકારના લાભ મળે છે. આ યોજના ગેરન્ટીડ વળતર આપે છે. સાથે ડેથ બેનિફિટ્સ અને મનીબેક બેનિફિટ્સ જેવા ફાયદા પણ મળે છે. એલઆઈસીની પોલિસી લાંબાગાળાની હોય છે. પરંતુ ગેરન્ટીડ વળતરની સાથે ઘણા અન્ય લાભો પણ આપે છે. જો તમે પણ પાસે એલઆઈસીના આવા જ કોઈ પ્લાનની શોધમાં છો, તો એલઆઈસી વીમા રત્ન પ્લાન તમારા માટે એક યોગ્ય વિકલ્પ છે. આ પ્લાનમાં તમને ગેરન્ટીડ બોનસ, મનીબેક અને ડેથ બેનિફિટ્સ એટલે કે એકસાથે ત્રણ ફાયદા મળે છે. અહીં જાણીએ, આ પ્લાન સાથે જોડાયેલી અન્ય વિગતો.
શું 3 લાખ મળે છે?
એલઆઈસી વીમા રત્ન પોલિસી હેઠળ પોલિસીધારકોને 3 પ્રકારના લાભ મળે છે. આમાં મનીબેક, ગેરન્ટીડ બોનસ અને ડેથ બેનિફિટ્સ જેવા ફાયદા મળે છે. આવામાં ત્રણ સુવિધાઓનો ફાયદો ઉઠાવવા માટે આ પોલિસીમાં રોકાણ કરી શકાય છે.
એલઆઈસી વીમા રત્ન પોલિસીમાં 15 વર્ષ, 20 વર્ષ અને 25 વર્ષના પ્રીમિયમના વિકલ્પ આપવામાં આવે છે. તમે તમારી ઈચ્છા અનુસાર, પ્રીમિયમની પસંદગી કરી શકો છો. તમે જેટલા સમયના પ્રીમિયમની પસંદગી કરો છો. તેનાથી 4 વર્ષ ઓછા સમય સુધી તમારે પ્રીમિયમ ભરવાનું હોય છે. આ વચ્ચે તમને મનીબેક તરીકે બેસિક સમ એશ્યોર્ડના 25-25 ટકા ચૂકવવામાં આવે છે. 15 વર્ષના પ્લાનમાં 13 અને 14માં વર્ષે, 20 વર્ષના પ્લાનમાં 18 અને 19માં વર્ષે, 25 વર્ષના પ્લાનમાં 23 અને 24 વર્ષે મનીબેકનો ફાયદો મળે છે.
આ યોજના હેઠળ તમારે ઓછામાં ઓચા 5 લાખ રૂપિયાના સમ એશ્યોર્ડનો વીમો લેવો અનિવાર્ય છે. મેચ્યોરિટી પર કુલ સમ એશ્યોર્ડ 50 ટકા અને ગેરન્ટી એડિશન મળે છે. સાથે જ ગેરન્ટીડ બોનસ પણ આપવામાં આવે છે. પોલિસી હેઠળ પહેલા સાતથી લઈને 5 વર્ષ સુધી 1,000 રૂપિયા પર 50 રૂપિયા ગેરન્ટીડ બોનસ, 6થી 10માં વર્ષ સુધી પ્રતિ 1000 રૂપિયા 55 રૂપિયા બોનસ, 11થી 25 વર્ષ સુધી 1000 પર 60 રૂપિયાના હિસાબથી બોનસ મળે છે.
મૃત્યુ લાભ
પોલિસી દરમિયાન જો પોલિસીધારકની મૃત્યુ થાય, તો સમ એશ્યોર્ડ અને ગેરન્ટીડ એડિશનના રૂપિયા નોમિનીને આપવામાં આવે છે. એવામાં નોમિનીને બેસિક સમ એશ્યોર્ડના 125 ટકા સુધી કે વાર્ષિક પ્રીમિયમના 7 ગણા સુદી જે પણ વધારે હોય, તેની ચૂકવણી એલઆઈસી તરફથી કરવામાં આવે છે. પોલિસી માટે કુલ જેટલું પ્રીમિયમ ચૂકવવામાં આવશે, તેના 105 ટકા કે ઓછા ડેટ બેનિફિટમાં ન આપી શકાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર