Home /News /business /1 શેરના બદલામાં 10 શેર આપશે આ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ
1 શેરના બદલામાં 10 શેર આપશે આ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ
1 શેરના બદલામાં મળશે 10 શેર
ગત 1 વર્ષમાં કંપનીના શેર 5.22 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે વર્ષ 2023માં ઈયર-ટૂ-ડેટ બેસિસ પર હજુ સુધી તે 9.74 ટકા ઘટ્યો છે. કંપનીના શેરોએ 22 જૂન 2022ના રોજ 195 રૂપિયાની તેની 52 સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શ કરી હતી.
નવી દિલ્હીઃ ફાર્માસ્ટિકલ પ્રોડક્શન સાથે જોડાયેલી કંપની વિવાન્ઝા બાયોસાયન્સ લિમિટેડ તેના રોકાણકારોને સ્ટોર-સ્પ્લિટની ભેટ આપવા જઈ રહી છે. કંપનીએ 4 માર્ચના રોજ થયેલી બોર્ડની મિટીંગમાં રેકોર્ડ ડેટની જાહેરાત કરી દીધી છે. હવે કંપની 24 માર્ચને યોગ્ય શેરધારકોની વચ્ચે તેના શેરોને વહેંચશે. જાણકારી અનુસાર, કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 ઈક્વિટી શેરને 10 શેરોમાં વહેંચશે. શુક્રવારે સ્મોલ કેપ કંપનીના શેર લગભગ 5 ટકાના ઘટાડાની સાથે 147.85 પર બંધ થયા હતા.
ગત 1 વર્ષમાં કંપનીના શેર 5.22 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે વર્ષ 2023માં ઈયર-ટૂ-ડેટ બેસિસ પર હજુ સુધી તે 9.74 ટકા ઘટ્યો છે. કંપનીના શેરોએ 22 જૂન 2022ના રોજ 195 રૂપિયાની તેની 52 સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શ કરી હતી. જ્યારે 14 ડિસેમ્બર 2022 ના રોજ 115 રૂપિયાના સોથી નીચા સ્તરે જતા રહ્યા હતા. નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાટર દરમિયાન કંપનીમાં પ્રમોટરની ભાગીદારી 47.80 ટકા હતી, જ્યારે જાહેર ભાગીદારી 52.20 ટકા હતી.
નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાટર દરમિયાન કન્સોલિડેટેડ બેસિસ પર કંપનીને 5.87 કરોડ રૂપિયાની ચોખ્ખી આવક થઈ. આ ચોખ્ખી આવક નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાટર દરમિયાન 1.54 કરોડથી 281 ટકા વધારે છે. કંપનીને ડિસેમ્બર 2022ના રોજ સમાપ્ત ક્વાટર દરમિયાન 5.30 કરોડ રૂપિયાનો ચોખ્ખો ખર્ચ નોંધાવ્યો છે. જે ડિસેમ્બર 2021ના રોજ સમાપ્ત ક્વાટરમાં 1.49 કરોડથી 255.70 ટકા વધારે છે. કંપનીની કુલ માર્કેટ કેપ 49.14 કરોડ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર