મુંબઈ. છેલ્લા એક વર્ષમાં ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સના સ્ટોકમાં (Flomic Global Logistics stock)લગભગ 11,664% નો વધારો થયો છે. 8 ડિસેમ્બર, 2020ના રોજ આ શેર (Share)રૂ. 1.53 પર બંધ થયો હતો, આજની તારીખમાં BSE પર આ શેરની કિંમત રૂ. 180 થઈ ગઈ છે. ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટીક્સ લિમિટેડ (Flomic Global Logistics Ltd.)એક લોજિસ્ટીક કંપની છે. આ કંપની સમગ્ર વિશ્વના ગ્રાહકોને વેરહાઉસિંગ, ડિસ્ટ્રીબ્યુશન, કસ્ટમ બ્રોકિંગ, કાર્ગો, કોન્સોલિડેશન, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ આપે છે.
1 લાખનું રોકાણ 1.17 કરોડ રૂપિયા
જો એક વર્ષ પહેલા ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો હાલ તેની કિંમત રૂ. 1.17 કરોડ કિંમત થઈ ગઈ હોત. BSE પર આજે માઈક્રોકેપ સ્ટોકની કિંમતમાં 5%નો વધારો થતા તેની કિંમત રૂ. 180 થઈ ગઈ છે. તેની પહેલા આ સ્ટોક રૂ. 171.45 પર બંધ થયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં આ શેરની કિંમતમાં 15.72%નો વધારો થયો છે.
ફર્મના કુલ 3,623 શેરે BSE પર રૂ. 6.52 લાખનો બિઝનેસ કર્યો છે. BSE ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સની માર્કેટ કેપ વધીને રૂ. 129.60 કરોડ થઈ ગઈ છે. આ વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આ શેરમાં 9,275 ટકાનો વધારો થયો છે.
28 ઓક્ટોબર 2021ના રોજ આ સ્ટોક 52 સપ્તાહના સૌથી ઉચ્ચ સ્તરે રૂ. 216 પર પહોંચી ગયો હતો. 8 ડિસેમ્બર 2020ના રોજ આ સ્ટોક 52 સપ્તાહના સૌથી નીચા સ્તરે રૂ. 1.53 પર પહોંચી ગયો હતો. આ શેરમાં સૌથી વધુ ઘટાડો 16.66%નો થયો હતો. અગાઉના રિટર્નના આધાર પર આ શેરમાં રોકાણ કરવું જોઈએ.
કોની કેટલી ભાગીદારી?
સપ્ટેમ્બરના ક્વાર્ટરના અંત સુધીમાં પ્રમોટર્સ પાસે ફર્મમાં 27.49 ટકા ભાગીદારી હતી અને પબ્લિક શેરહોલ્ડર પાસે ફર્મમાં 72.51 ટકા ભાગીદારી હતી. 536 શોરધારકો પાસે ફર્મના 52.20 લાખ શેર હતા. જેમાંથી 488 શેરધારકો પાસે રૂ. 2 લાખ સુધીની મૂડી સાથે 2.03% ભાગીદારી હતી. સપ્ટેમ્બરના ક્વાર્ટરના અંતમાં 49.54% ભાગીદારી ધરાવતા 38 શેરધારકો પાસે રૂ. 2 લાખથી વધુની મૂડી હતી. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) પાસે કોઈ ભાગીદારી ન હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરના અંત સુધીમાં ફર્મના નેટ પ્રોફિટમાં 17.65%નો ઘટાડો થયો હતો.
કંપનીનો નફો
અગાઉના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) 0.85 કરોડ હતો, જે ઘટીને આ વર્ષે 0.70 કરોડ થઈ ગયો છે. તો બીજી તરફ સપ્ટેમ્બર 2020ના ક્વાર્ટરમાં રૂ. 40.08 કરોડનું વેચાણ થયું હતું, જયારે આ વર્ષે સપ્ટેમ્બર 2021 માં રૂ. 80.44 કરોડનું વેચાણ થયું છે, જે વેચાણમાં 100 ટકાનો વધારો થયો હોવાનું સૂચવે છે. સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરમાં ઓપરેટિંગ નફામાં 45 ટકાનો વધારો થતા તે રૂ. 4.99 કરોડ થઈ ગયો છે. સપ્ટેમ્બર 2020ના ક્વાર્ટરમાં ઓપરેટિંગ નફો રૂ. 1.55 કરોડ થયો હતો.
માર્ચ 2021માં નેટ પ્રોફિટમાં 5,040%નો વધારો
સપ્ટેમ્બર 2020ના ક્વાર્ટરમાં પ્રતિ શેરની આવક (EPS)માં રૂ. 0.47 નો ઘટાડો થયો હતો. આ વર્ષે સપ્ટેમ્બર 2021 માં પ્રતિ શેરની આવક (EPS) માં રૂ. 0.39 નો ઘટાડો થયો છે. જૂન 2020માં નેટ પ્રોફિટ રૂ. 0.79 કરોડ થયો હતો. જૂન 2021માં નેટ પ્રોફિટમાં 11.39 ટકાનો ઘટાડો થતા માત્ર રૂ. 0.70 કરોડ નેટ પ્રોફિટ થયો છે. જૂન 2021માં રૂ. 55.61 કરોડનું વેચાણ થયું હતું, જેનો સપ્ટેમ્બર 2021માં વધારો થતા રૂ. 88.44 કરોડનું વેચાણ થયું છે. બીજા ક્વાર્ટરના વેચાણમાં 44.65 ટકાનો વધારો થયો છે.
નાણાંકીય વર્ષ 2020 માં 0.05 કરોડનું નુકસાન થયું હતું. માર્ચ 2021માં નેટ પ્રોફિટમાં 5,040%નો વધારો થતા કુલ રૂ. 2.47 કરોડનો નેટ પ્રોફિટ થયો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર